• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 21, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

IT શેરોમાં ધબડકો : સેન્સેક્સ 1157 પોઈન્ટના કડાકા બાદ અંતે 304 પોઈન્ટ ગબડીને 74346 | IT stocks plunge…

satyasamachar by satyasamachar
June 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
IT શેરોમાં ધબડકો : સેન્સેક્સ 1157 પોઈન્ટના કડાકા બાદ અંતે 304 પોઈન્ટ ગબડીને 74346 | IT stocks plunge…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અનીડા ગામની સીમમાં આવેલી વાડીમાંથી વિદેશી દારૃ ભરેલું આઇસર મળ્યું | foreign liquor found in a field …

અનીડા ગામની સીમમાં આવેલી વાડીમાંથી વિદેશી દારૃ ભરેલું આઇસર મળ્યું | foreign liquor found in a field …

રાણપુરમાં મહિલાના કાનમાંથી સોનાનાના વેઢાલાની લૂંટ | Gold earrings stolen from woman’s ear in Ranpur

રાણપુરમાં મહિલાના કાનમાંથી સોનાનાના વેઢાલાની લૂંટ | Gold earrings stolen from woman’s ear in Ranpur

એલઆઇસીની અગાસીમાંથી કોપર પાઇપની ચોરી કરનાર 2 શખ્સ ઝબ્બે | 2 men arrested for stealing copper pipes f…

એલઆઇસીની અગાસીમાંથી કોપર પાઇપની ચોરી કરનાર 2 શખ્સ ઝબ્બે | 2 men arrested for stealing copper pipes f…

Load More

મુંબઈ : ઈરાન દ્વારા કુવૈત અને બહેરીનમાં અમેરિકી મથકો પર હુમલા કરાયાના પરિણામે ફરી યુદ્વનું ટેન્શન વધતાં અને ઈરાને ફરી હોર્મુઝ માર્ગ સંપૂર્ણ બંધ કરવાના અહેવાલે વિશ્વ બજારમાં ફરી ક્રુડ ઓઈલ ઉકળતાં  વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે નરમાઈ જોવાઈ હતી. આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ ક્ષેત્રે બે દિવસ આક્રમક તેજી બાદ ફંડોએ ફરી મોટું પ્રોફિટ બુકિંગ કરતાં ભારતીય શેર બજારોમાં આરંભિક ટ્રેડિંગ કલાકોમાં મોટો આંચકો આવ્યો હતો. યુદ્વના ટેન્શન વચ્ચે આરંભિક આંચકા બાદ ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં ટ્રેડ ડિલ થવાના અહેવાલો વહેતાં થતાં અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનીટરી પોલિસી કમિટી-એમપીસીની મીટિંગ શરૂ થઈ હોઈ રેપો રેટમાં વધારો થવા વિશે અમુક વર્ગ આશંકા વ્યક્ત કરવા લાગતાં ઘટાડે બેંકિંગ શેરોમાં કવરિંગ થતાં અને હેલ્થકેર શેરોમાં મજબૂતીએ બજારે મોટો ઘટાડો પચાવ્યો હતો. સેન્સેક્સ આરંભમાં ૧૧૫૭.૨૪  પોઈન્ટના કડાકે નીચામાં ૭૩૪૯૨.૬૦ સુધી આવ્યા બાદ ઝડપી મોટો ઘટાડો પચાવી અંતે ૩૦૩.૬૭ પોઈન્ટ ઘટીને ૭૪૩૪૬.૧૭ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ નીચામાં ૨૩૧૫૧.૫૦ સુધી ખાબકી અંતે ૭૭.૯૫ પોઈન્ટ ઘટીને ૨૩૪૦૫.૬૦ બંધ રહ્યો હતો.

આઈટી ઈન્ડેક્સ ૧૫૧૦ પોઈન્ટ તૂટયો : ટીસીએસ રૂ.૨૦૬, પર્સિસ્ટન્ટ રૂ.૩૭૦, ટેક મહિન્દ્રા રૂ.૯૯ તૂટયા

