• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

વડોદરામાં રસ્તા ખોદકામથી નાગરિકો પરેશાન : પીક અવર્સમાં ટ્રાફિક જામ, ઉડતી ધૂળથી વેપારીઓ અને રહેવાસીઓન…

satyasamachar by satyasamachar
March 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
વડોદરામાં રસ્તા ખોદકામથી નાગરિકો પરેશાન : પીક અવર્સમાં ટ્રાફિક જામ, ઉડતી ધૂળથી વેપારીઓ અને રહેવાસીઓન…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આસિસ્ટન્ટ પ્રોફેસર મહિલાને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા ,બે વર્ષમાં સંસાર પડી ભાંગ્યો | Ekkewe polis lo…

આસિસ્ટન્ટ પ્રોફેસર મહિલાને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા ,બે વર્ષમાં સંસાર પડી ભાંગ્યો | Ekkewe polis lo…

ભાજપની ચૂંટણી સભામાં પ્રશ્ન પૂછનાર ગ્રામજનને સાંસદની સામે જ માર માર્યો | Villager beaten up in front…

ભાજપની ચૂંટણી સભામાં પ્રશ્ન પૂછનાર ગ્રામજનને સાંસદની સામે જ માર માર્યો | Villager beaten up in front…

બાઇકને હડફેટે લેતા કણઝડીના લોકોએ ડમ્પરને આગ લગાડી | Kanjhadi people set fire to dumper after smashin…

બાઇકને હડફેટે લેતા કણઝડીના લોકોએ ડમ્પરને આગ લગાડી | Kanjhadi people set fire to dumper after smashin…

Load More

Vadodara : વડોદરા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા રોડ, ડ્રેનેજ અને બ્રિજના કામોને કારણે નાગરિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અનેક સ્થળોએ રસ્તાઓ ખોદી નાખવામાં આવતા પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. 

શહેરના કેટલાક વિસ્તારોમાં ડ્રેનેજ લાઈનના કામો છથી આઠ મહિના સુધી ચાલે તેવા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જ્યારે કેટલાક બ્રિજના કામો છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યા છે. 

શહેરમાં જ્યાં જ્યાં પાણીની ટાંકી અને સંપ આવેલી છે, ત્યાં આસપાસના રસ્તાઓ વારંવાર તોડી નાખવામાં આવતા નાગરિકો અકળાઈ રહ્યા છે. ઘણા સ્થળોએ રસ્તાના પેચવર્કની કામગીરીમાં યોગ્ય માપદંડો જળવાતા નથી અને કામ દરમિયાન યોગ્ય સુપરવિઝન થતું નથી એવી ફરિયાદો ઉઠી રહી છે. 

નવો રસ્તો બનાવતા પહેલાં ભૂગર્ભ માળખાકીય સુવિધાઓ સુધારવામાં ન આવતાં થોડા જ દિવસોમાં ફરી રસ્તા તોડી નાખવાની નોબત આવે છે.

શહેરમાં અવારનવાર પાણીની લાઈન તૂટી જતા રસ્તાઓ ફરી ખોદવામાં આવે છે. કેટલાક માર્ગો પર ભૂવા પડવાના બનાવો પણ સામે આવે છે. ઘણા સ્થળોએ તાત્કાલિક સમારકામ કર્યા બાદ પણ માર્ગને રાબેતા મુજબ શરૂ કરવામાં મોડું થાય છે. કેટલાક નવા બનેલા રસ્તાઓ અંગે કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની પણ ચર્ચાઓ ઉઠી રહી છે. 

કામના સ્થળે વિગતવાર માહિતી દર્શાવતા બોર્ડ ન મૂકાતા કામગીરીમાં પારદર્શિતા અંગે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે.

મ્યુનિ. અધિકારીનું કહેવું છે કે, ચોમાસાની ઋતુ દરમિયાન જાનમાલને નુકસાન ન થાય તે માટે વરસાદી કાંસ અને ડ્રેનેજના કામો યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યા છે. સાથે જ જૂની પાણીની લાઈનો બદલવાની તેમજ નવી પાણીની લાઈન નાખવાની કામગીરી પણ ચાલી રહી છે. કોર્પોરેશનના જણાવ્યા મુજબ તમામ કામો શક્ય તેટલા વહેલા પૂર્ણ કરવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

ધૂળ ઉડતા નાગરિકો અને વેપારીઓ બંનેને મુશ્કેલી 

હાલ શહેરના ઘણા વિસ્તારોમાં ચાલી રહેલા કામોને કારણે ધૂળનું સામ્રાજ્ય જોવા મળે છે. ધૂળ ઉડતા નાગરિકો અને વેપારીઓ બંનેને મુશ્કેલી પડી રહી છે. વેપારીઓનું કહેવું છે કે લાંબા સમયથી ચાલતી કામગીરીના કારણે દુકાનોમાં ગ્રાહકોની આવક ઘટી ગઈ છે. ધૂળથી બચવા માટે માલસામાન ઢાંકીને રાખવો પડે છે, જ્યારે ભાડે દુકાન ધરાવતા વેપારીઓ માટે આ પરિસ્થિતિ વધુ કઠિન બની છે.

