• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

પશ્ચિમ બંગાળમાં હિંસા વચ્ચે ઐતિહાસિક 91.78 ટકા મતદાન | Historic 91 78% voting in West Bengal amid vi…

satyasamachar by satyasamachar
April 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
પશ્ચિમ બંગાળમાં હિંસા વચ્ચે ઐતિહાસિક 91.78 ટકા મતદાન | Historic 91 78% voting in West Bengal amid vi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રાથમિક સુવિધાઓને લઈ આક્રોશ , ઓઢવમાં ભાજપના નેતાઓ સામે વિરોધ, નેતાઓ ભાગ્યા | Outrage over basic ame…

પ્રાથમિક સુવિધાઓને લઈ આક્રોશ , ઓઢવમાં ભાજપના નેતાઓ સામે વિરોધ, નેતાઓ ભાગ્યા | Outrage over basic ame…

કલ્યાણનગરના આવાસ યોજનાના ત્રીજા માળે આગ ભભુકી | Fire breaks out on the third floor of a housing sche…

કલ્યાણનગરના આવાસ યોજનાના ત્રીજા માળે આગ ભભુકી | Fire breaks out on the third floor of a housing sche…

વિદ્યાલયના ગૃહપતિની ઓળખ આપી 2 શખ્સે વિદ્યાર્થી સાથે છેતરપિંડી આચરી | 2 men impersonated the school’s…

વિદ્યાલયના ગૃહપતિની ઓળખ આપી 2 શખ્સે વિદ્યાર્થી સાથે છેતરપિંડી આચરી | 2 men impersonated the school’s…

Load More

– તમિલનાડુમાં એક જ તબક્કામાં 84.69 ટકા મતદાન થયું

– પશ્ચિમ બંગાળમાં 92.69 ટકા મહિલા, 90.92 ટકા પુરુષો, તમિલનાડુમાં 85.76 મહિલા, 83.57 ટકા પુરુષોનું મતદાન

– 2011માં પશ્ચિમ બંગાળમાં 84.72 ટકા અને તમિલનાડુમાં 78.29 ટકા વિક્રમી મતદાન થયું હતું

– પશ્ચિમ બંગાળમાં 1,478 જ્યારે તમિલનાડુમાં 4,023 ઉમેદવારોના ભાવી સીલ

કોલકાતા/ચેન્નઈ : પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના ભાગરૂપે ગુરુવારે પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કામાં ૧૫૨ બેઠકો પર જ્યારે તમિલનાડુમાં બધી જ ૨૩૪ બેઠકો પર મતદાન થયું હતું. એસઆઈઆરની કાર્યવાહી હેઠળ લાખો મતદારોના નામ કપાવાની સાથે ભારે હિંસા તેમજ ત્રણ ઉમેદવારો સાથે મારામારી વચ્ચે પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કામાં ઐતિહાસિક ૯૨.૧૪ ટકા મતદાન થયું હતું. બીજીબાજુ તમિલનાડુમાં એક જ તબક્કામાં ૮૪.૯૮ ટકા મતદાન થયું હતું. એટલે કે ગુરુવારે બંને રાજ્યોમાં વિક્રમી મતદાન નોંધાયું છે. બંને રાજ્યોમાં મહિલાઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક મતદાન કરતાં ટકાવારી ઊંચી રહી છે તેમ ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું હતું.