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડો, ખેલંદાઓએ બે દિવસ મોટી ખરીદી કર્યા બાદ આજે વૈશ્વિક બજારો પાછળ મોટું પ્રોફિટ બુકિંગ કર્યું હતું. આઈટી ક્ષેત્રે હજુ એઆઈ-આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ મોટો પડકાર બની રહેવાના મતને લઈ સાવચેતીમાં ફંડો હળવા થયા હતા. ટીસીએસ રૂ.૨૦૬.૪૦ તૂટીને રૂ.૨૨૪૧.૭૦, પર્સિસ્ટન્ટ સિસ્ટમ રૂ.૩૭૦.૪૦ તૂટીને રૂ.૫૦૯૮.૬૦, એલટીએમ રૂ.૨૯૦.૪૫ ગબડીને રૂ.૪૦૫૧.૮૫, કોફોર્જ રૂ.૯૭.૬૦ ગબડીને રૂ.૧૪૨૦.૦૫, ટેક મહિન્દ્રા રૂ.૯૭.૯૦ ગબડીને રૂ.૧૪૭૩.૦૫, એલટીટીએસ રૂ.૨૦૮.૦૫ તૂટીને રૂ.૩૩૦૧.૫૫, સાસ્કેન રૂ.૧૩૭.૯૦ તૂટીને રૂ.૨૨૦૩.૪૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૬૫.૨૫ તૂટીને રૂ.૧૧૭૮.૫૦, ક્વિક હિલ રૂ.૯.૯૫ ગબડીને રૂ.૧૮૧.૮૫, કેપીઆઈટી ટેકનોલોજી રૂ.૩૫.૨૫ તૂટીને રૂ.૭૭૪.૩૦, એમ્ફેસીસ રૂ.૧૦૦.૧૫ તૂટીને રૂ.૨૨૮૭.૭૫, ટાટા એલેક્સી રૂ.૧૮૪.૧૦ તૂટીને રૂ.૪૩૪૬.૩૫, સોનાટા સોફ્ટવેર રૂ.૧૦.૭૦ ઘટીને રૂ.૨૬૭.૬૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૩૫૧.૪૦ ઘટીને રૂ.૯૯૮૯.૯૫  રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૫૦૯.૫૯ પોઈન્ટ ગબડીને ૨૮૫૯૭.૩૪ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર શેરોમાં ફંડો હળવા થયા : ડિક્સન રૂ.૩૭૫ તૂટીને રૂ.૧૧૨૨૧ : બર્જર પેઈન્ટ, હવેલ્સ ઘટયા

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડો હળવા થયા હતા. ડિક્સન ટેકનોલોજી રૂ.૩૭૫ ઘટીને રૂ.૧૧,૨૨૧.૭૫, બર્જર પેઈન્ટ રૂ.૧૨.૫૦ ઘટીને રૂ.૪૯૫.૯૦, પીજી ઈલેક્ટ્રો રૂ.૯.૧૦ ઘટીને રૂ.૪૭૧.૪૦, હવેલ્સ ઈન્ડિયા રૂ.૧૮.૩૦ ઘટીને રૂ.૧૧૫૬.૫૦, અંબર રૂ.૮૧.૧૫ ઘટીને રૂ.૭૫૦૮.૩૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૩૦૬.૧૯ પોઈન્ટ ઘટીને ૫૭૨૭૯.૩૮ બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં ઘટાડે ફંડોનું કવરિંગ : ફેડરલ બેંક, યુનિયન બેંક, કેનેરા બેંક, પીએનબીમાં મજબૂતી

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ આજે ઘટાડે શોર્ટ કવરિંગ કર્યું હતું. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ધિરાણ નીતિ સમીક્ષાના શુક્રવારે નિર્ણય આવનારો હોઈ શરૂઆતમાં મોંઘવારી પર અંકુશ રાખવા રેપો રેટમાં વધારાની શકયતા હતી, જ્યારે અમુક વર્ગે વધારાને ટાળવામાં આવશે એવી શકયતા બતાવતા આજે  બેંકિંગ શેરોમાં ઘટાડે વેચાણો કપાયા હતા. ફેડરલ બેંક રૂ.૮.૧૫ વધીને રૂ.૩૦૧.૦૫, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૂ.૩.૯૦ વધીને રૂ.૧૬૬.૫૫, કેનેરા બેંક રૂ.૨.૮૦ વધીને રૂ.૧૩૧.૮૫, પીએનબી રૂ.૧.૭૦ વધીને રૂ.૧૦૫.૮૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૩.૭૦ વધીને રૂ.૯૭૧, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૧૬ વધીને રૂ.૧૨૪૨.૩૫  રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૫૨.૬૧ પોઈન્ટ વધીને ૬૧૦૯૬.૦૯ બંધ રહ્યો હતો.

હેલ્થકેર શેરોમાં સિલેક્ટિવ ખરીદી : વિમતા લેબ રૂ.૪૫, ઈન્દ્રપ્રસ્થ મેડી રૂ.૨૬, વોક્હાર્ટ રૂ.૧૧૦ વધ્યા

