• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 10, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

આંત્રોલીમાં મારામારીના આરોપીઓને પોલીસ પંચનામા માટે લાવતા હોબાળો | Uproar as police bring accused of …

satyasamachar by satyasamachar
March 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
આંત્રોલીમાં મારામારીના આરોપીઓને પોલીસ પંચનામા માટે લાવતા હોબાળો | Uproar as police bring accused of …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

કુડા ચોકડી પાસે ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા મહિલાને ગંભીર ઇજા | Woman seriously injured after truc…

કુપોષિત-અતિકુપોષિત બાળકોને પોષણના ફાંફા છતાં મ્યુનિ.કાર્યક્રમોમાં હાઈ- ટી,નાસ્તા પાછળ એક કરોડનું આંધ…

બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં ભરીશું | We will take strict action against …

Load More

– આરોપીઓના વરઘોડાની માંગ સાથે આઉટ પોસ્ટનો ઘેરાવો

– આરોપીઓને પોલીસ વાનમાંથી બહાર ન કાઢતા રોષ : ગ્રામજનો અને પોલીસ વચ્ચે લાંબો સમય સુધી ઘર્ષણ 

નડિયાદ : કપડવંજ તાલુકાના આંત્રોલી ગામે થોડા દિવસો પૂર્વે થયેલી હિંસક મારામારીની ઘટનામાં પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓને ઘટનાસ્થળે પંચનામા માટે લાવવામાં આવ્યા હતા. આ સમયે આરોપીઓને પોલીસ વાનમાંથી બહાર કાઢવા અને તેમના વરઘોડાની માંગ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. ઉશ્કેરાયેલા લોકોએ આંત્રોલી આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીને ઉગ્ર સૂત્રોચ્ચાર કરતા મામલો ગરમાયો હતો.

આંત્રોલી ગામમાં ગત ૬ માર્ચના રોજ બે પક્ષો વચ્ચે જૂની અદાવતમાં લોહીયાળ જંગ ખેલાયો હતો. આ મારામારીમાં એક મહિલા અને એક પુરૂષને ગંભીર ઈજાઓ પહોંચી હતી. મહિલાના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા વાગતા તેની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ હુમલાને પગલે ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને ભોગ બનનાર પક્ષ દ્વારા આતરસુંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આ મામલે કુલ ૬ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ફરિયાદના આધારે આતરસુંબા પોલીસે કાર્યવાહી કરતા મુખ્ય આરોપીઓ બાપ-દીકરાની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓમાં નિકુંજ રાજેશ પટેલ અને રાજેશ રતિલાલ પટેલનો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓને કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે તપાસ અધિકારીઓ દ્વારા પંચનામું કરવા માટે પોલીસ વાનમાં આંત્રોલી ગામમાં લાવવામાં આવ્યા હતા.

જ્યારે પોલીસની ગાડી આરોપીઓને લઈને ગામમાં પહોંચી ત્યારે મોટી સંખ્યામાં ગ્રામજનો અને ફરિયાદી પક્ષના લોકો ત્યાં એકઠાં થઈ ગયા હતા. પોલીસ દ્વારા આરોપીઓને પંચનામું કરવા માટે લાવવામાં તો આવ્યા હતા, પરંતુ સુરક્ષાના કારણોસર તેમને સરકારી ગાડીની બહાર કાઢવામાં આવ્યા નહોતા. આરોપીઓ ગાડીની અંદર જ હોવાનું જોઈને હાજર રહેલા ગ્રામજનો ભારે રોષે ભરાયા હતા અને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યાં હતા.

સ્થાનિક લોકોએ આરોપીઓને ગાડીમાંથી નીચે ઉતારી તેમનો વરઘોડો કાઢવાની માંગણી કરી હતી. ગ્રામજનોનું કહેવું હતું કે, આરોપીઓએ ગામમાં આતંક મચાવી ગંભીર ગુનો કર્યો છે, તેથી તેમને જાહેરમાં લાવવા જોઈએ. આ માંગણી સંતોષવામાં ન આવતા લોકોના ટોળાએ આંત્રોલી આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન તરફ કૂચ કરી હતી અને આખા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી લીધો હતો.

