![]()
LRD Exam Date 2026 Out: ગુજરાત પોલીસ હેઠળ ભરતી જાહેરાત ક્રમાંક GPRB/202526/1 લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. ભરતી બોર્ડ અનુસાર, આગામી 14 જૂન, 2026ના રોજ લેખિત પરીક્ષા યોજાશે. જેના કૉલ લેટર 6 જૂનના બપોરે 2 વાગ્યાથી Ojas પરથી ડાઉનલોડ કરી શકાશે.
આગામી 14 જૂને LRDની લેખિત પરીક્ષા
ગુજરાત પોલીસ દળમાં જોડાવાનું સપનું જોતાં લાખો યુવાનો માટે લાંબા સમયની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળ(LRD) અને PSIની કુલ 13,591 જગ્યાઓ માટે શારીરિક કસોટી પૂર્ણ થયા બાદ LRD કુલ 12,733 જગ્યા માટે આગામી 14 જૂનના રોજ લેખિત પરીક્ષા લેવાશે. જેના કૉલલેટર ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે.
2.60 લાખથી વધુ ઉમેદવારોની કસોટી
પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાાંક GPRB/202526/1 લોકરક્ષક કેડરની શારીરિક પરીક્ષાનું પરિણામ ગત 2 એપ્રિલ, 2026ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 1.73 લાખથી વધુ પુરુષ ઉમેદવાર અને કુલ 89405 મહિલા ઉમેદવાર શારીરિક કસોટીમાં પાસ થયા હતા. આમ કુલ 2.62 લાખથી વધુ ઉમેદવારો LRDની લેખિત પરીક્ષા આપશે.
આ પણ વાંચો: પોલીસ ભરતી માટે મહત્ત્વના સમાચાર: વાયરલેસ-મોટર ટ્રાન્સપોર્ટ PSIની લેખિત પરીક્ષાનો વિગતવાર અભ્યાસક્રમ જાહેર
લોકરક્ષક કેડર (Lok rakshak Cadre) – કુલ 12,733 જગ્યા
• બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 6942
• હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ: 2458
• હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF):3002
• જેલ સિપાહી (પુરુષ): 300
• જેલ સિપાહી (મહિલા / મેટ્રન): 31
LRD પુરુષ ઉમેદવારનું શારીરિક કસોટીનું પરિણામ જોવા અહીં ક્લિક કરો
LRD મહિલા ઉમેદવારનું શારીરિક કસોટીનું પરિણામ જોવા અહીં ક્લિક કરો















