• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘NTAની બેદરકારીએ કરિયર ખરાબ કર્યું..’, NEET પેપર લીક થતાં અમદાવાદના વિદ્યાર્થીઓ હતાશ, એક્સપર્ટે આપ્ય…

satyasamachar by satyasamachar
May 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘NTAની બેદરકારીએ કરિયર ખરાબ કર્યું..’, NEET પેપર લીક થતાં અમદાવાદના વિદ્યાર્થીઓ હતાશ, એક્સપર્ટે આપ્ય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

Load More

Ahmedabad NEET Aspirants Slam NTA Over Paper Leak: નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA) દ્વારા ગત 3 મેના રોજ લેવાયેલી મેડિકલ પ્રવેશ પરીક્ષા ‘NEET UG 2026’ પેપર લીક બાદ સત્તાવાર રીતે રદ કરવામાં આવી છે. ‘ગેસ પેપર’ના નામે અસલી પ્રશ્નપત્ર વાઇરલ થતાં સરકારે તપાસ CBIને સોંપી છે, પરંતુ આ નિર્ણયે રાત-દિવસ એક કરીને મહેનત કરનારા 22 લાખથી વધુ વિદ્યાર્થીઓને તણાવમાં ધકેલી દીધા છે. ત્યારે ગુજરાત સમાચારની ટીમે એક્સપર્ટ અને નીટની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી, જેમાં તેઓએ દર વર્ષે થતી આ ગેરનીતિ અંગે આક્રોશ ઠાલવ્યો હતો. 

NTAની આ બેદરકારી અમારા કરિયરને ખરાબ રીતે અસર કરી રહી છે: નીટ એસ્પિરન્ટ

નીટ એસ્પિરન્ટે જણાવ્યું કે, ‘મારું નામ રિયા ત્રિવેદી છે અને હું છેલ્લા બે વર્ષથી નીટ માટે રોજ 10થી 11 કલાકનું વાંચન કરી રહી છું. મેં મારા અભ્યાસ માટે 11મા ધોરણથી જ પરિવારના તમામ પ્રસંગો અને એન્જોયમેન્ટનો ત્યાગ કર્યો હતો. આ વખતે મારા 624 માર્ક્સ આવ્યા હતા અને મને અમદાવાદમાં સીટ મળી જાય તેવી પૂરી આશા હતી. અમુક લોકોની ચોરીના કારણે જો 25 લાખ વિદ્યાર્થીઓ માટે ફરીથી પરીક્ષા લેવાય તો, મારા માટે બે વર્ષ પહેલાં જેવો જુસ્સો અને માઈન્ડસેટ પાછો લાવવો ખૂબ જ મુશ્કેલ છે. મેં ગુજકેટમાં પણ બાયોલોજીમાં 40માંથી 40 માર્ક્સ મેળવ્યા છે, તેથી મને લાગે છે કે સંપૂર્ણપણે નીટ પર નિર્ભર રહેવાને બદલે બીજી પરીક્ષાઓનો પણ સપોર્ટ મળવો જોઈએ, પરંતુ NTAની આ બેદરકારી અમારા કરિયરને ખરાબ રીતે અસર કરી રહી છે.’

આ પણ વાંચો: દેશના કરોડો વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર, જાણો ભૂતકાળમાં NEET પેપર લીક કરનારા આરોપીઓ હાલ ક્યાં છે!

જો નવું પેપર ટફ નીકળશે તો મારું શું થશે: નીટ એસ્પિરન્ટમાં ડર!

અન્ય એક નીટ એસ્પિરન્ટ આશમી જૈને જણાવ્યું કે, ‘મેં પણ આ વખતે નીટની પરીક્ષા આપી હતી. મેં છેલ્લા બે વર્ષથી રોજ 10 કલાકનું વાંચન કરીને અને સગા-સંબંધીઓના ફંક્શનમાં ન જઈને ઘણું સેક્રિફાઈસ કર્યું છે. આ વખતે મારું પેપર ખૂબ જ સરસ ગયું હતું અને મારો સ્કોર 500ની આસપાસ હતો, જેથી અમને ખાતરી હતી કે મને મેડિકલમાં સીટ મળી જ જશે. અમે એટલા નિશ્ચિત થઈ ગયા હતા કે અમારા પરિવારનું બહાર ફરવા જવાનું વેકેશન પણ નક્કી થઈ ગયું હતું, પણ આ પરીક્ષા રદ્દ થવાના સમાચાર પછી બધું કેન્સલ કરવું પડ્યું. હવે બે વર્ષની સખત મહેનતને માત્ર એક જ મહિનામાં ફરીથી રિવાઈઝ કરવી એ મારા માટે બિલકુલ અનફેર છે અને મને ડર પણ છે કે જો નવું પેપર ટફ નીકળશે તો મારું શું થશે.’

પરીક્ષા રદ્દ થતાં મારું મોરલ હવે સાવ ડાઉન થયું છે: નીટ એસ્પિરન્ટ

નીપસા પંચાલ નામની નીટ એસ્પિરન્ટે જણાવ્યું કે, ‘મેં પણ હમણાં જ નીટની પરીક્ષા આપી છે. અમે રોજ આઠ કલાક વાંચન કરીને સારી એવી તૈયારી કરી હતી અને મારા પરિવારનો પણ મને પૂરો સપોર્ટ હતો. પરંતુ નીટનું પેપર લીક થવાના અને રદ્દ થવાના સમાચાર સાંભળીને મારું મોરલ હવે સાવ ડાઉન થઈ ગયું છે. મારું ફેમિલી મને હજુ પણ તૈયારી કરવા માટે મોટિવેટ કરી રહ્યું છે, પણ મને ખૂબ ડર લાગે છે કે હવે ફરી લેવાનારું પેપર કેવું આવશે, તે હાર્ડ હશે કે ઇઝી?. અત્યારે મને લાગે છે કે હું હવે ફરીથી 300થી 400ની આસપાસ સ્કોર મેળવી શકીશ.’