ફાર્માસ્યુટિકલ્સ-હેલ્થકેર શેરોમાં આજે ઘટાડે સિલેક્ટિવ ખરીદી રહી હતી. વિમતા લેબ રૂ.૪૫.૩૫ વધીને રૂ.૫૧૪.૩૫, ઈન્દ્રપ્રસ્થ મેડી રૂ.૨૫.૬૦ વધીને રૂ.૪૦૧.૧૫, વોક્હાર્ટ  ફાર્મા રૂ.૧૧૦.૩૦ વધીને રૂ.૨૦૭૮.૯૫, મેનકાઈન્ડ રૂ.૭૨.૮૫ વધીને રૂ.૨૩૭૧.૩૫, ઈપ્કા લેબ રૂ.૪૬.૭૦ વધીને રૂ.૧૫૫૪.૨૦, એક્યુટાસ રૂ.૯૨ વધીને રૂ.૩૧૩૪.૧૫, કોન્કોર્ડ બાયો રૂ.૩૩.૪૦ વધીને રૂ.૧૨૦૦.૨૦, નારાયણ હ્યુદાલ્યા રૂ.૪૭.૪૦ વધીને રૂ.૧૯૮૧.૩૫, અપોલો હોસ્પિટલ રૂ.૧૮૭.૪૦ વધીને રૂ.૮૨૮૩.૫૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૨૨૪.૩૨ પોઈન્ટ વધીને ૪૬૫૦૯.૩૮ બંધ રહ્યો હતો. 

એફએમસીજી શેરોમાં ફંડો વેચવાલ : રેણુકા સુગર, બજાજ કન્ઝયુમર, પતંજલિ ફૂડ, આઈટીસી ઘટયા

ચોમાસું સામાન્યથી નબળું રહેવાના અંદાજો વચ્ચે એફએમસીજી શેરોમાં પણ ફંડો આજે નફારૂપી વેચવાલ રહ્યા હતા. એન્ડ્રયુ યુલે ૯૭ પૈસા ઘટીને રૂ.૨૩.૩૧, રેણુકા સુગર ૭૨ પૈસા ઘટીને રૂ.૨૧.૪૯, બજાજ કન્ઝયુમર રૂ.૧૫.૩૫ ઘટીને રૂ.૫૫૫.૯૫, એલટી ફૂડ્સ રૂ.૯.૭૫ ઘટીને રૂ.૩૮૦.૯૦, પતંજલિ ફૂડ રૂ.૧૦.૪૦ ઘટીને રૂ.૪૪૧.૪૫, આઈટીસી લિમિટેડ રૂ.૬.૨૫ ઘટીને રૂ.૨૭૬.૯૫, બિકાજી રૂ.૧૪.૨૦ ઘટીને રૂ.૬૪૯.૧૦ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૧૬૫.૪૮ પોઈન્ટ ઘટીને ૧૭૮૫૯.૧૩ બંધ રહ્યો હતો.

સ્મોલ, મિડ કેપ શેરોમાં  ઉછાળે સાવચેતીમાં ફંડોની નફારૂપી વેચવાલી : ૨૪૫૨ શેરો નેગેટીવ બંધ

સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં ઉછાળે સાવચેતીમાં નફારૂપી વેચવાલી નીકળતાં અને  એ ગુ્રપના શેરોમાં પણ ફંડો વેચવાલ રહેતાં માર્કેટબ્રેડથ આજે નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૯૫ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૭૫૮ અને ઘટનારની સંખ્યા ૨૪૫૨ રહી હતી.

આઈએફસીઆઈ, ઓલા ઈલેક્ટ્રિક, કાર ટ્રેડ, લક્ષ્મી ઓર્ગેનિક, ડેલ્ટા કોર્પ, આરઆર કાબેલ, તેજસ ઉછળ્યા

એ ગુ્રપના સિલેક્ટિવ વધનાર શેરોમાં આઈએફસીઆઈ  ત્રિમાસિક ચોખ્ખો નફો રૂ.૪૧૩.૬૧ કરોડથી વધીને રૂ.૪૭૦ કરોડ થતાં અને એનએસઈના આઈપીઓની તૈયારીએ કંપનીના હોલ્ડિંગનું વેલ્યુઅનલોકિંગના આકર્ષણે રૂ.૮.૭૭ ઉછળીને રૂ.૮૦.૪૬, ઓલા ઈલેક્ટ્રિકના મે મહિનાના વેચાણમાં ૨૩ ટકા વૃદ્વિ થતાં અને કંપનીના પરિણામમાં રિકવરીએ શેર રૂ.૩.૯૫ વધીને રૂ.૪૩.૮૪, લક્ષ્મી ઓર્ગેનિક રૂ.૧૪.૬૫ વધીને રૂ.૧૬૫, કાર ટ્રેડ રૂ.૧૬૬.૫૫ વધીને રૂ.૧૯૬૧.૭૫, ડેલ્ટા કોર્પ રૂ.૫.૭૨ વધીને રૂ.૬૯.૫૭, કેપીઆર મિલ રૂ.૮૧.૯૦ વધીને રૂ.૧૦૮૨.૧૦, આરઆર કાબેલ રૂ.૧૩૦.૧૦ વધીને રૂ.૨૧૫૭.૮૦, તેજસ નેટ રૂ.૩૧.૬૫ વધીને રૂ.૫૬૯, એચએફસીએલ રૂ.૯.૪૫ વધીને રૂ.૧૯૯.૮૫, એમઆરપીએલ રૂ.૭.૨૦ વધીને રૂ.૧૫૪.૪૦, જે એન્ડ કે બેંક રૂ.૬.૮૦ વધીને રૂ.૧૪૮.૬૫ રહ્યા હતા.