કામગીરી સ્થળે ટ્રાફિક વ્યવસ્થા અને સલામતીના પગલાં અંગે સવાલો

નાગરિકોનું કહેવું છે કે ટ્રાફિક જામના કારણે સમય તેમજ પેટ્રોલ-ડીઝલનો વ્યય વધી રહ્યો છે. કામના સ્થળે રસ્તો સાંકડો થઈ જવાથી અથવા ડાયવર્ઝનના કારણે પણ વાહનચાલકોને મુશ્કેલી પડે છે. આ પરિસ્થિતિમાં નાના-મોટા અકસ્માતના બનાવો પણ બનતા હોવાની ફરિયાદો સામે આવી રહી છે. નાગરિકોનો મત છે કે કામ ચાલી રહ્યું હોય તેવા સ્થળોએ યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા અને સલામતીના પગલાં લેવામાં આવવા જોઈએ.

32 રસ્તા પર ચાલતી કામગીરી, લોકોને રાહત આપવા રાત્રે પણ કામ કરવાની સૂચના

મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, શહેરમાં હાલ 13 રસ્તાઓ પર પાણીની લાઈન સંબંધિત કામગીરી ચાલી રહી છે જ્યારે 16 રસ્તાઓ પર ડ્રેનેજ લાઈનના કામને કારણે અવરજવર પ્રભાવિત થઈ છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં જૂની ડ્રેનેજ લાઈનો બદલવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

શહેરમાં વધતા ટ્રાફિક ભરણને ધ્યાનમાં રાખીને નાગરિકોને ઓછી તકલીફ પડે તે માટે કોન્ટ્રાક્ટરોને રાત્રિના સમયમાં પણ કામગીરી ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે. ટ્રાફિક વહેલી તકે ફરી રાબેતા મુજબ શરૂ થાય તે માટે તંત્ર દ્વારા ઝડપી કામગીરી કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

વધુમાં જણાવાયું હતું કે, હાલ ચાલી રહેલા કેટલાક રસ્તાના કામો માર્ચ મહિનામાં પૂર્ણ થશે જ્યારે કેટલાક કામો એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવાની યોજના છે. શહેરમાં પેચવર્કનો મુદ્દો પણ ગંભીર બન્યો હોવાથી તે વ્યવસ્થિત રીતે કરવામાં આવે તેવી કડક સૂચના આપવામાં આવી છે.

આ ઉપરાંત કામકાજ ચાલી રહેલા સ્થળોએ ધૂળ ઉડીને નાગરિકોને તકલીફ ન પડે તે માટે કોન્ટ્રાક્ટરોને જરૂરી સાવચેતી રાખવા તથા યોગ્ય વ્યવસ્થા કરવા પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

Next Post
વડોદરામાં ફૂડ વિભાગનું આકસ્મિક ચેકિંગ : મોબાઇલ ટેસ્ટિંગવાનથી નમુનાઓ સ્થળ પર જ તપાસાયા | Random check…

વડોદરામાં ફૂડ વિભાગનું આકસ્મિક ચેકિંગ : મોબાઇલ ટેસ્ટિંગવાનથી નમુનાઓ સ્થળ પર જ તપાસાયા | Random check...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આસિસ્ટન્ટ પ્રોફેસર મહિલાને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા ,બે વર્ષમાં સંસાર પડી ભાંગ્યો | Ekkewe polis lo…

આસિસ્ટન્ટ પ્રોફેસર મહિલાને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા ,બે વર્ષમાં સંસાર પડી ભાંગ્યો | Ekkewe polis lo…

ભાજપની ચૂંટણી સભામાં પ્રશ્ન પૂછનાર ગ્રામજનને સાંસદની સામે જ માર માર્યો | Villager beaten up in front…

ભાજપની ચૂંટણી સભામાં પ્રશ્ન પૂછનાર ગ્રામજનને સાંસદની સામે જ માર માર્યો | Villager beaten up in front…

બાઇકને હડફેટે લેતા કણઝડીના લોકોએ ડમ્પરને આગ લગાડી | Kanjhadi people set fire to dumper after smashin…

બાઇકને હડફેટે લેતા કણઝડીના લોકોએ ડમ્પરને આગ લગાડી | Kanjhadi people set fire to dumper after smashin…

પોલીસના MT વિભાગમાં આગથી 23 વાહનો ખાક

પોલીસના MT વિભાગમાં આગથી 23 વાહનો ખાક

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
આસિસ્ટન્ટ પ્રોફેસર મહિલાને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા ,બે વર્ષમાં સંસાર પડી ભાંગ્યો | Ekkewe polis lo…
GUJARAT

આસિસ્ટન્ટ પ્રોફેસર મહિલાને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા ,બે વર્ષમાં સંસાર પડી ભાંગ્યો | Ekkewe polis lo…

અમદાવાદ,શનિવાર ખાડીયામાં રહેતી આસિસ્ટન્ટ પ્રોફેસર મહિલાને પ્રેમલગ્ન કરવાનું ભારે પડયું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લગ્નના બે વર્ષમાં સુખી સંસાર...

Read more

ભાજપની ચૂંટણી સભામાં પ્રશ્ન પૂછનાર ગ્રામજનને સાંસદની સામે જ માર માર્યો | Villager beaten up in front…

બાઇકને હડફેટે લેતા કણઝડીના લોકોએ ડમ્પરને આગ લગાડી | Kanjhadi people set fire to dumper after smashin…

પોલીસના MT વિભાગમાં આગથી 23 વાહનો ખાક

પિતા મૃત્યુ પામતા ઘરે આવેલા માસીને મૂકવા જતાં યુવાન ડમ્પર નીચે કચડાયો | Young man crushed under dump…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In