![]()
વડોદરા,વારસિયામાં મોડીરાત્રે બે યુવકોના જૂથ વચ્ચે મારામારી થઇ હતી. જેમાં એક યુવક પર ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. આ મારામારીના કારણે બંને પક્ષે ફરીથી ગેંગવોરના ભણકારા વાગી રહ્યા છે.
વારસિયા હરિહર એપાર્ટમેન્ટ નજીક પારસ સોસાયટીમાં રહેતા ૧૯ વર્ષના રોહિત રામઅવતાર શર્માએ વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૧૭ મી મોડીરાત્રે હરિ સેવા સ્કૂલ પાસે યશ ચાવલા તેની કાર લઇને અમારી પાછળ આવ્યો હતો. અમને રોકીને તે હેરી સાથે ઝઘડો કરવા લાગતા હેરી તેના ઘરે જતો રહ્યો હતો. ત્યારબાદ યશ ચાવલાએ મને પકડી રાખ્યો હતો અને તેની સાથે આવેલા રોહિત મારવાડીએ ચપ્પુના ઉપરાછાપરી ઘા ડાબા હાથ, છાતી તથા જમણા હાથ પર મારી દીધા હતા. તેમજ રણજીતે પણ મને માર માર્યો હતો.
જ્યારે સામા પક્ષે ગણેશ વસાવાએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૧૭ મી તારીખે મોડીરાત્રે અમે ઘર તરફ જતા હતા. તે દરમિયાન હિમાંશુ ઉર્ફે હેરી, અનિલ,રોહિત તથા ગીતાબેને અમારી સાથે ઝઘડો કરી હુમલો કર્યો હતો. હિમાંશુએ મારા પર લાકડાના ડંડાથી હુમલો કર્યો હતો.















