પહેલાના જમણાંમાં જ્યારે સંસ્કૃતિના વિકાસમાં મદદરૂપ બનેલાં પશુઓમાં બળદનું આગવું અને મહત્વનું સ્થાન ગણી શકાય. રાજાઓમાં હાથી, દરબારોમાં ઘોડા અને ખેડૂતોમાં બળદો જાણે અવિભાજ્ય અંગ જેવા લાગે !
ખેડૂતો અખાત્રીજના દિવસે બળદોનું પૂજન કરે છે. મહારાષ્ટ્રમાં કારતક સુદ બીજના દિવસે વૃષભોત્સવ પ્રસંગે બળદોને શણગારીને ગામમાં ફેરવવામાં આવે છે અને બળદોને દોડાવવાની હરીફાઈઓ યોજાય છે.
ધાર્મિક, સામાજિક અને આર્થિક ર્દષ્ટિએ માનવીના જીવનમાં મહત્વનું સ્થાન ધરાવતું એક તૃણાહારી નર પ્રાણી. વર્ગીકરણની ર્દષ્ટિએ તેનો સમાવેશ સસ્તન વર્ગ, સમખુરી (artiodactyle) શ્રેણીના બોવિડે કુળમાં થાય છે. ભારતીય બળદનું શાસ્ત્રીય નામ Bos indicus છે. પરદેશમાં ખૂંધ વગરના (દા.ત., જર્સી) બળદ પણ હોય છે. તેમને Bos taurus કહે છે.
બળદનો સાજસરંજામ અને શણગાર વારતહેવારે કે વેચાણસમયે બળદોને શણગારવામાં આવતા જેમાં શિંગડાંનાં શિંગરોરિયાં, માથામાં લેલાવટી અને મખિયાડા, ગળામાં ઘૂઘરમાળ, ગલપટ્ટો અને પિત્તળની સાંકળી, શરીરે મોતી ભરેલ ઝૂલ, પગે તોડા વગેરે. આવા શણગારેલા બળદોને ગામમાં ફેરવવામાં આવતા . ઘણી વખત બળદો નજરાઈ ન જાય તે માટે તેના પગે ઊનનો કાળો દોરો બાંધવામાં આવતો