મુંબઈ : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ની વિશ્વના આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ ઉદ્યોગ પર ખાસ અસર નહીં પડવાના એઆઈ ઈમ્પેક્ટ સમિટના પ્રાથમિક અહેવાલો બાદ હવે અમુક નિષ્ણાંતોએ આગામી પાંચ વર્ષમાં સોફ્ટવેર સર્વિસિઝ ઉદ્યોગમાં નોકરીઓ ખતમ થઈ જવાના રજૂ કરેલા નિવેદન અને એઆઈ સાથે કદમ નહીં મિલાવનારી કંપનીઓનું અસ્તિત્વ નહીં રહે એવા અંદાજોએ આજે ફરી આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ શેરોમાં તેજીના વળતાં પાણી થયા હતા. ફંડોએ સાવચેતીમાં શેરોમાં ફરી ઉછાળે સેલિંગ કર્યું હતું. જેના પરિણામે ઈન્ડેક્સ બેઝડ આરંભિક કામકાજમાં સાવચેતી જોવાઈ હતી. અલબત ફંડો, મહારથીઓ બેંકિંગ-ફાઈનાન્સ, કેપિટલ ગુડઝ-પાવર, મેટલ-માઈનીંગ, ઓટોમોબાઈલ, હેલ્થકેર, ઓઈલ-ગેસ શેરોમાં લેવાલ રહેતાં બજાર પોઝિટીવ ઝોનમાં રહ્યું હતું. સેન્સેક્સ ૨૮૩.૨૯ પોઈન્ટ વધીને ૮૩૭૩૪.૨૫ અને નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૯૩.૯૫ પોઈન્ટ વધીને ૨૫૮૧૯.૩૫ બંધ રહ્યા હતા.
એઆઈ અસરની અનિશ્ચિતતા : નેગેટીવ રિપોર્ટે આઈટી શેરોમાં ફરી ફંડો વેચવાલ : હેક્ઝાવેર, એફલે ઘટયા
એઆઈની વિશ્વના સોફ્ટવેર સર્વિસિઝ ઉદ્યોગ પર ખાસ અસર નહીં થવાના અહેવાલથી વિપરીત એક નિષ્ણાંતે આ ક્ષેત્રે એઆઈની અસર અચૂક પડવાના અને ઉદ્યોગમાં પાંચ વર્ષમાં નોકરીઓ ખાસ નહીં રહેવાનું નિવેદન કરતાં ફંડો આઈટી શેરોમાં નવી ખરીદીમાં સાવચેત બની પ્રોફિટ બુકિંગ કર્યું હતું. હેક્ઝાવેર ટેકનોલોજી રૂ.૨૪.૩૦ તૂટીને રૂ.૫૭૧.૬૫, રેટગેઈન રૂ.૧૬.૩૫ ઘટીને રૂ.૫૬૨.૯૦, ઈન્ફોબિન રૂ.૨૪.૫૫ તૂટીને રૂ.૯૦૦.૮૦, એફલે રૂ.૪૧.૦૫ ઘટીને રૂ.૧૫૧૯.૪૦, બિરલા સોફ્ટ રૂ.૯.૫૫ ઘટીને રૂ.૩૭૫.૯૦, એક્સપ્લિઓ રૂ.૨૦.૭૫ ઘટીને રૂ.૮૩૧.૩૦, પર્સિસ્ટન્ટ રૂ.૧૦૮.૯૦ તૂટીને રૂ.૫૫૧૮.૪૫, ટીસીએસ રૂ.૨૨.૮૫ ઘટીને રૂ.૨૬૯૪.૬૦, ટેક મહિન્દ્રા રૂ.૨૦.૩૫ ઘટીને રૂ.૧૫૦૩.૭૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૧૩૨.૯૦ ઘટીને રૂ.૬૭૧૧.૭૫, કેપીઆઈટી ટેકનોલોજી રૂ.૧૬.૪૦ ઘટીને રૂ.૮૬૧.૯૫, વિપ્રો રૂ.૩.૮૦ ઘટીને રૂ.૨૧૨, ન્યુક્લિયસ રૂ.૧૩.૮૫ ઘટીને રૂ.૮૪૬.૬૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૩૫૫.૪૭ પોઈન્ટ ઘટીને ૩૧૬૨૪.૮૧ બંધ રહ્યો હતો.
