• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, July 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ઉદ્યોગો માટે એકાદ- બે જાહેરાતને બાદ કરતા બજેટમાં કશું ખાસ નથી | nothing for industries in budget 202…

satyasamachar by satyasamachar
February 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ઉદ્યોગો માટે એકાદ- બે જાહેરાતને બાદ કરતા બજેટમાં કશું ખાસ નથી | nothing for industries in budget 202…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

Load More

વડોદરાઃ એકાદ- બે જાહેરાતને બાદ કરતા આ બજેટમાં ઉદ્યોગો માટે કશું ખાસ નથી તેમ વડોદરાના ઔદ્યોગિક સંગઠન ફેડરેશન ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝના સભ્યે કેન્દ્રીય બજેટ બાદ કહ્યું હતું.

એફજીઆઈના સભ્યોએ જણાવ્યું હતું કે, વડોદરા અને મધ્ય ગુજરાતમાં મોટાભાગે નાના અને મધ્યમ કદના ઉદ્યોગો છે.બજેટમાં એમએસએમઈ માટે ૧૦૦૦૦ કરોડના ફંડ અને ક્રેડિટ ગેરંટી સ્કીમમાં વધારાને બાદ કરવામાં આવે તો ઉદ્યોગો માટે કશું ખાસ નથી.કોર્પોરેટ ટેકસ રેટમાં પણ ઘટાડો કરાયો નથી.તરત જ ઉદ્યોગને લાભ થાય તેવી કોઈ જોગવાઈ આ બજેટમાં નજરે પડી નથી.એફજીઆઈએ  કેન્દ્રીય બજેટને ૧૦માંથી ૬.૫નો સ્કોર આપ્યો હતો.સભ્યોએ કહ્યું હતું કે,  વિદેશી રોકાણકારોએ શેર માર્કેટમાંથી બે લાખ કરોડ રુપિયાનું રોકાણ પાછું ખેંચ્યું છે.સરકાર કેપિટલ ગેઈન ટેક્સમાં ઘટાડો કરશે તેવી આશા પણ ઠગારી નિવડી છે.જેના કારણે નજીકના ભવિષ્યમાં વિદેશી રોકાણકારો શેર માર્કેટમાં પૈસા રોકે તેવી શક્યતા દેખાઈ રહી  નથી.

ડેટા સેન્ટરો માટેની જાહેરાતથી આઈટી સેકટરને વેગ મળશે

એફજીઆઈની મેનેજિંગ કમિટિના સભ્ય સંજીવ શાહે કહ્યું હતું કે, ભારતમાં કોઈ વિદેશી કંપની  ભારતીય કંપનીના સહયોગમાં ડેટા સેન્ટર સ્થાપિત કરે અને ભારતમાંથી બીજા દેશોમાં સર્વિસ પૂરી પાડે તો તેવી કંપનીઓને ૨૦૪૭ સુધી ટેક્સમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરાઈ છે.આ જાહેરાતથી આઈટી સેકટરને વેગ મળશે તેમજ આ સેકટરમાં નવી નોકરીઓનું પણ સર્જન થશે.જોકે તેની અસર જોવા મળતા સાત થી આઠ વર્ષ લાગી શકે છે.

કોઈ સીધી રાહત કે સબસિડી નહીં, સાધારણ બજેટ છે

નંદેસરી જીઆઈડીસી એસોસિએશનના પૂર્વ પ્રમુખ મોહન નાયરે કહ્યું હતું કે,બજેટમાં દરેક ક્ષેત્ર પર ધ્યાન અપાયું છે પણ કોઈ સીધી રાહત કે સબસિડી આપવામાં આવી નથી.ઉદ્યોગોની સાથે સાથે સામાન્ય માણસ માટે આ બજેટમાં કશું નથી.મારી દ્રષ્ટિએ આ બજેટ સાધારણ છે.

માળખાકીય સુવિધાઓ પર ભાર મૂકાયો છે

કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝના મધ્ય ગુજરાતના પ્રમુખ ઋત્વિક પટેલે કહ્યું હતું કે, હાઈ સ્પીડ કોરિડોર જેવા પ્રોજેકટની જાહેરાતોથી માળખાકીય સુવિધાઓ વિકસાવવા પર બજેટમાં ભાર મૂકાયો છે.આ માટે બજેટમાં કેપિટલ એક્પેન્ડિચર માટે લગભગ ૧૨ લાખ કરોડ રુપિયાની જોગવાઈ કરાઈ છે.ટીસીએસ દરમાં ઘટાડાથી વિદેશી મુસાફરી સસ્તી બનશે.એમએટીને અંતિમ કર તરીકે ગણતરીમાં લેવાની જાહેરાતથી કોર્પોરેટ ટેક્સ સરળ બનશે.

