![]()
વડોદરા,વાઘોડિયા બ્રિજ પાસે વૃદ્ધને ટક્કર મારી મોત નિપજાવી ફરાર થઇ ગયેલા વાહન ચાલકની સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.
પોલીસ કંટ્રોલ રૃમ તરફથી કપુરાઇ પોલીસને મેસેજ મળ્યો હતો કે, કપુરાઇ બ્રિજથી વાઘોડિયા બ્રિજ તરફ જતા રોડ પર એક્સિડન્ટ થયો છે.જેથી,પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા અંદાજે ૬૫ વર્ષના એક વૃદ્ધ ઇજાગ્રસ્ત હાલતમાં હતા. તેઓને માથા,તથા હાથ અને પગ પર ઇજાઓ પહોંચી હતી. સારવાર મળે તે પહેલો જ તેઓનું મોત થયું હતું. કપુરાઇ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી અજાણ્યા વૃદ્ધની ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા છે.