પશ્ચિમ બંગાળમાં ગુરુવારે પહેલા તબક્કામાં ૧૬ જિલ્લામાં ૧૫૨ બેઠકો પર  સાંજે મતદાન પૂરું થઈ ગયું હતું. અધિકારીઓએ કહ્યું કે, સાંજે ૬.૦૦ વાગ્યા પહેલા મતદાન કેન્દ્રો પર પહોંચી ગયેલા મતદારોને મતદાનની મંજૂરી અપાઈ હતી, જેને પગલે મતદાનની કુલ ટકાવારીમાં આંશિક ફેરફાર જોવા મળી શકે છે. બંગાળમાં હવે બીજા તબક્કાનું મતદાન ૨૯ એપ્રિલે થશે. પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના ભાગરૂપે ૯ એપ્રિલે આસામ અને પુડુચેરીમાં પણ વિક્રમી ૮૫.૩૮ ટકા અને ૮૯.૮૩ ટકા મતદાન થયા હતા.  પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં મતદાન માટે મહિલા મતદારો વિક્રમી સંખ્યામાં આગળ આવી હતી. પશ્ચિમ બંગાળમાં ૯૨.૬૯ ટકા મહિલાઓ જ્યારે ૯૦.૯૨ ટકા પુરુષો મતાધિકાર માટે મતદાન કેન્દ્રોમાં પહોંચ્યા હતા. એ જ રીતે તમિલનાડુમાં પણ ૮૫.૭૬ ટકા મહિલાઓ તથા ૮૩.૫૭ ટકા પુરુષોએ મતદાન કર્યું હતું. એટલે કે બંને રાજ્યોમાં પુરુષો કરતાં મહિલા મતદારો વધુ હતી.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાાનેશ કુમારે જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં આ વખતે આઝાદી પછી અત્યાર સુધીમાં સૌથી વધુ મતદાન થયું છે. એટલે કે આ બંને રાજ્યોમાં પહેલી વખત આટલી મોટી ટકાવારી નોંધાઈ છે. તેમણે બધા જ મતદારોની પ્રશંસા કરતા કહ્યું કે, ચૂંટણી પંચ દરેક મતદારને સલામ કરે છે, જેમણે મોટી સંખ્યામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ પહેલાં બંને રાજ્યોમાં ૨૦૧૧માં વિક્રમી મતદાન થયું હતું, જેમાં પશ્ચિમ બંગાળમાં ૮૪.૭૨ ટકા અને તમિલનાડુમાં ૭૮.૨૯ ટકા મતદાન નોંધાયું હતું.

પશ્ચિમ બંગાળમાં રાજકીય મોબિલાઈઝેશન અને એસઆઈઆરની કાર્યવાહીના પગલે આંકડાકીય અસરો પણ મતદાનની ટકાવારી પર જોવા મળી છે. એસાઈઆરમાં સમગ્ર રાજ્યમાંથી ૯૧ લખ મતદારોના નામ કપાયા છે. રાજ્યમાં ગુરુવારે પહેલા બે કલાકમાં ૧૮.૭૬ ટકા મતદાન થયું હતું અને ત્યાર પછી સવારે ૧૧ વાગ્યા સુધીમાં ૪૧.૧૧ ટકા તથા ૧.૦૦ વાગ્યા સુધીમાં ૬૨.૧૮ ટકા મતદાન થઈ ગયું હતું.

રાજ્ય ચૂંટણી પંચના આંકડા મુજબ પશ્ચિમ બંગાળમાં સાંજે ૬.૦૦ કલાકે નોંધાયેલા આંકડા મુજબ રાજ્યમાં છ વાગ્યા સુધીમાં ૯૧.૭૪ ટકા મતદાન નોંધાયું હતું, જેમાં દક્ષિણ દિનાજપુર જિલ્લામાં સૌથી વધુ ૯૩.૧૨ ટકા મતદાન થયું હતું. બીજીબાજુ તમિલનાડુની બધી જ ૨૩૪ બેઠકો પર મતદારોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક મતદાન કરતા સાંજે ૬.૦૦ વાગ્યા સુધીમાં ૮૪.૨૪ ટકા મતદાન થઈ ગયું છે. જોકે, મતદાનની અંતિમ ટકાવારીના આંકડામાં આંશિક ફેરફાર જોવા મળી શકે છે.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે સાંજે ૬.૦૦ કલાક સુધીમાં ૩.૬૦ કરોડથી વધુ મતદારોમાંથી લગભગ ૯૨.૧૪ ટકાએ મતદાન કર્યું હતું. મતદાનની આ વિક્રમી ટકાવારી તાજેતરના ઈતિહાસમાં સૌથી વધુ છે. રાજ્યના ૧૬ જિલ્લામાં ૪૪,૩૭૬ મતદાન કેન્દ્રોમાં ૧૬૭ મહિલાઓ સહિત ૧,૪૭૮ ઉમેદવારોના ચૂંટણી ભાગ્યનો નિર્ણય થશે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે. 