FPIs/FIIની કેશમાં રૂ.૫૬૧૬ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૫૭૪૦ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૫૬૧૬.૫૬ કરોડના શેરોની ચોખ્ખી  વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૭,૦૫૩.૬૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૨૨,૬૭૦.૧૯ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૫૭૪૦.૮૯ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૭,૫૩૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૭૮૯.૧૧ કરોડની વેચવાલી કરી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૧.૬૧ લાખ કરોડ ઘટીને રૂ.૪૬૧.૦૬ લાખ કરોડ રહ્યું

સેન્સેક્સ, નિફટીની મોટા કડાકા બાદ રિકવરી છતાં એકંદર નેગેટીવ ટ્રેન્ડ સાથે આજે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં ફંડો, ઓપરેટરો વેચવાલ રહેતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૬૧  લાખ કરોડ ઘટીને રૂ.૪૬૧.૦૬  લાખ કરોડ રહ્યું હતું.

Next Post
એપ્રિલ-મે માસમાં બોન્ડસ જારી કરવાનું પ્રમાણમાં 58 ટકા ઘટાડો | Bond issuance down 58% in April May

એપ્રિલ-મે માસમાં બોન્ડસ જારી કરવાનું પ્રમાણમાં 58 ટકા ઘટાડો | Bond issuance down 58% in April May

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અનીડા ગામની સીમમાં આવેલી વાડીમાંથી વિદેશી દારૃ ભરેલું આઇસર મળ્યું | foreign liquor found in a field …

અનીડા ગામની સીમમાં આવેલી વાડીમાંથી વિદેશી દારૃ ભરેલું આઇસર મળ્યું | foreign liquor found in a field …

રાણપુરમાં મહિલાના કાનમાંથી સોનાનાના વેઢાલાની લૂંટ | Gold earrings stolen from woman’s ear in Ranpur

રાણપુરમાં મહિલાના કાનમાંથી સોનાનાના વેઢાલાની લૂંટ | Gold earrings stolen from woman’s ear in Ranpur

એલઆઇસીની અગાસીમાંથી કોપર પાઇપની ચોરી કરનાર 2 શખ્સ ઝબ્બે | 2 men arrested for stealing copper pipes f…

એલઆઇસીની અગાસીમાંથી કોપર પાઇપની ચોરી કરનાર 2 શખ્સ ઝબ્બે | 2 men arrested for stealing copper pipes f…

વિરોધ-આક્રોશ વચ્ચે આજે ફરી NEET : ગુજરાતમાંથી 78800 પરીક્ષાર્થી, 300થી વધુ પરીક્ષા નહીં આપે | neet r…

વિરોધ-આક્રોશ વચ્ચે આજે ફરી NEET : ગુજરાતમાંથી 78800 પરીક્ષાર્થી, 300થી વધુ પરીક્ષા નહીં આપે | neet r…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અનીડા ગામની સીમમાં આવેલી વાડીમાંથી વિદેશી દારૃ ભરેલું આઇસર મળ્યું | foreign liquor found in a field …
GUJARAT

અનીડા ગામની સીમમાં આવેલી વાડીમાંથી વિદેશી દારૃ ભરેલું આઇસર મળ્યું | foreign liquor found in a field …

સ્ટેટમોનીટરીંગ સેલનો દરોડો, છ બુટલેગર ફરાર પોલીસેવિદેશી દારૃ, આઇસર મળી રૃ.૫૫.૯૭ લાખનો મુદ્દામાલ કબજે લીધો ભાવનગર–  રાણપુરના અનીડા ગામની સીમ...

Read more

રાણપુરમાં મહિલાના કાનમાંથી સોનાનાના વેઢાલાની લૂંટ | Gold earrings stolen from woman’s ear in Ranpur

એલઆઇસીની અગાસીમાંથી કોપર પાઇપની ચોરી કરનાર 2 શખ્સ ઝબ્બે | 2 men arrested for stealing copper pipes f…

વિરોધ-આક્રોશ વચ્ચે આજે ફરી NEET : ગુજરાતમાંથી 78800 પરીક્ષાર્થી, 300થી વધુ પરીક્ષા નહીં આપે | neet r…

અમદાવાદમાં ફાયર સેફ્ટી મામલે વધુ 8 હોટેલ-રેસ્ટોરાં સીલ, જાણો કયા કયા વિસ્તારમાં એક્શન | Ahmedabad Fi…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In