ગામમાં તંગદિલી વધતા આતરસુંબા પોલીસના અન્ય અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોકોના ટોળાને વિખેરવા અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે પોલીસે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ દરમિયાન પોલીસ સ્ટેશનની બહાર લોકોએ સૂત્રોચ્ચાર કરીને ન્યાયની માંગ કરી હતી. બીજી તરફ ઈજાગ્રસ્ત મહિલાની સ્થિતિ હજુ પણ ગંભીર હોવાથી ગામમાં શોક અને રોષની લાગણી જોવા મળી રહી છે. હાલમાં આંત્રોલી ગામમાં પોલીસ દ્વારા વધારાનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે. પોલીસે ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે, કાયદો પોતાનું કામ કરી રહ્યો છે અને તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જોકે, આરોપીઓના વરઘોડાની માંગ પર અડગ રહેલા ગ્રામજનો અને પોલીસ વચ્ચે લાંબો સમય સુધી ઘર્ષણ ચાલ્યું હતું.

Next Post
મહુધામાં ‘મૃતક’ને જીવતા બતાવી બોગસ પાવર ઓફ એટર્ની બનાવીને જમીન હડપવાનું ષડયંત્ર | Conspiracy to grab…

મહુધામાં 'મૃતક'ને જીવતા બતાવી બોગસ પાવર ઓફ એટર્ની બનાવીને જમીન હડપવાનું ષડયંત્ર | Conspiracy to grab...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

કુડા ચોકડી પાસે ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા મહિલાને ગંભીર ઇજા | Woman seriously injured after truc…

કુડા ચોકડી પાસે ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા મહિલાને ગંભીર ઇજા | Woman seriously injured after truc…

કુપોષિત-અતિકુપોષિત બાળકોને પોષણના ફાંફા છતાં મ્યુનિ.કાર્યક્રમોમાં હાઈ- ટી,નાસ્તા પાછળ એક કરોડનું આંધ…

કુપોષિત-અતિકુપોષિત બાળકોને પોષણના ફાંફા છતાં મ્યુનિ.કાર્યક્રમોમાં હાઈ- ટી,નાસ્તા પાછળ એક કરોડનું આંધ…

બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં ભરીશું | We will take strict action against …

બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં ભરીશું | We will take strict action against …

વી.એસ.હોસ્પિટલને મૃતપાય કરી નાંખી હવે SVP હોસ્પિટલના ICU માં ચાર વર્ષમાં ૪૬૦૪ દર્દીઓના મોત થયાં | VS…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
કુડા ચોકડી પાસે ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા મહિલાને ગંભીર ઇજા | Woman seriously injured after truc…
GUJARAT

ધ્રાંગધ્રા પંથકમાં બેફામ દોડતા ડમ્પરોનો ત્રાસ ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ ઃ ટ્રક ચાલક સામેકાર્યવાહીની તજવીજ હાથ ધરાઇ ધ્રાંગધ્રા...

Read more

કુપોષિત-અતિકુપોષિત બાળકોને પોષણના ફાંફા છતાં મ્યુનિ.કાર્યક્રમોમાં હાઈ- ટી,નાસ્તા પાછળ એક કરોડનું આંધ…

બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં ભરીશું | We will take strict action against …

વી.એસ.હોસ્પિટલને મૃતપાય કરી નાંખી હવે SVP હોસ્પિટલના ICU માં ચાર વર્ષમાં ૪૬૦૪ દર્દીઓના મોત થયાં | VS…

સુરેન્દ્રનગરમાં રેશનિંગ દુકાનદારોએ કમિશન અને પડતર પ્રશ્નો મુદ્દે રોષ | Ration shopkeepers in Surendr…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In