• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, October 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

ટેરિફની જેમ યુદ્વના નામે વિશ્વને ડોલાવતા ટ્રમ્પ : પ્રત્યાઘાતી ચાલે સેન્સેક્સ 640 પોઈન્ટ વધ્યો | Trum…

satyasamachar by satyasamachar
March 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
ટેરિફની જેમ યુદ્વના નામે વિશ્વને ડોલાવતા ટ્રમ્પ : પ્રત્યાઘાતી ચાલે સેન્સેક્સ 640 પોઈન્ટ વધ્યો | Trum…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Load More

મુંબઈ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી અમેરિકાનું સુકાન સંભાળ્યું ત્યારથી વિશ્વભરમાં અનિશ્ચિતતા સાથે અસ્થિરતા સર્જવાનું ચાલુ રાખ્યું હતું. અગાઉ અનેક દેશો પર આકરાં ટેરિફ લાદીને કભી હા કભી ના ની જેમ ટેરિફ વધારી, પછી ઘટાડી, ફરી વધારવાના તુઘલઘી નિર્ણયો લઈને વિશ્વને નચાવતા રહ્યા બાદ હવે આ કહેવાતાં વિશ્વશાંતી દૂત હકીકતમાં યમદૂત બનેલા ટ્રમ્પે હવે યુદ્વના નામે જાણે ખેલો કરી રહ્યા હોય એમ વૈશ્વિક બજારોને યુદ્વના નામે પોતાની મનસૂફી મુજબ ડોલાવી રહ્યા છે. અનેક વખત રંગ બદલવા અને અનિશ્ચિતતા સર્જવા માટે કુખ્યાત બનેલા ટ્રમ્પ ઈરાન યુદ્વ ટૂંક સમયમાં જ પૂરું થઈ જવાનું નિવેદન કરીને અને ક્રુડ ઓઈલના ભાવોમાં મોટો ઘટાડો જોવાશે એવું નિવેદન કરીને વૈશ્વિક બજારમાં ક્રુડ ઓઈલના ભાવમાં ઊંચા મથાળેથી ૧૦ ટકાનો ઘટાડો લાવ્યા બાદ આજે વૈશ્વિક ઈક્વિટી બજારોમાં પ્રત્યાઘાતી સુધારો લાવ્યો હતો. ભારતીય શેર બજારોમાં પણ આજે વૈશ્વિક ચાલે ધોવાણ અટકીને શેરોમાં ઓવરસોલ્ડ પોઝિશન કવર થવા સાથે ફંડોની સિલેક્ટિવ ખરીદી થતાં રિકવરી જોવાઈ હતી. આ સાથે મ્યુચ્યુઅલ ફંડોના માસિક આંકડા પડકારરૂપ વૈશ્વિક પરિબળો વચ્ચે રિકવરીના આવતાં પણ બજારને આંશિક ટેકો મળ્યો હતો. ઓટોમોબાઈલ, બેંકિંગ-ફાઈનાન્સ, કેપિટલ ગુડઝ-પાવર, મેટલ-માઈનીંગ, હેલ્થકેર-ફાર્મા, એફએમસીજી, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં કવરિંગની તેજી જોવાઈ હતી. અલબત બજારમાં હજુ વિશ્વાસની કટોકટી કાયમ રહી હતી. સેન્સેક્સ   ૬૩૯.૮૨ પોઈન્ટ વધીને ૭૮૨૦૫.૯૮ અને નિફટી ૫૦ સ્પોટ ૨૩૩.૫૫ પોઈન્ટ વધીને ૨૪૨૬૧.૬૦ બંધ રહ્યા હતા. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ સાંજે નાયમેક્ષ-ન્યુયોર્ક ક્રુડના બેરલ દીઠ ૪.૨૨ ડોલર ઘટીને ૯૦.૫૫ ડોલર નજીક અને બ્રેન્ટ ક્રુડના બેરલ દીઠ ૫.૪૨ ડોલર ઘટીને ૯૩.૫૪ ડોલર નજીક રહ્યા હતા.