૫૦૦૦ કરોડની જોગવાઈ વડોદરાને ફાયદો મળી શકે

વડોદરા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ હિમાંશુ પટેલનું કહેવું હતું કે, આયાત -નિકાસના કાયદાઓને વધારે સરળ બનાવવાનું એલાન કરાયું છે.સેમિકન્ડકટર સેકટર માટે ૪૦૦૦૦ કરોડની ફાળવણી કરાઈ છે.ટાયર-૨ અને ટાયર-૩ શહેરોના વિકાસ માટે ૫૦૦૦ કરોડની જોગવાઈ કરાઈ છે.જેનો ફાયદો વડોદરાને પણ મળી શકે છે.બજેટ ભારતમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહ્યું છે.

અલગ- અલગ ડેડલાઈનના કારણે પોર્ટલ ક્રેશ નહીં થાય

ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયાના વડોદરા ચેપ્ટરના પ્રમુખ ધુ્રવન પરીખના કહેવા પ્રમાણે જેવી અપેક્ષા હતી તેવું જ બજેટ છે.ટેકસમાં રાહતની અપેક્ષા કોઈએ રાખી નહોતી.ટેકસને લઈને એક સારી જાહેરાત કરાઈ છે.જેમાં વ્યક્તિગત ટેક્સ ફાઈલ કરનારાઓ માટે ૩૧ જુલાઈ અને જેમને ઓડિટ કરાવવાનું હોય છે તેમના માટે ૩૦ સપ્ટેમ્બરની સમય મર્યાદા કરાઈ છે.જેનાથી ઈનકમ ટેક્સ વિભાગના પોર્ટલ પર લોડ ઓછો થશે અને પોર્ટલ ક્રેશ થવાની સમસ્યા નહીં આવે.

એમએસએમઈને કોર્પોરેટ મિત્રથી માર્ગદર્શન મળશે

સરકારે બાયોફાર્મા શક્તિ યોજનાની જાહેરાત કરી છે.જેના માટે ૧૦૦૦૦ કરોડની ફાળવણી કરી છે.સાથે સાથે સાત હાઈ સ્પીડ રેલ કોરિડોર અને નવા ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર બનવાથી ઉદ્યોગોને ફાયદો થશે.એમએસએમઈને માર્ગદર્શન મળે તે માટે ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા જેવી સંસ્થાઓની મદદથી કોર્પોરેટ મિત્રની નિમણૂંક કરાશે.આમ આ બજેટ દેશને લાંબા ગાળે સ્થિરતા આપશે.

ખેતી અને ખેડૂતો માટે ૧.૬૨ લાખ કરોડ ફાળવાયા

એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના રુરલ સ્ટડીઝ વિભાગના અધ્યાપક ડો.ભૂમિત શાહે કહ્યું હતું કે, ગ્રામીણ વિકાસનું બજેટ આઠ ટકા વધારો કરીને ૧.૯૦ લાખ કરોડ રુપિયા કરાયું છે.ખેતી અને ખેડૂત કલ્યાણ મંત્રાલય માટે ૧.૬૨ લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે.જે ગત વર્ષ કરતા સાત ટકા વધારે છે.જેની પાછળનો ઉદ્દેશ ખેડૂતોની આવક વધારવાનો છે.આ રકમમાંથી ૧૧ કરોડ ખેડૂતોને સીધી નાણાકીય સહાય, ચાર કરોડ ખેડૂતોને વીમો આપવાની યોજનાનો ખર્ચ થશે.ખેડૂતોને એઆઈની મદદથી સલાહ આપવા માટેનો પ્રોજેકટ લોન્ચ કરાશે.

Next Post
યુનિ.ના આર્કિઓલોજી વિભાગમાં સચવાયેલા ભગવાન બુધ્ધના અસ્થિને શ્રીલંકા લઈ જવાશે | relics of lord buddha…

યુનિ.ના આર્કિઓલોજી વિભાગમાં સચવાયેલા ભગવાન બુધ્ધના અસ્થિને શ્રીલંકા લઈ જવાશે | relics of lord buddha...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું
GUJARAT

વિશ્વ સિંહદિવસની કાર્યશાળાનું આયોજન સાસણમાં સંપન્ન થયું

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા)ગુજરાતમાં દર વર્ષે 10મી ઓગસ્ટ ના રોજ વિશ્વ સિંહ દિવસની ઉજવણીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં...

Read more

નરસિંહ મહેતા યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને કોલેજ પ્રિન્સિપાલ દ્વારા જેન-ઝી (Gen-Z) વિદ્યાર્થી આંદ…

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In