![]()
મજૂર મહાજનમાં પ્રધાનમંત્રી તરીકે સેવા આપી રહેલા અમર બારોટને ચૂંટણી ન થાય ત્યાં સુધી નવા પ્રમુખ બનાવવાનો નિર્ણય
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, મંગળવાર
કામદારોના હિતનું રખોપું કરવા માટે મહાત્મા ગાંધીએ સ્થાપેલી સંસ્થા મજૂરમહાજનના પ્રમુખપદેથી વર્તમાન પ્રમુખ રમણલાલ પટેલને આજે કારોબારીએ ઉતારી મૂક્યા છે. મજૂર મહાજનના ચેરમેન હોવા છતાંય દિવસના એક કલાક પણ રમણલાલ પટેલ આપતા ન હોવાથી કારોબારીના સભ્યો નારાજ હતા. તેમ જ મજૂરોના હિતના કામ છોડીને મિલમાલિકોને સાચવવાની માનસિકતા ધરાવતા હોવાથી પણ ચૂંટાયલા કે ન ચૂંયાટેલા સભ્યોની નારાજગી હતી.
જોકે રમણલાલ પટેલે આ હોદ્દો છોડીને તેમને સલાહકાર સમિતિના ચેરમેનનો હોદ્દો આપવાની માગણી કરી હતી. કારોબારીએ તે મંજૂર કરી હોવા છતાં સલાહકાર સમિતિમાં ચેરમેનનો હોદ્દો જ ન હોવાથી રમણલાલ પટેલને સલાહકાર સમિતિના સામાન્ય સભ્ય તરીકેનો હોદ્દો આપવામાં આવ્યો છે. આમ સલાહકાર સમિતિને ચેરમેન બનાવવાની તેમની આ માગણીને સ્વીકારવામાં આવી નહોતી અને તેમને સલાહકાર સમિતિના સામાન્ય સભ્ય બનાવી દેવામાં આવ્યા છે.
મજૂર મહાજનની ચૂંટણી ન થાય ત્યાં સુધી અત્યારે પ્રધાનમંત્રી તરીકે સેવા આપી રહેલા અમર બારોટને મજૂર મહાજનના પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કારોબારીના સભ્યોએ તેમના નામને સમર્થન આપ્યું હતું. મજૂર મહાજનની ચૂંટણીની પ્રક્રિયા થોડા દિવસોમાં ચાલુ થશે અને જૂન અંત કે જુલાઈ મધ્ય સુધીમાં ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવશે.
કારોબારીના સભ્યો અને હોદ્દાદારો વચ્ચેનિા ચૂંટણી અને તેને લગતી પ્રક્રિયા અંગે ખાસ્સા મતભેદો હતા. આ મતભેદો પણ રમણલાલ પટેલને હોદ્દા પરથી દૂર કરવા માટે જવાબદાર બન્યા હોવાનું માનવામાં આવે છે. કંપનીના કામદારોની સભ્યોની સખ્યા ઘટે તેમ તેમ પ્રતિનિધિઓની સંખ્યામાં પણ ઘટાડો થતો આવ્યો છે. કારોબારીના પ્રતિનિધિ મંડળના સભ્યો માનદસભ્ય બનાવે છે. માનદ સભ્ય મિલમાં કામ ન કરતાં હોય તેવા લોકોને બનાવવામાં આવે છે. ટ્રેડ યુનિયન એક્ટમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ
આ જ રીતે મજૂર મહાજનના સભાસદોની સંખ્યા ઘટે તેમ તેમ કારોબારીના સભ્યો પણ ઘટાડવાની માગણી કરવામાં આવી હતી. મિલોમાં કામ ન કરતાં સભ્યોને પણ માનદ સભ્ય બનાવવામાં આવે છે. માનદ સભ્ય પરંતુ કારોબારીના સભ્યોનો આગ્રહ હતો કે તેઓ કહે તે પ્રમાણેના જ નિર્ણય લેવાવા જરૂરી છે.
તદુપરાંત માનદ સભ્ય બનાવવાને મુદ્દે પણ મહાજનની કારોબારી અને સભાસદો વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો હતો. માનદ સભ્ય બનાવવાની માગણી સાથે એવો પણ નિયમ રાખવાની માગણી કરવામાં આવી હતી કે માનદ સભ્ય હોય તે જ વ્યક્તિઓ ચૂંટણી લડવાને પાત્ર ગણાશે. પરંતુ તેઓ કોસ્મિલમાં કામ કરતાં ન હોવા જોઈએ.















