![]()
આઠ દિવસ પહેલા દુકાનમાં તસ્કરોએ હાથ ફેરો કર્યો હતો
ભાવનગર – વોરબજાર દેસાઈશેરીમાં જ્વેલર્સમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, ત્રણ શખ્સને એલસીબીએ ચોરી કરવાના સાધનો, બાઈક, સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર શહેરના વોરબજાર, દેસાઈ શેરીમાં ગત તા.૧૭ના રોજ જ્વેલર્સને ત્યાં તસ્કરો ત્રાટક્યા હતા. અને દુકાનના તાળા તોડીને અંદર પ્રવેશી ગલ્લામાંથી દસેક હજારની રોકડ રકમની ચોરી કરી નાસી છૂટયા હતા.અને અજાણ્યા ત્રણ બુકાનીધારી સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. બનાવ સંદર્ભે જમનાદાસ રામજીભાઈ સોનીએ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમી તથા શોર્સના માધ્યમથી નયન ઉર્ફે એન.કે દિલીપભાઈ કામ્બડ ( રહે. વડવા, ફાચરીયાવાડ), તથા અજય માધુભાઈ મકવાણા ( રહે. ગોકુલનગર, આનંદનગર ઐરપોર્ટરોડ ભાવનગર), દર્શન કાળુભાઇ ભેંસલા (રહે. મુખ્યમંત્રી આવાસ યોજના, આખલોલ જકાતનાકા ) ને રોકડ રૃ.૧૦૦૦ તથા ચોરી કરવા માટેના હથિયારો અને એક બાઈક તથા ૩ મોબાઈલ મળી કુલ રૃ. ૫૬,૧૦૦ના મુદામાલ સાથે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.