ઓટો ઈન્ડેક્સની ૧૬૮૨ પોઈન્ટની છલાંગ : મધરસન, ટીવીએસ મોટર, હીરો, ટાટા મોટર્સ વધ્યા

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ઓવરસોલ્ડ પોઝિશન આજે મોટી કવર થતાં અને ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડા સાથે યુધ્ધ ટૂંક સમયમાં પૂરું થવાના ટ્રમ્પના નિવેદન વચ્ચે ફંડોએ ઘટાડે પસંદગીની ખરીદી કરી હતી. મધરસન સુમી રૂ.૫.૫૦ વધીને રૂ.૧૨૩.૪૫, ટીવીએસ મોટર રૂ.૧૫૭.૭૦ વધીને રૂ.૩૭૮૫.૨૫,  હીરો મોટોકોર્પ રૂ.૨૨૭.૨૫ વધીને રૂ.૫૭૦૯.૬૦, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ રૂ.૧૩.૧૫ વધીને રૂ.૩૪૫.૧૦, આઈશર મોટર્સ રૂ.૨૬૪.૫૫ વધીને રૂ.૭૫૩૩.૯૦, અશોક લેલેન્ડ રૂ.૬.૬૫ વધીને રૂ.૧૯૩.૫૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૦૫.૦૫ વધીને રૂ.૩૨૯૨.૩૦, ઉનો મિન્ડા રૂ.૩૪.૪૦ વધીને રૂ.૧૧૧૫.૪૫, મારૂતી સુઝુકી રૂ.૩૬૫.૬૦ વધીને રૂ.૧૩,૮૭૦.૦૫, બજાજ ઓટો રૂ.૨૨૭.૪૦ વધીને રૂ.૯૬૦૬.૫૫, એક્સાઈડ રૂ.૭.૬૦ વધીને રૂ.૩૧૬.૫૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૬૮૨.૩૨ પોઈન્ટ ઉછળીને ૫૯૧૮૬.૭૮ બંધ રહ્યો હતો.

બેંકિંગ શેરોમાં યુનિયન બેંક, આઈસીઆઈસીઆઈ, બીઓબી વધ્યા : બેંકેક્સ ૧૦૮૭ પોઈન્ટ ઉછળ્યો

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ આજે ઘટાડે ઓવરસોલ્ડ પોઝિશન ફંડોએ કવર કરવા લાગતાં રિકવરી જોવાઈ  હતી. યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં કવરિંગે રૂ.૭.૧૦ વધીને રૂ.૧૮૬.૪૫, આઈસીઆઈસીઆઈ બેંક રૂ.૩૪.૮૫ વધીને રૂ.૧૩૧૨.૨૫, બેંક ઓફ બરોડા રૂ.૬.૪૫ વધીને રૂ.૨૯૪.૬૦, એક્સિસ બેંક રૂ.૨૬.૬૫ વધીને રૂ.૧૩૧૫.૦૫, પીએનબી રૂ.૨.૩૫ વધીને રૂ.૧૧૭.૫૫, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૧૬.૭૫ વધીને રૂ.૮૯૮.૧૦, કેનેરા બેંક રૂ.૨.૩૦ વધીને રૂ.૧૪૨.૨૦, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૩.૬૫ વધીને રૂ.૧૧૧૨.૩૫, એચડીએફસી બેંક રૂ.૯.૯૦ વધીને રૂ.૮૪૯.૧૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૧૦૮૭.૪૯ પોઈન્ટ વધીને ૬૪૦૨૮.૦૬ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ઘટાડે આંશિક વેચાણો કપાયા : ડિક્સન રૂ.૧૧૧૩, અંબર રૂ.૧૦૯ ઉછળ્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ પાછલા દિવસોમાં હેમરિંગ બાદ બનેલી ઓવરસોલ્ડ પોઝિશનમાં ફંડો, ખેલંદાઓએ આંશિક કવરિંગ કર્યું હતું. ડિક્સન ટેકનો રૂ.૧૧૧૨.૯૫ વધીને રૂ.૧૦,૯૧૮.૨૫, પીજી ઈલેક્ટ્રો રૂ.૨૨ વધીને રૂ.૫૪૪.૪૫, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૨૦૯.૧૫ વધીને રૂ.૭૫૧૬.૪૫, એશીયન પેઈન્ટ રૂ.૬૦.૦૫ વધીને રૂ.૨૨૮૦.૬૫, હવેલ્સ રૂ.૨૭.૮૦ વધીને રૂ.૧૩૫૭.૮૦, ક્રોમ્પ્ટન રૂ.૪.૧૦ વધીને રૂ.૨૪૫.૩૫, ટાઈટન રૂ.૬૧.૨૦ વધીને રૂ.૪૨૧૮.૪૫, વોલ્ટાસ રૂ.૧૧.૯૦ વધીને રૂ.૧૪૪૯.૧૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૪૫૧.૬૭ પોઈન્ટ ઉછળીને ૫૭૨૯૫.૪૭ બંધ રહ્યો હતો.

