![]()
કોલેજના તરવૈયા યુવાનોએ પ્રેકટીસ માટે અન્યત્ર જવું પડે છે : ઉનાળામાં પાણીની કાયમી તંગી ભોગવતા યુનિ. કેમ્પસમાં 28 લાખ લિટર પાણીની ક્ષમતા ધરાવતો સ્વિમિંગ પુલ શોભાના ગાંઠિયા સમાન : પ્રેક્ટીસ પુલ પાણીથી છલોછલ
રાજકોટ, : સૌરાષ્ટ્ર યુનિ.ના સરદાર પટેલ સ્પોર્ટસ કોમપ્લેક્સમાં રૂા. 9 કરોડનાં ખર્ચે આધુનિક ઓલ્મ્પિક કક્ષાના સ્વીમીંગ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હોવા છતા આ સ્વીમીંગ પુલ તરવૈયાઓ માટે શોભાના ગાંઠીયા જેવો બની રહ્યો છે. અત્યારે આ સ્વીમીંગ પુલની સાથે આવેલો પ્રેક્ટીસ પુલ ચાલુ છ ેપરંતુ તરવૈયાઓ માટેના ઓલ્મ્પિક કક્ષાના સ્વીમીંગ પુલમાં પાણી નથી. ૨૫ લાખ લીટર પાણીની ક્ષમતા ધરાવતો આ સ્વીમીંગ પુલ ઉનાળામાં ચાલુ થશે કે કેમ ? તે બાબત અનિશ્ચિત બની રહી છે.
રાજકોટમાં મ્યુ. કોર્પો. દ્વારા સંચાલિત સ્વીમીંગ પુલમાં ઉનાળાના દિવસો દરમિયાન ભારે ધસારો રહે છે.
સ્વીમીંગ શિખવા ઇચ્છુક ઉમેદવારો પણ હોંશભેર વહેલી સવારની બેચમાં પ્રશિક્ષણ માટે પહોંચી જાય છે. જ્યારે યુનિ. કેમ્પસમાં આવેલા સ્વીમીંગ પુલનો લાભ કોલેજ અને યુનિ.ના કુશળ તરવૈયાઓને જ સમયસર મળતો નથી. તેઓએ પ્રેક્ટીસ માટે અન્ય સ્વીમીંગ પુલમાં જવું પડે છે.
સુત્રો જણાવે છે કે યુનિ.માં ઉનાળામાં પાણીનો પ્રશ્ન ગંભીર હોય છે. અત્યારે કૂવામાંથી પાણી આવે છે તેનાથી પ્રેક્ટીસ પુલમાં પાણી ભરવામાં આવે છે પરંતુ મેઇન સ્વીમીંગ પુલ માટે ૨૫ લાખ લીટર પાણી જોઇએ. આટલો પામીનો જથ્થો માત્ર સ્પર્ધા હોય ત્યારે ઉપલબ્ધ કરવામાં આવે છે બાકી સ્વીમીંગ પુલ ભરવાનું કામ મુશ્કેલ છે. અલબત તેમ છતાં આ વર્ષે સ્વીમીંગ પુલની સાફસફાઇ હાથ ધરવામાં આવી છે. ક્લોરીનેશન કામ પુરૂ થયા બાદ મુખ્ય સ્વીમીંગ પુલ ભરવાની કામગીરી શરૂ થશે. ઉનાળામાં અહીં તરણ શિબિરનું આયોજન કરવાની ઇચ્છા સારીરિક શિક્ષણ વિભાગના સુત્રોએ દર્શાવી હતી.















