• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, July 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

VIDEO| છોટાઉદેપુર: માત્ર ₹1 માં સમૂહ લગ્ન! મેનુમાં ‘મકાઈની ઘાટ અને કઢી’, આધુનિકતાના જમાનામાં આદિવાસી…

satyasamachar by satyasamachar
May 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
VIDEO| છોટાઉદેપુર: માત્ર ₹1 માં સમૂહ લગ્ન! મેનુમાં ‘મકાઈની ઘાટ અને કઢી’, આધુનિકતાના જમાનામાં આદિવાસી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

Load More

Chhota Udepur News: આજના સમયમાં જ્યારે લગ્નોમાં લાખો રૂપિયાનો ખર્ચ અને ભવ્ય કેટરિંગ સામાન્ય બની ગયું છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ચૂલી ગામે આદિવાસી સંસ્કૃતિ અને માનવતાની એક અદભૂત મિસાલ જોવા મળી છે. ઈકો યુનિટી ટ્રાઈબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવમાં 6 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.

અનાથ અને જરૂરિયાતમંદ બાળકો માટે આશીર્વાદ

આ સમૂહ લગ્નની વિશેષતા એ હતી કે તેમાં જોડાનારા વર-કન્યાઓમાંથી કોઈના પિતા નથી, તો કોઈના માતા-પિતા બંને છત્રછાયા ગુમાવી ચૂક્યા છે. આર્થિક રીતે અત્યંત નબળા અને અનાથ બાળકો માટે આ ટ્રસ્ટ આશીર્વાદ સમાન સાબિત થયું છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની ઉપસ્થિતિમાં આ તમામ નવદંપતીઓએ આશીર્વાદ મેળવી નવું સંસાર જીવન શરૂ કર્યું હતું.

માત્ર ₹1માં ચમચીથી લઈને સોફા-તિજોરી સુધીની ભેટ

ઈકો યુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઈનિશીયેટીવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ સમૂહ લગ્ન માટે વર-કન્યા પક્ષ પાસેથી માત્ર એક રૂપિયાનું ટોકન લેવામાં આવ્યું હતું. આ સામાન્ય રકમ સામે ટ્રસ્ટ દ્વારા દંપતીને ઘર ચલાવવા માટેની તમામ જીવનજરૂરિયાતની વસ્તુઓ જેમ કે બેડ, સોફા, તિજોરી અને ચમચીથી લઈને ઘરવખરીનો તમામ સામાન ભેટ સ્વરૂપે અપાયો હતો.

VIDEO| છોટાઉદેપુર: માત્ર ₹1 માં સમૂહ લગ્ન! મેનુમાં 'મકાઈની ઘાટ અને કઢી', આધુનિકતાના જમાનામાં આદિવાસીઓએ જાળવી પરંપરા 2 - image

મેનુમાં હિટ રહી ‘આદિવાસી પરંપરા’: મકાઈની ઘાટ અને કઢી

આ મહોત્સવનું સૌથી આકર્ષક પાસું તેનો જમણવાર હતો. આધુનિક વાનગીઓને બાજુ પર મૂકીને, આદિવાસી સમાજની સદીઓ જૂની પરંપરાને જીવંત રાખતા ‘મકાઈની ઘાટ અને કઢી’ નું મેનુ રાખવામાં આવ્યું હતું. મકાઈની ઘાટ અને કઢી એ આદિવાસી સંસ્કૃતિનું સૌથી પૌષ્ટિક અને પરંપરાગત ભોજન મનાય છે. વર્ષો પહેલા લગ્ન પ્રસંગોમાં આ જ ભોજન પીરસવામાં આવતું હતું, જેને આજે ફરી ચૂલી ગામે જીવંત કરવામાં આવ્યું હતું.

આજના પિઝા-પાસ્તા અને પંજાબી વાનગીઓના આકર્ષણ વચ્ચે, આ સમૂહ લગ્નમાં મહેમાનોને પીરસાઈ આદિવાસી સંસ્કૃતિની શાન સમાન ‘મકાઈની ઘાટ અને કઢી’. મકાઈના કરકરા દાણાને પાણીમાં બાફીને તૈયાર થતી પૌષ્ટિક ઘાટ અને લસણના વઘારવાળી તીખી કઢીની સોડમ આખા મંડપમાં પ્રસરી હતી. આ ભોજન માત્ર પેટ ભરવા માટે નહીં, પણ નવી પેઢીને પૂર્વજોના વારસાનો સ્વાદ ચખાડવા માટે રખાયું હતું. 

કેવી રીતે બને મકાઈની ઘાટ?

ઘાટ એ મકાઈમાંથી બનતી એક ઘટ્ટ વાનગી છે, જે દેખાવમાં અને બનાવટમાં રાબ કે ખીચડી જેવી લાગે છે, પણ તેનો સ્વાદ સાવ અલગ હોય છે. તેના માટે મકાઈને અધકચરી દળવામાં આવે છે જેને સ્થાનિક ભાષામાં ‘મકાઈના કરકરા કણ’ કે ‘ભરડો’ કહેવાય છે. સૌથી પહેલા એક મોટા વાસણમાં પાણી ગરમ કરવા મૂકવામાં આવે છે. પાણી ઉકળે એટલે તેમાં મકાઈનો ભરડો (કણ) નાખવામાં આવે છે. તેને સતત હલાવતા રહીને ધીમા તાપે પકવવામાં આવે છે. જ્યારે તે ઘટ્ટ થઈ જાય અને મકાઈ બરાબર ચડી જાય, ત્યારે તેને ઉતારી લેવાય છે. પરંપરાગત રીતે તેમાં કોઈ મસાલા હોતા નથી, તે એકદમ સાત્વિક હોય છે. મકાઈ ફાઈબરથી ભરપૂર હોય છે અને આ વાનગી તેલ-મસાલા વગરની હોવાથી અત્યંત પૌષ્ટિક છે. ઉનાળામાં તે શરીરને ઠંડક આપે છે.

આ પણ વાંચો: VIDEO: છોટા ઉદેપુરના આદિવાસીઓ માટે ટીમરૂના પાન ‘લીલું સોનું’, જંગલની પેદાશથી મળી રહી છે રોજગારી

સેવા સાથે સ્વાસ્થ્ય: બ્લડ ડોનેશન કેમ્પ

માત્ર લગ્ન જ નહીં, પણ સામાજિક જવાબદારીના ભાગરૂપે આ પ્રસંગે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આદિવાસી સમાજના યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કરીને લગ્નના અવસરને ‘સેવા ઉત્સવ’ માં ફેરવી દીધો હતો.

Next Post
VIDEO: રેવંત રેડ્ડીએ ‘ગુજરાત મોડલ’ જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t…

VIDEO: રેવંત રેડ્ડીએ 'ગુજરાત મોડલ' જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ
GUJARAT

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

કેશોદ એરપોર્ટ પર ૨૦૨૭ સુધીમાં એરબસ લેન્ડીગ થાય તે સરકારનો અભિગમ : કેન્દ્રિય મંત્રી ડૉ. માંડવિયા કેન્દ્રિય મંત્રી ડૉ. માંડવિયાએ...

Read more

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

રાજકોટમાં AD Estateના ભવ્ય કાર્યાલયનો શુભ પ્રારંભ; મહાનુભાવો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ રહ્યા સાક્ષી

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In