• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, September 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સરેન્ડર, સસ્પેન્સ અને સવાલઃ MPના ટ્વિશા શર્મા મોત કેસમાં નવો ટ્વિસ્ટ! | MP High Court Orders Re Post…

satyasamachar by satyasamachar
May 22, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સરેન્ડર, સસ્પેન્સ અને સવાલઃ MPના ટ્વિશા શર્મા મોત કેસમાં નવો ટ્વિસ્ટ! | MP High Court Orders Re Post…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન

રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન

ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન

Load More

Twisha Sharma Suicide Case : મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં પોસ્ટમોર્ટમની અરજીને લઈ બન્ને પક્ષના વકીલો વચ્ચે ઉગ્ર દલીલો થઈ, જેમાં અરજીકર્તા તરફથી બીજા પોસ્ટમોર્ટમની જરૂરિયાત માટે ભાર મુકવામાં આવ્યો. તો બીજી બાજુ આરોપી પક્ષના વકીલે સમગ્ર મામલે વિરોધ કર્યો. બચાવપક્ષના વકીલોએ એ તર્ક આપ્યો કે AIIMSના તબીબો દ્વારા કરવામાં આવેલું પહેલું પોસ્ટમોર્ટર્મ પર્યાપ્ત છે. બીજીવાર પોસ્ટમોર્ટર્મ કરવું એ મેડિકલક્ષેત્રના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના અપમાન સમાન છે. બચાવપક્ષના વકીલોએ એ આરોપ પણ લગાવ્યા કે બીજીવાર પોસ્ટમોર્ટમ કરવું એટલે તપાસ પક્ષની નિષ્પક્ષતા અને તબીબોની ક્ષમતા પર સવાલ ઉઠાવવા સમાન છે.

કોર્ટમાં શું થઈ દલીલો?

ટ્વિશા શર્માના સાસુ ગિરિબાલાસિંહ તરફથી તેમના વકીલે પોસ્ટમોર્ટમનો વિરોધ કર્યો, અને બીજીવાર શા માટે તપાસ કરવી જરૂરી છે? તેના પર સવાલો ઉઠાવ્યા. જોકે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જે તબીબોએ ટ્વિશાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ તૈયાર કર્યો હતો તેમની ઈમાનદારીનો બચાવ પણ કર્યો.  સાથેજ એ પણ કહ્યુ કે “જો પીડિત પરિવારને લાગે છે કે કોઈ વાતને નજરઅંદાજ કરવામાં આવી છે, તો બીજો અભિપ્રાય પણ લઈ શકાય છે. તેમણે કહ્યુ કે જો પીડિત પરિવારને લાગે છે કે કેસમાં કંઈ ચૂક થઈ રહી છે, તો બીજા અભિપ્રાય સાથે પણ પીડિત પરિવાર આગળ વધી શકે છે. આ તરફ ગિરીબાલાસિંહના વકીલે કોર્ટ સમક્ષ એ મુદ્દો પણ ઉઠાવ્યો કે “ટ્વિશાના અંતિમ સંસ્કારમાં કોઈપણ પ્રકારનું મોડું ના થવું જોઈએ, ટ્વિશાના મૃતદેહને સડવા ના દેવો જોઈએ, અમારા પરિવારની વહુ હતી, જેથી તેના અંતિમ સંસ્કાર કરવા અમારી ફરજ છે.”

રાજ્ય સરકારે CBIને સહમતિ પત્ર મોકલ્યો

મધ્યપ્રદેશ સરકારે ટ્વિશા શર્મા આત્મહત્યા કેસ મામલે નિષ્પક્ષ તપાસ માટે CBIને ભલામણ કરતા હવે પરિવારને પણ સમગ્ર કેસ મામલે ન્યાય મળવાની આશા જાગી છે.

સમર્થસિંહનું સરેન્ડર નક્કી!

