રાધનપુર, અનિલ રામાનુજ, એબીએનએસ: આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ રાધનપુર ખાતે સરકારના આદેશાનુસાર NSS/NCCના સંયુક્ત ઉપક્રમે ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ અંતર્ગત ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ ડૉ. મહેશભાઈ મુલાણીના અધ્યક્ષસ્થાને અને આચાર્ય ડૉ. સી.એમ. ઠક્કરના માર્ગદર્શન હેઠળ યોજાયેલી રેલીમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કોલેજના NSS/NCCના બંને યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડૉ. તુષાર વ્યાસ, ડૉ. સુરેશ ઓઝા તથા લેફ્ટનન્ટ નિકુંજભાઈ પ્રજાપતિના નેતૃત્વ હેઠળ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તિરંગા સાથે રેલીમાં જોડાયા હતા. સવારે 10:30 કલાકે કોલેજના પટાંગણથી રેલીનો પ્રારંભ થયો હતો.
વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના નારા સાથે યોજાયેલી તિરંગા રેલી હાઈવે ઉપર આવેલા ગાયત્રી શક્તિપીઠ મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને દેશભક્તિની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી.