કેપિટલ ગુડઝ શેરોમાં ફંડો ઘટાડે લેવાલ : એઆઈએ, સુઝલોન, સીજી પાવર, એબીબી, મઝગાંવ ડોક વધ્યા

કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં પણ આજે ઘટાડો અટકીને ફંડોએ પસંદગીની ખરીદી કરી હતી. એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૧૭૮.૧૦ વધીને રૂ.૩૭૮૪.૪૫, સુઝલોન રૂ.૧.૮૬ વધીને રૂ.૪૧.૪૭, સીજી પાવર રૂ.૩૦.૬૦ વધીને રૂ.૭૨૭.૮૫, એબીબી ઈન્ડિયા રૂ.૨૪૪.૧૫ વધીને રૂ.૬૨૨૩.૪૫, મઝગાંવ ડોક શીપ રૂ.૯૩.૭૦ વધીને રૂ.૨૪૮૦.૩૫, પ્રીમિયમ એનજીૅ રૂ.૨૭.૦૫ વધીને રૂ.૭૪૮.૧૫, બીડીએલ રૂ.૪૯.૧૫ વધીને રૂ.૧૩૮૫.૧૫, થર્મેક્સ રૂ.૧૦૬.૧૫ વધીને રૂ.૩૧૭૧, એસ્ટ્રલ રૂ.૫૪.૩૫ વધીને રૂ.૧૬૬૦.૨૦, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૨૧.૮૫ વધીને રૂ.૩૯૩૭.૯૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૯૫૫.૯૮ પોઈન્ટ વધીને ૭૦૦૫૪.૨૯ બંધ રહ્યો હતો.

મેટલ-માઈનીંગ શેરોમાં ઘટાડો અટક્યો : જિન્દાલ સ્ટીલ, હિન્દુસ્તાન ઝિંક, ટાટા સ્ટીલ, વેદાન્તા વધ્યા

મેટલ-માઈનીંગ શેરોમાં પણ પાછલા દિવસોમાં મોટાપાયે વેચવાલી આજે અટકી હતી. અલબત ઘટાડે મોટી ખરીદી થઈ નહોતી. જિન્દાલ સ્ટીલ રૂ.૪૨.૫૫ વધીને રૂ.૧૧૮૭, હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૫ વધીને રૂ.૫૯૦, ટાટા સ્ટીલ રૂ.૪ વધીને રૂ.૧૯૫.૦૫, વેદાન્તા રૂ.૧૩ વધીને રૂ.૭૨૨.૩૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૨૧.૮૦ વધીને રૂ.૧૨૧૪.૮૫, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૧.૫૦ વધીને રૂ.૭૨૧.૪૪, હિન્દાલ્કો રૂ.૧૧.૧૫ વધીને રૂ.૯૫૬.૬૫, લોઈડ્સ મેટલ રૂ.૮.૪૫ વધીને રૂ.૧૧૭૧.૧૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૫૮૦.૪૬ પોઈન્ટ વધીને ૩૯૧૬૪.૨૮ બંધ રહ્યો હતો.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે સિલેક્ટિવ ખરીદી છતાં હજુ વિશ્વાસની કટોકટી : ૩૦૫૩ શેરો પોઝિટીવ બંધ

ક્રુડ ઓઈલના ભાવ વધતાં અટકતાં અને ઈરાન યુદ્વનો ટૂંકાગાળામાં અંત આવવાના ટ્રમ્પના નિવેદને વૈશ્વિક બજારોમાં રિકવરી પાછળ આજે ઈન્ડેક્સ બેઝડ રિકવરી સાથે ઘટાડે સ્મોલ, મિડ કેપ શેરોમાં પસંદગીની ખરીદી થઈ હતી. પરંતુ હજુ વિશ્વાસની કટોકટી યથાવત રહી હતી.  બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૪૩૩  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૩૦૫૩ અને ઘટનારની સંખ્યા ૧૨૩૧ રહી હતી.

રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૫.૯૪ લાખ કરોડ વધીને રૂ.૪૪૭.૦૪ લાખ કરોડ રહ્યું

ઈન્ડેક્સ બેઝડ રિકવરી સાથે એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં રિકવરીએ આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૫.૯૪   લાખ કરોડ વધીને રૂ.૪૪૭.૦૪  લાખ કરોડ થયું હતું.

Next Post
ધ્રાંગધ્રા હાઈવે પર મહિલાની હત્યા કરનાર શખ્સના રિમાન્ડ મંજૂર | Remand of man who killed woman on Dhr…

ધ્રાંગધ્રા હાઈવે પર મહિલાની હત્યા કરનાર શખ્સના રિમાન્ડ મંજૂર | Remand of man who killed woman on Dhr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી
GUJARAT

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

શ્રીમતી આર.ડી.ગાર્ડી ભાવનગર સ્ત્રી. કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એન.સી.ગાંધી અને શ્રીમતી બી.વી.ગાંધી મહિલા આર્ટ્‍સ અને કોમર્સ કૉલેજ ભાવનગર ખાતે તા.14-10-2026...

Read more

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In