આ પણ વાંચો: NEET 2026: 60 લાખ આપો અને ડમી ઉમેદવાર બેસાડો, બિહારમાં સક્રિય સોલ્વર ગેંગનો પર્દાફાશ

નીટ એસ્પરન્ટ પ્રજાપતિ શ્રેયે જણાવ્યું કે, ‘મેં આ વર્ષે ધોરણ 12 સાયન્સમાં રહીને નીટની(NEET) એક્ઝામ આપી હતી. મેં આખું વર્ષ મારી બધી જ હોબી જતી કરીને રાત-દિવસ એક કરીને સખત મહેનત કરી હતી, જેના લીધે મને આ પરીક્ષામાં 400થી 500ની આસપાસ માર્ક્સ આવવાની આશા હતી. પરંતુ અચાનક પેપર લીક અને પરીક્ષા રદ્દ થવાના સમાચાર સામે આવતા મારું અને જે વિદ્યાર્થીઓનું મેડિકલમાં સિલેક્શન નક્કી હતું તે સૌનું મોરલ સાવ ડાઉન થઈ ગયું છે. ઘણા વિદ્યાર્થીઓએ તો પોતાના ચોપડા પણ આપી દીધા હતા, અને તંત્રની સિક્યુરિટીના અભાવે પેપર લીક થવાથી અમારે બધું પહેલેથી જ ફરી ચાલુ કરવું પડશે, એવું લાગે છે કે જાણે કોઈને અમારા ભવિષ્યની પડી જ નથી. અમે બધા હવે વેકેશન મૂડમાં આવી ગયા હતા અને નીટની તૈયારી નિયમિત રૂપે કરવી પડતી હોવાથી, હવે અચાનક ફરીથી ભણવાનું ચાલુ કરવું ખૂબ અઘરું પડશે; જેથી જો ફરીથી એક્ઝામ લેવાય તો અભ્યાસ ભૂલાવા લાગવાના કારણે કદાચ મારો સ્કોર પહેલા કરતા ઓછો જ આવશે.’

આ પ્રકારની ગેરરીતિ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથેનો મોટો ખિલવાડ: ફાર્મસી કોલેજના પ્રિન્સિપાલ

એક ફાર્મસી કોલેજના પ્રિન્સિપાલે જણાવ્યું કે, ‘મારું નામ ડૉ.આશીષ પંચાલ છે અને હું ફાર્મસી કોલેજનો પ્રિન્સિપલ છું, તેમજ બાયોલોજી શિક્ષક તરીકે પણ કામ કરું છું. આ નીટની પરીક્ષા માત્ર એક પરીક્ષા નથી, પરંતુ લાખો વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાની બે વર્ષની સખત મહેનત અને વિશ્વાસનું પરિણામ છે. જ્યારે આ રીતે પેપર લીક થાય અને ફરી પરીક્ષા લેવાની વાત આવે, ત્યારે એવું લાગે જાણે 400 મીટરની દોડ પૂરી કર્યા પછી કોઈ ખેલાડીને તરત જ ફરી દોડવાનું કહેવામાં આવ્યું હોય, જેનાથી વિદ્યાર્થીઓ પર ભારે માનસિક તણાવ ઊભો થાય છે. ઘણા વિદ્યાર્થીઓ તો બે-ત્રણ વર્ષથી ડ્રોપ લઈને મહેનત કરી રહ્યા છે, તેથી આ તેમના ભવિષ્ય સાથેનો મોટો ખિલવાડ છે. મારો સુઝાવ છે કે આ પરીક્ષાને કોમ્પ્યુટર બેઝ્ડ કરવી જોઈએ અને વિદ્યાર્થીઓ માત્ર એક જ પરીક્ષા પર નિર્ભર ન રહે તે માટે બોર્ડની પરીક્ષા અને નીટ બંનેના માર્ક્સને 50-50 કે 70-30ના રેશિયામાં ગણવા જોઈએ. જ્યારે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં મેટલ કે અન્ય વસ્તુઓ લઈ જવા પર આટલા કડક નિયમો છે, તો પછી NTA દ્વારા એક પેપર કેમ સુરક્ષિત રીતે સાચવી શકાતું નથી?.’

Next Post
રથયાત્રા પહેલા અમદાવાદમાં 274 ઇમારત ‘ખતરનાક’ જાહેર, મકાન માલિકોને નોટિસ ફટકારાઈ | AMC Declares 274 B…

રથયાત્રા પહેલા અમદાવાદમાં 274 ઇમારત 'ખતરનાક' જાહેર, મકાન માલિકોને નોટિસ ફટકારાઈ | AMC Declares 274 B...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…
GUJARAT

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

સંત બજરંગદાસ બાપાની આગામી 50મી પુણ્યતિથિ નિમિત્તે પૂર્વ આયોજન માટે આજે ગુરુઆશ્રમના બગદાણાના ગોપાલગ્રામના વિશાળ સંકુલ ખાતે સ્વયંસેવકોની બેઠક યોજાઈ...

Read more

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In