![]()
વડોદરાઃ શહેરમાં મોડીરાત્રે બેફામ ડ્રાઇવિંગને કારણે અવારનવાર અકસ્માતના બનાવો બની રહ્યા છે.ગઇ મધરાત્રે આવા જ એક બનાવમાં નાસ્તો કરવા નીકળેલા બે મિત્રોની કાર પલ્ટી જતાં બંનેને ઇજા પહોંચી હતી.
સનફાર્મારોડ પર શ્રીમ ગેલેક્સી પાસે શ્રેષ્ઠા ટાવરમાં રહેતો ધુ્રવ ગોરધનભાઇ વાઘેલા ગઇકાલે અઢી વાગે તેના મિત્ર હેરી દેવેન્દ્રસિંગ ભાટીયા(બી ટાવર,જ્ઞાાનકુંજ સોસાયટી,સેવાસી) સાથે મિત્રની કાર લઇને નાસ્તો કરવા નીકળ્યો હતો.
મહારાણા પ્રતાપ સર્કલથી યોગા સર્કલ વચ્ચે એકાએક કારચાલક ધુ્રવે સ્ટિઅરિંગ પરનો કાબુ ગુમાવતાં કાર ધડાકાભેર પલટી ગઇ હતી અને બંનેને ઇજાઓ થઇ હતી.બનાવની જાણ થતાં પોલીસ આવી હતી અને કાર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. જો આ બનાવ દિવસે બન્યો હોત તો બીજો રક્ષિત કાંડ સર્જાયો હોત.