બીજીબાજુ તમિલનાડુમાં ૨૩૪ વિધાનસભા બેઠકો પર ૭૫,૦૦૦થી વધુ મતદાન મથકોમાં ૫.૭૩ કરોડ મતદારોમાંથી લગભગ ૮૪.૯૮ ટકાએ મતાધિકારનો ઉપયોગ કરીને ૪,૦૨૩ ઉમેદવારોનું ભાવી સીલ કર્યું હતું. તમિલનાડુમાં કરુર જિલ્લામાં સૌથી વધુ ૯૧.૮૬ ટકા મતદાન થયું હતું. તમિલનાડુમાં ડીએમકે, એઆઈએડીએમકે અને અભિનેતા વિજયના ટીવીકે પક્ષ વચ્ચે રસપ્રદ સ્પર્ધા થશે.

Next Post
અમેરિકા ખાતે સ્માર્ટફોનની નિકાસ 86 ટકા વધી 19.68 અબજ ડોલર | Smartphone exports to the US rose 86 per…

અમેરિકા ખાતે સ્માર્ટફોનની નિકાસ 86 ટકા વધી 19.68 અબજ ડોલર | Smartphone exports to the US rose 86 per...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પ્રાથમિક સુવિધાઓને લઈ આક્રોશ , ઓઢવમાં ભાજપના નેતાઓ સામે વિરોધ, નેતાઓ ભાગ્યા | Outrage over basic ame…

પ્રાથમિક સુવિધાઓને લઈ આક્રોશ , ઓઢવમાં ભાજપના નેતાઓ સામે વિરોધ, નેતાઓ ભાગ્યા | Outrage over basic ame…

કલ્યાણનગરના આવાસ યોજનાના ત્રીજા માળે આગ ભભુકી | Fire breaks out on the third floor of a housing sche…

કલ્યાણનગરના આવાસ યોજનાના ત્રીજા માળે આગ ભભુકી | Fire breaks out on the third floor of a housing sche…

વિદ્યાલયના ગૃહપતિની ઓળખ આપી 2 શખ્સે વિદ્યાર્થી સાથે છેતરપિંડી આચરી | 2 men impersonated the school’s…

વિદ્યાલયના ગૃહપતિની ઓળખ આપી 2 શખ્સે વિદ્યાર્થી સાથે છેતરપિંડી આચરી | 2 men impersonated the school’s…

રાજપરા ગામના મકાનમાંથી વિદેશી દારૃ સાથે શખ્સ ઝડપ્યો | Man caught with foreign liquor from a house in…

રાજપરા ગામના મકાનમાંથી વિદેશી દારૃ સાથે શખ્સ ઝડપ્યો | Man caught with foreign liquor from a house in…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
પ્રાથમિક સુવિધાઓને લઈ આક્રોશ , ઓઢવમાં ભાજપના નેતાઓ સામે વિરોધ, નેતાઓ ભાગ્યા | Outrage over basic ame…
GUJARAT

પ્રાથમિક સુવિધાઓને લઈ આક્રોશ , ઓઢવમાં ભાજપના નેતાઓ સામે વિરોધ, નેતાઓ ભાગ્યા | Outrage over basic ame…

         અમદાવાદ,ગુરુવાર,23 એપ્રિલ,,2026 ૨૬ એપ્રિલને રવિવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનીચૂંટણી માટે મતદાન યોજાશે. આ અગાઉ છેલ્લી ઘડીના પ્રચારમાં...

Read more

કલ્યાણનગરના આવાસ યોજનાના ત્રીજા માળે આગ ભભુકી | Fire breaks out on the third floor of a housing sche…

વિદ્યાલયના ગૃહપતિની ઓળખ આપી 2 શખ્સે વિદ્યાર્થી સાથે છેતરપિંડી આચરી | 2 men impersonated the school’s…

રાજપરા ગામના મકાનમાંથી વિદેશી દારૃ સાથે શખ્સ ઝડપ્યો | Man caught with foreign liquor from a house in…

કન્ઝયુમર, બેંકિંગ શેરો તૂટતાં સેન્સેક્સ 852 પોઈન્ટ તૂટી 77664 | Sensex falls 852 points to 77 664 as…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In