![]()
Baramati Plane Crash | મહારાષ્ટ્રના બારામતીમાં ફરી એકવાર પ્લેન ક્રેશ થયાની માહિતી સામે આવી છે. આ પ્લેન એક ટ્રેઈની વિમાન હતું. માહિતી અનુસાર આ ટુ સીટર વિમાન બારામતીના ગોજુબાબી ગામમાં જ તૂટી પડ્યું હતું. તેમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાયાની માહિતી સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે અજિત પવારનું પ્લેન પણ અહીં જ બારામતીમાં ક્રેશ થયું હતું. બંને ટ્રેઇની પાયલટ સુરક્ષિત હોવાની માહિતી સામે આવી રહી છે.
અજિત પવાર સાથેની દુર્ઘટનાની યાદ તાજી થઈ
ઉલ્લેખનીય છે કે, આ એ જ બારામતી વિસ્તાર છે જ્યાં અગાઉ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન પણ અકસ્માતનો ભોગ બન્યું હતું. ફરી એકવાર એ જ સ્થળે પ્લેન ક્રેશ થતા સુરક્ષા અને ટેક્નિકલ પાસાઓ પર સવાલો ઉઠી રહ્યા છે. સદનસીબે આ ઘટનામાં જાનહાનિ અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી નથી, પરંતુ તપાસ એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી રહી છે.















