![]()
– આધારમાં માત્ર ફોટો – ક્યુઆરના અહેવાલ
– આવા ફેક ન્યૂઝ પર ભરોસો ન કરો, આધાર કાર્ડમાં ફેરફારની કોઈ યોજના નથી : યુઆઈડીએઆઈ
નવી દિલ્હી : આધાર કાર્ડની ડિઝાઈન આ વર્ષના અંત સુધીમાં સદંતર બદલાઈ જશે અને એમાં નામ, નંબર જન્મતારીખ, એડ્રેસ જેવી વિગતો નહીં હોય, તેના બદલે માત્ર ફોટો અને ક્યૂઆર કોડ હશે એવા અહેવાલો ઘણાં દિવસથી ચાલતા હતા.
આ સંદર્ભમાં ધ યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (યુઆઈડીએઆઈ)ના એક સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું: ‘ઘણાં ન્યૂઝ અહેવાલો અને સોશિયલ મીડિયામાં એવી અફવા ચાલી રહી છે કે ડિસેમ્બર મહિના સુધીમાં આધાર કાર્ડની ડિઝાઈન બદલાઈ જશે ને એમાં માત્ર ફોટો અને ક્યૂઆર કોડ જ હશે.પરંતુ આ વાત સત્ય નથી.
આધાર કાર્ડમાં કોઈ ફેરફાર કરવાની યોજના નથી. આવા અહેવાલો અને સોશિયલ મીડિયા પોસ્ટથી લોકોમાં મૂંઝવણ વધે છે. આવા અહેવાલો પર ધ્યાન ન આપો.
અમારી સત્તાવાર જાણકારી પર ભરોસો કરો.’ અગાઉ મિનિસ્ટ્રી ઓફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટીના સોશિયલ મીડિયામાં પણ આવા અહેવાલો પર વિશ્વાસ ન કરવાની અપીલ થઈ હતી, છતાં કેટલાય દિવસથી આવા અહેવાલો ખૂબ ફરી રહ્યા છે.