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં સતત તેજી : પીએનબી, એયુ બેંક, યુનિયન બેંક, કેનેરા બેંક, એક્સિસમાં આકર્ષણ
બેંકિંગ-ફાઈનાન્સ ક્ષેત્રે બેંકિંગ સિસ્ટમમાં પ્રવાહિતાની સારી સ્થિતિ અને ધિરાણ વૃદ્વિને વેગ મળી શકે એવા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પગલાં સાથે સરકારના ઉદ્યોગોને પ્રોત્સાહનોની પોઝિટીવ અસરે આજે સતત ત્રીજા દિવસે બેંકિંગ શેરોમાં ફંડો લેવાલ રહ્યા હતા. પીએનબી રૂ.૩.૩૦ વધીને રૂ.૧૨૮.૧૫, એયુ બેંક રૂ.૨૨.૬૫ વધીને રૂ.૧૦૨૨.૪૫, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા રૂ.૪.૧૦ વધીને રૂ.૧૯૩, કેનેરા બેંક રૂ.૨.૮૫ વધીને રૂ.૧૫૧.૯૫, એક્સિસ બેંક રૂ.૨૦ વધીને રૂ.૧૩૭૭.૦૫ રહ્યા હતા. જ્યારે ચોઈસ ઈન્ટરનેશનલ રૂ.૩૯.૪૫ વધીને રૂ.૭૯૬.૫૦, એડલવેઈઝ રૂ.૬.૧૦ વધીને રૂ.૧૨૭.૬૦, અરિહંત કેપિટલ રૂ.૨.૬૮ વધીને રૂ.૭૮.૫૬, જેએમ ફાઈનાન્શિયલ રૂ.૪.૬૫ વધીને રૂ.૧૪૨.૬૦, પૂનાવાલા ફિન રૂ.૧૩.૫૦ વધીને રૂ.૪૯૦.૪૫, અરમાન ફિન રૂ.૪૪.૮૫ વધીને રૂ.૧૭૦૮.૫૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૪૯૫.૯૨ પોઈન્ટ વધીને ૬૯૧૫૩.૭૬ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં અવિરત ખરીદી : અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૬૨૬, એલજી ઈક્વિપ રૂ.૨૧ વધ્યા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ફંડોએ આજે સતત મોટી ખરીદી ચાલુ રાખી હતી. અપાર ઈન્ડસ્ટ્રીઝ ટેલીકોમ સર્વિસ બિઝનેસમાં પ્રવેશતા સતત આકર્ષણે રૂ.૬૨૬.૯૫ વધીને રૂ.૧૦,૧૭૨.૦૫, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૨૧ વધીને રૂ.૫૩૭.૬૦, સીજી પાવર રૂ.૨૦.૭૦ વધીને રૂ.૭૧૦.૭૫, ડાટા પેટર્નસ રૂ.૮૦.૬૫ વધીને રૂ.૨૮૯૮.૩૫, કમિન્સ ઈન્ડિયા રૂ.૧૨૯.૦૫ વધીને રૂ.૪૭૨૬.૬૦, જયોતી સીએનસી રૂ.૧૩.૨૦ વધીને રૂ.૮૫૫.૮૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૬૨૦.૭૮ પોઈન્ટ વધીને ૭૦૧૦૪.૬૨ બંધ રહ્યો હતો.
ચાંદીના ભાવો ફરી વધતાં મેટલ શેરોમાં ઘટાડે આકર્ષણ : જિન્દાલ સ્ટેનલેસ, જિન્દાલ સ્ટીલ, હિન્દાલ્કો વધ્યા
વિશ્વ બજારમાં ચાંદીના ભાવો ફરી ઘટયામથાળેથી વધી આવતાં અને ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ક્ષેત્રે આગામી દિવસોમાં મેટલની માંગ વધવાની અપેક્ષાએ પણ ફંડોએ આજે ઘટાડે ફરી મેટલ-માઈનીંગ શેરોમાં શોર્ટ કવરિંગ સાથે સિલેક્ટિવ ખરીદી કરી હતી. જિન્દાલ સ્ટેનલેસ રૂ.૨૨.૮૦ વધીને રૂ.૮૦૬, જિન્દાલ સ્ટીલ રૂ.૨૨.૦૫ વધીને રૂ.૧૦૨૩.૨૦, હિન્દાલ્કો રૂ.૧૪.૨૫ વધીને રૂ.૭૭૮.૫૦, સેઈલ રૂ.૧.૬૫ વધીને રૂ.૧૩૧.૯૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૪૮૫.૮૦ પોઈન્ટ વધીને ૩૯૫૨૮.૧૫ બંધ રહ્યો હતો.
