
અમદાવાદ : સ્થાનિક માહિતી ટેકનોલોજી (આઈટી) કંપનીઓના શેર બે દાયકામાં સૌથી મોટો વેચવાલીનો સામનો કરી રહ્યા છે. આર્ટિફીશયલ ઈન્ટેલીજન્સ (એઆઈ) ને કારણે નોંધપાત્ર વિક્ષેપની સંભાવનાએ રોકાણકારોની ચિંતા વધારી છે. મંગળવારે IT ઇન્ડેક્સ લગભગ ૫ ટકા ઘટતા આ મહિને તેનો કુલ ઘટાડો ૨૧ ટકા થયો છે. જો કે આજે બુધવારે નવી લેવાલીએ આઇટી શેરો સુધરતા નિફટી આઇટી ઇન્ડેક્સ ૪૭૨ પોઇન્ટ વધ્યો હતો. જો ફેબુ્રઆરીના બાકીના ટ્રેડિંગ સત્રોમાં ઇન્ડેક્સની સ્થિતિમાં સુધારો નહીં થાય, તો તે એપ્રિલ ૨૦૦૩ પછીનો તેનો સૌથી ખરાબ માસિક દેખાવ હશે.
<a href="
<p>The post IT શેરોમાં બે દાયકામાં સૌથી મોટો ઘટાડો first appeared on gandhinagarmetro.com.</p>















