![]()
Vadodara Police : વડોદરા એલસીબી ઝોન 3 ની ટીમને માહિતી મળી હતી કે ડભોઇ રોડ યમુના મિલ સામે આનંદ ઇન્ડસ્ટ્રીયલમાં આવેલા ગોડાઉનમાં કમલેશ વિનોદભાઈ પરમાર પોતે તથા અન્ય લોકોને બોલાવી હાલમાં IPL ની ચાલતી ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની ક્રિકેટ મેચ પર ટીવીમાં ક્રિકેટ મેચ લાઇવ જોઈને મોબાઈલ ફોનમાં અલગ અલગ એપ્લિકેશન મારફતે સટ્ટો રમાડી રહ્યો છે. જેથી ઉપરોક્ત સ્થળે રેલ કરીને ક્રિકેટનો શકતો રમતા 7 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે એક આરોપી ચેતન કહાર ઉર્ફે ભાજુને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા, સાત મોબાઈલ ફોન, ટીવી અને ચાર વાહનો મળી કુલ 4.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પકડાયેલા આરોપીઓના નામ આ મુજબ છે : (1) કમલેશ વિનોદભાઈ પરમાર (રહે. રામનગર સરધાર એસ્ટેટની પાછળ, આજવા રોડ) (2) પિયુષ કંચનભાઈ પંચાલ (રહે-ભાગ્યોદય સોસાયટી, દંતેશ્વર) (3) નાનુ રાજુભાઈ ચુનારા (રહે-બરાનપુરા, ચુનારા વાસ) (4) સુમિત હરેશભાઈ સબા ગવાની (5) ગીતેશ ઉર્ફે રોકી દરીયાભાઈ ચોથવાણી (બંને રહે-ગુરૂ આધાર સોસાયટી, વારસિયા) (6) ઉર્વેશ પ્રકાશભાઈ પટેલ (રહે-ઘનશ્યામ ચેમ્બર, લક્કડપીઠા રોડ) (7) પ્રિયાંક કનુભાઈ પટેલ (રહે-કબીર મંદિરનું ફળિયું. પથ્થરગેટ)