ઓટોમોબાઈલ શેરોમાં આકર્ષણ જળવાયું : હ્યુન્ડાઈ, બજાજ ઓટો, મહિન્દ્રા, ભારત ફોર્જ, બોશ વધ્યા
ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ આજે સતત બીજા દિવસે ફંડોનું વેલ્યુબાઈંગ થયું હતું. હ્યુન્ડાઈ મોટર રૂ.૩૬.૧૫ વધીને રૂ.૨૨૨૬.૩૫, બજાજ ઓટો રૂ.૧૪૮.૭૦ વધીને રૂ.૯૯૭૮.૨૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૪૧.૧૦ વધીને રૂ.૩૫૩૦.૫, ભારત ફોર્જ રૂ.૧૯.૦૫ વધીને રૂ.૧૭૭૧.૮૫, બોશ રૂ.૩૦૦.૯૫ વધીને રૂ.૩૫,૬૯૬.૨૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૨૭.૧૬ પોઈન્ટ વધીને ૬૨૭૫૧.૯૮ બંધ રહ્યો હતો.
ઓઈલ-ગેસ શેરોમાં ફંડો રિલાયન્સ સહિતમાં ફંડો લેવાલ : પેટ્રોનેટ એલએનજી, બીપીસીએલ વધ્યા
ઓઈલ-ગેસ શેરોમાં પણ ફંડોએ આજે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાછળ ખરીદી કરી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૮.૪૫ વધીને રૂ.૧૪૪૧.૨૫, પેટ્રોનેટ એલએનજી રૂ.૭.૩૫ વધીને રૂ.૩૦૪, બીપીસીએલ રૂ.૫.૫૫ વધીને રૂ.૩૮૦.૭૫ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૧૭૮.૯૩ પોઈન્ટ વધીને ૨૯૦૭૦.૭૧ બંધ રહ્યો હતો.
એ ગુ્રપમાં ગોડફ્રે ફિલિપ, રત્નમણી, જયોતી સ્ટ્રકચર્સ, શીન્ડલર, જીએમડીસી, કોહાન્સ, કેઆરએનમાં તેજી
એ ગુ્રપના અન્ય પ્રમુખ વધનાર શેરોમાં આજે સિગારેટના ભાવો આઈટીસી સહિતે વધાર્યાના અહેવાલે ગોડફ્રે ફિલિપ રૂ.૪૧૨ વધીને રૂ.૨૪૭૯.૭૫, રત્નમણી રૂ.૩૪૫.૫૫ વધીને રૂ.૨૪૯૭.૪૦, જયોતી સ્ટ્રકચર્સ રૂ.૧.૧૮ વધીને રૂ.૧૨.૪૫, શીન્ડલર રૂ.૭૧.૯૦ વધીને રૂ.૯૨૧, જીએમડીસી રૂ.૩૪.૮૫ વધીને રૂ.૫૭૬.૮૦, કોહાન્સ રૂ.૧૮.૭૫ વધીને રૂ.૩૨૬.૪૫, કેઆરએન રૂ.૪૪.૯૫ વધીને રૂ.૭૯૦.૧૫, એચઈજી રૂ.૨૯.૭૦ વધીને રૂ.૫૫૩.૬૦, પાવર મેક રૂ.૯૧.૬૫ વધીને રૂ.૨૧૭૮.૫૦ રહ્યા હતા.
FPIs/FIIની કેશમાં રૂ.૧૧૫૪ કરોડના ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૪૪૦ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-બુધવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૧૫૪.૩૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી. કુલ રૂ.૯૭૨૦.૯૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૮૫૬૬.૫૮ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની આજે રૂ.૪૪૦.૩૪ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૨,૧૪૩.૭૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૭૦૩.૪૨ કરોડની વેચવાલી કરી હતી.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ખરીદી જળવાઈ છતાં ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ : ૨૧૮૭ શેરો પોઝિટીવ બંધ
સેન્સેક્સ, નિફટીમાં સતત ત્રીજા દિવસે તેજી આગળ વધ્યા સાથે આજે ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલી જળવાતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. અલબત ઘણા શેરોમાં પ્રોફિટ બુકિંગ થયું હતું. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૯૬ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૧૮૭ અને ઘટનારની સંખ્યા ૨૦૧૮ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૯૦ લાખ કરોડ વધીને રૂ.૪૭૨.૦૧ લાખ કરોડ
સેન્સેક્સ, નિફટીમાં તેજી આગળ વધ્યા સાથે આજે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં આકર્ષણ રહેતાં બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન એટલે કે રોકાણકારોની એક્ત્રિત સંપતિ આજે એક દિવસમાં રૂ.૧.૯૦ લાખ કરોડ વધીને રૂ.૪૭૨.૦૧ લાખ કરોડ રહી હતી.

















