• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

દેશમાં પ્રીમિયમ પેટ્રોલમાં રૂ. 2.35, ઔદ્યોગિક ડીઝલમાં રૂ.22નો વધારો | Premium petrol in the country …

satyasamachar by satyasamachar
March 21, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
દેશમાં પ્રીમિયમ પેટ્રોલમાં રૂ. 2.35, ઔદ્યોગિક ડીઝલમાં રૂ.22નો વધારો | Premium petrol in the country …
8
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

Load More

– અમેરિકા-ઈરાન યુદ્ધ અને ક્રૂડના ભાવમાં ઊછાળાની અસર

– ક્રૂડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ 119 ડોલરને સ્પર્શી 109 ડોલરના સ્તરે પાછો આવી ગયો

નવી દિલ્હી: મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધની ભારત પર ગંભીર અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે. ભારતમાં એલપીજીની અછત વર્તાવાની સાથે હવે પેટ્રોલ અને ડીઝલ પર પણ અસર પડી રહી છે. દેશમાં એલપીજી પછી હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. સરકારી ઓઈલ કંપનીઓએ પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર રૂ. ૨.૩૫ અને ઔદ્યોગિક ડીઝલના ભાવમાં પ્રતિ લીટર રૂ. ૨૨નો વધારો કર્યો છે. મધ્ય-પૂર્વમાં યુદ્ધની સ્થિતિ યથાવત્ રહેશે તો આગામી સમયમાં સાદા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારાની શક્યતા છે.

હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ભારત પેટ્રોલિયમ, ઈન્ડિયન ઓઈલે ડિસેમ્બર ક્વાર્ટરમાં કુલ રૂ. ૨૩,૭૪૩ કરોડનો નફો નોંધાવ્યો હતો

અમેરિકા અને ઈઝરાયેલ તથા ઈરાને એકબીજાના ઓઈલ ડેપો પર મિસાઈલ હુમલા શરૂ કર્યા પછી દુનિયાભરમાં ક્રૂડ ઓઈલ અને પ્રાકૃતિક ગેસની કટોકટી વધુ ઘેરી બની છે. આવા સમયે ભારતમાં સરકારી ઓઈલ કંપનીઓ હિન્દુસ્તાન પેટ્રોલિયમ, ઈન્ડિયન ઓઈલ અને ભારત પેટ્રોલિયમે પ્રીમીયમ પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર રૂ. ૨.૦૯થી રૂ. ૨.૩૫ સુધીનો વધારો જાહેર કર્યો છે, જેનો અમલ શુક્રવારથી જ શરૂ થઈ ગયો છે. જોકે, સાદા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કરાયો નથી.

ઓઈલ કંપનીઓની જાહેરાતના પગલે હવે પ્રીમિયમ ૯૫-ઓક્ટેન પેટ્રોલનો ભાવ દિલ્હીમાં પ્રતિ લીટર રૂ. ૯૯.૮૯થી વધીને રૂ. ૧૦૧.૮૯ થઈ ગયો છે. આ સાથે ઔદ્યોગિક ડીઝલ અથવા ડીઝલની જથ્થાબંધ ખરીદી માટેનો ભાવ પ્રતિ લીટર રૂ. ૮૭.૬૭થી વધીને રૂ. ૧૦૯.૫૯ને પાર થઈ ગયો છે. જોકે, સાદા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરાયો ન હોવાથી દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૪.૭૭ અને સમાન ગ્રેડના ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૮૭.૬૭ના સ્તરે યથાવત્ રહ્યો છે તેમ સરકારી સૂત્રોએ કહ્યું હતું.

અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે ગુરુવારે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ ૧૧૯ ડોલરને સ્પર્શી ગયા  હતા. જોકે, ત્યાર પછી ભાવ ઘટીને પ્રતિ બેરલ ૧૦૮ ડોલરના સ્તરે આવી ગયા હતા. સાદા પેટ્રોલમાં ૯૧-૯૨નું ઓક્ટેન રેટિંગ હોય છે અને તે સ્ટાન્ડર્ડ એન્જિન્સ માટે યોગ્ય છે, જે દૈનિક પરિવહન માટે પર્યાપ્ત પરફોર્મન્સ આપે છે. બીજીબાજુ પ્રીમિયમ પેટ્રોલમાં ૯૫-૯૮નું ઊંચું ઓક્ટેન રેટિંગ હોય છે, જે હાઈ પરફોર્મન્સ અથવા હાઈ કોમ્પ્રેસન એન્જિન્સ માટે આદર્શ હોય છે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા પછી જૂન ૨૦૨૨માં ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ ૧૧૯ ડોલરને પાર થઈ ગયો હતો. જોકે, તે જ વર્ષે ઓઈલ કંપનીઓએ સામાન્ય નફો નોંધાવ્યો હતો, પરંતુ નાણાકીય વર્ષ ૨૦૨૪માં કંપનીઓએ રૂ. ૮૧,૦૦૦ કરોડનો નફો નોંધાવ્યો હતો. એ જ રીતે આ વર્ષે ત્રણેય કંપનીઓએ ડિસેમ્બર ક્વાર્ટરમાં જ કુલ રૂ. ૨૩,૭૪૩ કરોડનો નફો નોંધાવ્યો છે.

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે, સાદા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો કરાયો નથી. પ્રીમિયમ કેટેગરીના પેટ્રોલમાં આંશિક વધારો કરાયો છે, જે કુલ પેટ્રોલ વપરાશના માંડ ૨-૪ ટકા જેટલું છે. આ ભાવવધારાથી સામાન્ય માણસના ખીસ્સા પર કોઈ અસર નહીં થાય. તેમણે ઉમેર્યું હતું કે સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવ નિયંત્રિત નથી કરતી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાનો નિર્ણય ઓઈલ કંપનીઓનો છે. જોેકે, એપ્રિલ ૨૦૨૨ના સમયથી રિટેલ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. તેમાં કોઈ વધારો કરાયો નથી. આ સમયમાં ક્રૂડના ભાવમાં વધારાથી સાદા પેટ્રોલ અને ડીઝલના વેચાણથી થતું નુકસાન ઓઈલ કંપનીઓ વહન કરી રહી છે જ્યારે ક્રૂડના ભાવ ઘટે ત્યારે તેમને નફો થાય છે. 

Next Post
અમેરિકામાં નવો રોગચાળો : HMPV વાયરસ : તે પહેલાં સામાન્ય શરદી જેવો જ લાગે છે પછી ભયંકર બને છે | New p…

અમેરિકામાં નવો રોગચાળો : HMPV વાયરસ : તે પહેલાં સામાન્ય શરદી જેવો જ લાગે છે પછી ભયંકર બને છે | New p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…
GUJARAT

આગામી જાન્યુઆરી માસમાં બગદાણા ખાતે યોજાનાર પૂ .બજરંગદાસબાપાની 50 મી પુણ્યતિથિ નિમિત્તેના આયોજન અંગેન…

સંત બજરંગદાસ બાપાની આગામી 50મી પુણ્યતિથિ નિમિત્તે પૂર્વ આયોજન માટે આજે ગુરુઆશ્રમના બગદાણાના ગોપાલગ્રામના વિશાળ સંકુલ ખાતે સ્વયંસેવકોની બેઠક યોજાઈ...

Read more

‘રાગ રાજ 2.0’ સાથે 4 જુલાઈએ ઇન્ફોસિટી ક્લબમાં ગાંધીનગર ગુંજશે ગુજરાતી લોકસંગીતનો નવો સૂર

ધારી શહેરમાં શંખનાદ – મહાપુરુષો ના સ્ટેચ્યુ ના હારતોરા કરાયા

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In