• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, May 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલમાં ચોથીવાર ભાવવધારો: પંપ પર ‘નો સ્ટોક’ના પાટિયા, રૂ.1000ની લિમિટથી વાહનચાલકો…

satyasamachar by satyasamachar
May 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલમાં ચોથીવાર ભાવવધારો: પંપ પર ‘નો સ્ટોક’ના પાટિયા, રૂ.1000ની લિમિટથી વાહનચાલકો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીનો કકળાટ યથાવત : ચાર મહિનાથી પૂરતું પાણી ન મળતા રહીશોનો હોબાળો | Water…

વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીનો કકળાટ યથાવત : ચાર મહિનાથી પૂરતું પાણી ન મળતા રહીશોનો હોબાળો | Water…

કેરાલા પોલીસના કોન્સ્ટેબલોને ધક્કો મારી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી ડ્રગ્સ કેસનો આરોપી હાથકડી સાથે …

કેરાલા પોલીસના કોન્સ્ટેબલોને ધક્કો મારી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી ડ્રગ્સ કેસનો આરોપી હાથકડી સાથે …

કાનપુરમાં પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટર દૂર રોડ રેજની ઘટનામાં પિતા-પુત્રની હત્યા, સોનીપતમાં ફ્લેટમાં…

કાનપુરમાં પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટર દૂર રોડ રેજની ઘટનામાં પિતા-પુત્રની હત્યા, સોનીપતમાં ફ્લેટમાં…

Load More

Petrol-Diesel Price Hike: ચૂંટણીઓ પૂર્ણ થતાંની સાથે જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ગણતરીના દિવસોમાં ચોથી વખત વધારો ઝીંકવામાં આવતા સામાન્ય જનતા અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. એક તરફ ભાવવધારાનો આકરો માર છે, તો બીજી તરફ કેટલાક પેટ્રોલ પંપો પર ઈંધણ ના હોવાના પાટિયા લાગી ગયા છે. ડીઝલના વેચાણ પર માત્ર 1000 રૂપિયાની મર્યાદા લાદવામાં આવતા વાહનચાલકોની હાલાકી બેવડાઈ છે. 

એક્સાઇઝ ડ્યુટી અને વેટમાં ઘટાડો કરવા માંગ

આંતરરાષ્ટ્રીય બજાર અને યુદ્ધના કારણો વચ્ચે લોકો સરકારની નીતિઓ અને ખાસ કરીને ચૂંટણી પછી તરત જ થયેલા આ વધારા સામે સવાલો ઉઠાવી રહ્યા છે. જોકે, નાગરિકો દેશહિતમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને સમજે છે અને સાથ આપવા પણ તૈયાર છે. પરંતુ સતત વધતા ખર્ચા અને સ્થિર આવક વચ્ચે પિસાઈ રહેલા મધ્યમ વર્ગને રાહત આપવા માટે સરકાર તાત્કાલિક એક્સાઇઝ ડ્યુટી અને વેટમાં ઘટાડો કરે તેવી લોકોમાંથી પ્રબળ માંગ ઊઠી રહી છે.

આ ભાવ વધારા અંગે લોકોની પ્રતિક્રિયા

વાહનચાલક ઉમેશભાઈએ જણાવ્યું કે, ‘સરકાર કહે છે કે આંતરરાષ્ટ્રીય માર્કેટના લીધે ભાવ વધે છે, પરંતુ ખરેખર તો જ્યારે ચૂંટણી હોય કે સરકાર પક્ષી માહોલ હોય ત્યારે ભાવ નિયંત્રણમાં રહે છે અને ચૂંટણી પત્યા પછી એક જ અઠવાડિયામાં ચાર-ચાર વાર ભાવ વધારવામાં આવે છે. અત્યારે ભારતની જિયોપોલિટિકલ સ્થિતિ ભલે ગમે તે હોય. પરંતુ સરકારની અમુક નીતિઓમાં પણ મને ખોટ દેખાય છે અને પેટ્રોલ પંપ પર ચાલતી કાળાબજારી પર સરકારે ખાસ ધ્યાન આપવું જોઈએ. પીએમ મોદી સાહેબે જે અપીલ કરી છે, તે પ્રમાણે અમે દેશની આ મહામારી અને મુસીબતમાં સાથ આપવા તથા પબ્લિક ટ્રાન્સપોર્ટ વાપરવા તૈયાર છીએ, પરંતુ સામાન્ય માણસની આવક એની એ જ છે અને સામે ખર્ચા સતત વધી રહ્યા છે.’

ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલમાં ચોથીવાર ભાવવધારો: પંપ પર 'નો સ્ટોક'ના પાટિયા, રૂ.1000ની લિમિટથી વાહનચાલકો ત્રાહિમામ 2 - image
ઉમેશભાઈ

પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા અંગે ઉમેશભાઈ જમાવ્યું હતું કે, ‘ટ્રાન્સપોર્ટેશન અને અન્ય કોઈ પણ કામધંધા માટે પેટ્રોલ-ડીઝલ ખૂબ જ જરૂરી વસ્તુ છે, અને તેમાં ભાવ વધવાથી સામાન્ય માણસના ખિસ્સા પર ખૂબ જ મોટો બોજો પડી રહ્યો છે. સામાન્ય જનતાને એક્સાઇઝ ડ્યુટી અને વેટ અંગે ઊંડું જ્ઞાન નથી હોતું. પરંતુ અમે એટલું જ ઈચ્છીએ છીએ કે સરકાર મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને તેમને અનુકૂળ કાયદા અને એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરે. જો મારી સામે દેશના વડાપ્રધાન અને નાણામંત્રી ઊભા હોય, તો હું તેમને એક જ પ્રશ્ન પૂછીશ કે તમે એક અઠવાડિયું મધ્યમ વર્ગીય પરિવારની જગ્યાએ આવીને જુઓ કે તેઓ કેવી રીતે સંઘર્ષ કરી રહ્યા છે. તમે આ વસ્તુ ખુદ અનુભવશો તો જ તમને ખબર પડશે કે મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લીધે મધ્યમ વર્ગની હાલત અત્યારે કેટલી કફોડી બની ગઈ છે.’

આ પણ વાંચો: મોંઘવારીનો ઝટકો: પેટ્રોલ ₹100 ને પાર, ડીઝલ પણ મોંઘું, ચાલુ મહિને ચોથી વખત ભાવ વધારો

‘સરકારે વેટ ઓછો કરવો જ જોઈએ’

એન્ય એક વાહનચાલક ઉદયકુમાર કુલકર્ણીએ જણાવ્યું કે, ‘અત્યારે જે ભાવ વધી રહ્યા છે તે યુદ્ધના સંજોગો અને ક્રૂડ ઓઈલ લાવવા માટેના સમુદ્રી માર્ગો બંધ હોવાના કારણે છે. ટેક્સના પૈસાથી દેશમાં રોડ-બ્રિજ બને છે એ સાચું, પરંતુ દેશ માટે થોડું સહન કરતી જનતા પર બોજો વધે ત્યારે સરકારે વેટ ઓછો કરવો જ જોઈએ. મને એ વાતનો અફસોસ છે કે ચૂંટણી સમયે નેતાઓએ કશું ન કીધું અને રિઝલ્ટ આવ્યા પછી તરત જ આ પ્રકારના સ્ટેટમેન્ટ આપી રહ્યા છે.’

ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલમાં ચોથીવાર ભાવવધારો: પંપ પર 'નો સ્ટોક'ના પાટિયા, રૂ.1000ની લિમિટથી વાહનચાલકો ત્રાહિમામ 3 - image
ઉદયકુમાર કુલકર્ણી

ટ્રાન્સપોર્ટના માલ સામાનની હેરફેર કરતા બાદલ સરદારજીએ જણાવ્યું કે, ‘હું વાહનની ટાંકી ફૂલ કરાવવા આવ્યો હતો પણ મને પંપ પરથી માત્ર 1000 રૂપિયાનું જ ડીઝલ મળ્યું. લાંબા અંતર સુધી માલ સામાનની હેરફેર કરવાની હોય ત્યારે પૂરું ઇંધણ ન મળવાથી ધંધો ખોરવાયો છે. જો કોઈ માણસ 20,000 રૂપિયા કમાતો હોય તો તેમાંથી 7-8 હજાર તો માત્ર પેટ્રોલ-ડીઝલમાં જતા રહે છે. ગેસના ભાવ પણ એટલા વધી ગયા છે કે સામાન્ય માણસનું પિક્ચર જ પૂરું થઈ ગયું છે.’

ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલમાં ચોથીવાર ભાવવધારો: પંપ પર 'નો સ્ટોક'ના પાટિયા, રૂ.1000ની લિમિટથી વાહનચાલકો ત્રાહિમામ 4 - image
બાદલ સરદારજી

બાદલ સરદારજીએ જણાવ્યું કે, ‘સરકાર વેટ ઘટાડતી નથી એ અંગે હું કંઈ બોલવા માંગતો નથી. કારણ કે જો અમે સરકાર સામે બોલીશું તો તેઓ અમારા પર જ ચડી બેસશે, અને મારી એટલી હેસિયત પણ નથી કે હું વડાપ્રધાનને આંખમાં આંખ મિલાવીને કોઈ પ્રશ્ન પૂછી શકું.’

ગંભીર આર્થિક કટોકટી તરફ આગળ વધતી સ્થિતિ

ટ્રાન્સપોર્ટેશન અને રોજિંદા કામધંધા માટે પેટ્રોલ-ડીઝલ પાયાની જરૂરિયાત છે. તેના ભાવ વધવાથી શાકભાજીથી લઈને તમામ જીવનજરૂરી ચીજવસ્તુઓ મોંઘી થવાની આશંકા સેવાઈ રહી છે. હવે જોવાનું એ રહેશે કે સતત ઘેરાઈ રહેલી જનતાની બૂમ સાંભળીને કેન્દ્ર અને રાજ્ય સરકાર ટેક્સના દરમાં કોઈ ઘટાડો કરે છે કે મધ્યમ વર્ગે આ મોંઘવારીની આગમાં હજુ વધુ હોમાવવું પડશે.

Next Post
કેરાલા પોલીસના કોન્સ્ટેબલોને ધક્કો મારી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી ડ્રગ્સ કેસનો આરોપી હાથકડી સાથે …

કેરાલા પોલીસના કોન્સ્ટેબલોને ધક્કો મારી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી ડ્રગ્સ કેસનો આરોપી હાથકડી સાથે ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીનો કકળાટ યથાવત : ચાર મહિનાથી પૂરતું પાણી ન મળતા રહીશોનો હોબાળો | Water…

વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીનો કકળાટ યથાવત : ચાર મહિનાથી પૂરતું પાણી ન મળતા રહીશોનો હોબાળો | Water…

કેરાલા પોલીસના કોન્સ્ટેબલોને ધક્કો મારી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી ડ્રગ્સ કેસનો આરોપી હાથકડી સાથે …

કેરાલા પોલીસના કોન્સ્ટેબલોને ધક્કો મારી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી ડ્રગ્સ કેસનો આરોપી હાથકડી સાથે …

ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલમાં ચોથીવાર ભાવવધારો: પંપ પર ‘નો સ્ટોક’ના પાટિયા, રૂ.1000ની લિમિટથી વાહનચાલકો…

ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલમાં ચોથીવાર ભાવવધારો: પંપ પર ‘નો સ્ટોક’ના પાટિયા, રૂ.1000ની લિમિટથી વાહનચાલકો…

કાનપુરમાં પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટર દૂર રોડ રેજની ઘટનામાં પિતા-પુત્રની હત્યા, સોનીપતમાં ફ્લેટમાં…

કાનપુરમાં પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટર દૂર રોડ રેજની ઘટનામાં પિતા-પુત્રની હત્યા, સોનીપતમાં ફ્લેટમાં…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીનો કકળાટ યથાવત : ચાર મહિનાથી પૂરતું પાણી ન મળતા રહીશોનો હોબાળો | Water…
GUJARAT

વડોદરાના પૂર્વ વિસ્તારમાં પાણીનો કકળાટ યથાવત : ચાર મહિનાથી પૂરતું પાણી ન મળતા રહીશોનો હોબાળો | Water…

Vadodara Dirty Water : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી અનેક સોસાયટીઓમાં પાણીની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બનતી જઈ રહી છે....

Read more

કેરાલા પોલીસના કોન્સ્ટેબલોને ધક્કો મારી રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાંથી ડ્રગ્સ કેસનો આરોપી હાથકડી સાથે …

ચૂંટણી બાદ પેટ્રોલ-ડીઝલમાં ચોથીવાર ભાવવધારો: પંપ પર ‘નો સ્ટોક’ના પાટિયા, રૂ.1000ની લિમિટથી વાહનચાલકો…

કાનપુરમાં પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટર દૂર રોડ રેજની ઘટનામાં પિતા-પુત્રની હત્યા, સોનીપતમાં ફ્લેટમાં…

NEET પેપર લીક: 18 વર્ષની ભાગ્યશ્રીની આત્મહત્યા બાદ દેશભરમાં શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ | NEET U…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In