– શાસક પક્ષે સળંગ ત્રીજી ટર્મ માટે સત્તા મેળવી
– ભાજપને 82 બેઠકો મળી, સહયોગી પક્ષોને 10-10 બેઠક મળી, કોંગ્રેસને 21 જ બેઠક મળી
ગુવાહાટી : આસામમાં શાસક પક્ષ એનડીએએ સળંગ ત્રીજી ટર્મ માટે સત્તા મેળવી છે અને તે પણ બે તૃતિયાંશ બહુમતીથી સત્તા મેળવી છે. આસામની વિધાનસભામાં કુલ ૧૨૬ બેઠકમાંથી ૧૦૧ બેઠક એનડીએએ જીતી છે. તેમા ભાજપને ૮૨ બેઠક, બોડો પીપલ્સ ફ્રન્ટ અને અસોમ ગણપરિષદને ૧૦-૧૦ બેઠક મળી છે. આસામના સીએમ હિમન્તા બિસ્વાએ સળંગ છઠ્ઠી વખત ચૂંટણી જીતી છે.
હિમન્તા બિસ્વા સર્માએ જાલુકબારી મતવિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર બિદિશ નીઓગને ૮૯,૪૩૪ મતથી હરાવ્યા હતા. હરીફમાં કોંગ્રેસે ૨૧ બેઠક જીતી છે. જયારે અન્યને ત્રણ બેઠક મળી છે. તેમા બદરુદ્દીન અજમલની એઆઈયુડીએફ અને અખિલ ગોગોઇની રાઇગોર દલને એક-એક બેઠક મળી છે અને ટીએમસીને એક બેઠક મળી છે.
આ ચૂંટણીમાં સૌથી મોટો ફટકો પડયો હોય તો કોંગ્રેસને પડયો છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગૌરવ ગોગોઈ જોરહટમાં પીઝ રાજકારણી અને ભાજપના વર્તમાન ધારાસભ્ય હિતેન્દ્રનાથ ગોસ્વામી સામે ૨૩,૧૮૧ મતથી હારી ગયા હતા. વિજયી બન્યા હોય તેવા ભાજપના જાણીતા ચહેરાઓમાં પ્રધાન અજન્તા નીઓગ ગોલઘાટથી રાણોજ પેગુ ધેમાજીથી, પિજુશ હઝારિકા જાગિરોડથી, કૌશિક રાય લખીપુરથી અને પ્રશાંત ફુકન દિબુ્રગઢથી, ક્રિષ્નેન્દુ પૌલ પઠારકંડીથી અને બિમલ બોરાહ ટિન્કોંંગથી જીત્યા હતા.
વિધાનસભાના સ્પીકર શ્શ્વજીત ડૈમેરી તામુલપુર મતવિસ્તારમાંથી જીત્યા હતા. તેમણે બીટીસીના ભૂતપૂર્વ વડા પ્રમોદ બોરોને હરાવ્યા હતા. એજીપીના પ્રધાનો અતુલ બોરા અને કેશાવ મહંતાએ તેમની બોકાખાટ અને કાલિયાબોર મતવિસ્તારમાંથી વિજય મેળવ્યો હતો, જ્યારે ફર્સ્ટ ટાઇમર તપન દાસ દિમોરિયા સીટ જીત્યા હતા. બીપીએફ ઉમેદવારોમાં જોઈએ તો ચરણ બોરો તેમના મઝબત મતવિસ્તારમાં તેમનું પ્રભુત્વ જાળવી રાખ્યુ હતુ. આ સિવાય બકસામાં માનેસ્વર બ્રહ્મા જીત્યા હતા, સિદ્ધિ ચિરાંગમા પનિરામ બ્રહ્મ, માનસમાં થાનેશ્વર બસુમૈત્રય, ઉદલગુરીમાં રિહોન દૈમરી અને બીટીસીના વડા હગરામા મોહિલારીની પત્ની સેવલી કોકરાઝારથી જીત્યા હતા.
કોંગ્રેસના ઉમેદવાર આસિફ મોહમ્મદ નઝર અને આફતાબુદ્દીન મોલ્લાહે લાહરિયાઘાટ અને જબાલેશ્વર મતવિસ્તારમાંથી જીત્યા હતા. એઆઇયુડીએફના ચીફ બદરુદ્દીન અજમલ બિન્નાકંડી અને મઝીપુર રહમાન દાલગાંવથી જીત્યા હતા. રૈજોર દાલના પ્રમુખ અખિલ ગોગોઈએ તેમની બેઠક જાળવી રાખી હતી,રૈજોર દલ પ્રમુખ અખિલ ગોગોએ સિબાસાગર બેઠક જાળવી હતી, જ્યારે બીજા પક્ષના સભ્ય મેહબૂબ મુખ્તારે ધિંગની બેઠક જીતી હતી અને તૃણમૂલ કોંગ્રેસના શેરમાન અલી માંડિયા બેઠક જીતી હતી.
આ સિવાય ચૂંટણી હારનારા જાણીતા ચહેરામાં વિપક્ષમાં દેવવ્રત સૈકિયા અને રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા રિપુન બોરાનો સમાવેશ થાય છે.















