![]()
તા. 27મીએ તુલસીવિવાહ ઉત્સવ, 31 મીએ દેવદિવાળી ઉજવાશે વસંતપંચમી, રામ નવમી, વિજયા દશમી, પુષ્પ શૃંગાર, તુલસી વિવાહ, વામન દ્વાદશી, જન્માષ્ટમી ગોવર્ધન પૂજા, અન્નકુટ મનોરથ સહિત શૃંખલા
દ્વારકા, : યાત્રાધામ દ્વારકા ખાતે દ્વારકાધીશ જગત મંદિરે અધિક પુરૂષોત્તમ માસ દરમિયાન અનેક ઉત્સવો ઉજવવાનેુ આયોજન કરવામાં આવ્યું છે. દ્વારકાધીશ જગત મંદિરે વર્ષમાં જે ઉત્સવ આવતા હોય તે ઉત્સવો તિથિ પ્રમાણે આ અધિક પુરૂષોત્તમ માસ દરમિયાન ઉજવવામાં આવશે, જેમાં હિંડોળા દર્શન, વસંતપંચમી, રામ નવમી, વિજયા દશમી, પુષ્પશૃંગાર, તુલસી વિવાહ , વામન દ્વાદશી, દેવદિવાળી, જન્માષ્ટમી ગોવર્ધન પુજા, અન્નકુટ મનોરથ વિગેરેનો સમાવેશ થાય છે.
જેમાં તા. 20/5 બુધવારે હિંડોળા ઉત્સવ ઉજવાશે શ્રીજી ના સવાર સાંજના દર્શનનો સમય નિત્યક્રમ મુજબ રહેશે. ઉત્સવ દર્શન સાંજે થશે. 21/5 ગુરૂવાર વસંત પંચમી ઉત્સવ ઉજવાશે. જેમાં શ્રીજીના દર્શન ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે. તા. 24/5 ના રામનવમી ઉત્સવ ઉજવાશે. સવારે 10-15 થી 12 સુધી દર્શન બંધ રહ્યા બાદ ઉત્સવ દર્શન 12વાગ્યે થશે. 25/5 સોમવાર વિજ્યા દસમી ઉત્સવ 26/5 મંગળવાર પુષ્પ શિગાર દર્શન થશે. શ્રીજીના સવાર સાંજના દર્શનનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે, ઉત્સવ દર્શન સાંજે થશે. 27/5 બુધવાર તુલસી વિવાહ ઉત્સવ ઉજવાશે. જેમા સવાર સાંજના દર્શનનો સમય નિત્યક્રમ મુજબ રહેશે ઉત્સવ દર્શન સાંજે થશે. તા. 28/5 ગુરૂવાર વામન દ્વાદશી ઉત્સવ ઉજવાશે. ઉત્સવ આરતી બપોરે 12 વાગ્યે થશે. ઉત્સવ દર્શન બપોરે 12 થી 1-30 વાગ્યા સુધી રહેશે. 31/5 રવિવાર દેવ દિવાળી (પુનમ) ઉત્સવ ઉજવાશે તા. 8/6 સોમવાર જન્માષ્ટમી ઉત્સવ ઉજવાશે. મંગળા આરતી સવારે 6વાગે થશે. મંગલા દર્શન 6થી 8 વાગ્યા સુધી રહેશે. શ્રીજી ના ખુલ્લા પડદા અભિષેક સવારે 8થી 8-45 સુધી રહેશે. દર્શન સવારે 8-45થી 9-30 સુધી રહેશે. શિગાર દર્શન દર્શન 9-30 વાગ્યાથી થશે. કૃષ્ણ જન્મોત્સવ ઉત્સવ રાત્રે 12થી 01-30 વાગ્યા સુધી ઉજવાશે. તા. 15/6 સોમવાર ગોવર્ધન પૂજા તેમજ અન્નકૂટ ઉત્સવ ઉજવાશે. ગોવર્ધન પૂજા સવારે 11-30 વાગે થશે. અન્નકૂટ ઉત્સવ સાંજે 5 થી 7-00 વાગ્યા સુધી રહેશે.