સમગ્ર કેસ મામલે આરોપી સમર્થસિંહના વકીલે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી પરત ખેંચી લીધી છે, સાથેજ નીચલી કોર્ટમાં સમર્થસિંહના આત્મસમર્પણ માટે તૈયારી પણ દર્શાવી છે. જોકે બીજી તરફ હાઈકોર્ટે ટ્વિશાના મૃ઼તદેહને સુરક્ષિત રાખવાનો આદેશ કર્યો છે.  સાથેજ હાઈકોર્ટે ટ્વિશાના પોસ્ટમોર્ટમની પણ મંજૂરી આપી છે. દિલ્લી AIIMS હોસ્પિટલના તબીબોની ટીમ આ સમગ્ર મામલે મેડિકલ તપાસ કરશે અને ભોપાલ સ્થિત ટ્વિશાના મૃતદેહનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ તૈયાર કરી સરકારને સોંપશે. ટ્વિશા શર્માના પરિવારના વકીલે  કોર્ટ સુનાવણી દરમિયાન અનેક ગંભીર દાવાઓ કર્યા હતા. તેમણે ટ્વિશા અને તેની સાસુ ગિરીબાલા સિંહ વચ્ચે થયેલી વોટ્સએપ ચેટ્સનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે,  આ ચેટ્સ સ્પષ્ટ દર્શાવે છે કે ટ્વિશા  પર તેના સાસરિયાઓ દ્વારા સતત માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. વકીલના જણાવ્યા અનુસાર, ટ્વિશાને લાંબા સમયથી હેરાન કરવામાં આવી રહી હતી, અને તે ભારે માનસિક દબાણ હેઠળ હતી.

ટ્વિશા શર્મા કોણ હતી અને તેની સાથે શું થયું હતું? 

ઉત્તર પ્રદેશના નોઈડાની રહેવાસી ટ્વિશા શર્મા ઉચ્ચ શિક્ષિત અને બહુમુખી પ્રતિભા ધરાવતી યુવતી હતી. તેની પાસે MBAની ડિગ્રી હતી. માર્કેટિંગ અને કોમ્યુનિકેશન ક્ષેત્રે દિલ્હીમાં કામ કર્યું હતું. આ ઉપરાંત ગ્લેમર જગત સાથે પણ જોડાયેલી હતી. તેણે ‘મિસ પુણે’નો તાજ જીત્યો હતો અને એક તેલુગુ ફિલ્મમાં અભિનય પણ કર્યો હતો. તે યોગ ટ્રેનર હોવાની સાથે વિપશ્યનાનો પણ અભ્યાસ કરતી હતી.

વર્ષ 2024માં એક ડેટિંગ એપ દ્વારા તેની મુલાકાત ભોપાલના વકીલ સમર્થ સિંહ સાથે થઈ હતી. સમર્થ સિંહ ભોપાલના પૂર્વ સેશન્સ જજ ગિરીબાલા સિંહના પુત્ર છે. લાંબા સમયના પરિચય બાદ ડિસેમ્બર 2025માં ટ્વિશા અને સમર્થના લગ્ન થયા. લગ્ન પછી તેઓ ભોપાલમાં રહેતા હતા. 

12 મેના રોજ 33 વર્ષીય ટ્વિશાનો ભોપાલ સ્થિત તેના સાસરાના ઘરમાં શંકાસ્પદ સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો. જેમાં કથિત રીતે રૂમની છત પર પાઇપ સાથે બાંધેલા એક ‘જિમ્નાસ્ટિક બેલ્ટ’ વડે ટ્વિશાએ ફાંસો ખાધો હતો. પોલીસને ઘટના સ્થળેથી કોઈ સુસાઇડ નોટ મળી નહોતી.

સીસીટીવી ફૂટેજમાં શું જોવા મળ્યું હતુ?

આ કેસમાં એક મહત્ત્વપૂર્ણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, જેમાં ટ્વિશાને ટેરેસ (છત) તરફ જતી જોઈ શકાય છે. થોડા સમય પછી, તેનો પતિ સમર્થ સિંહ અને અન્ય બે વ્યક્તિ ટ્વિશાના મૃતદેહને સીડી પરથી નીચે લાવતા જોવા મળે છે. ફૂટેજમાં એવું પણ દેખાય છે કે સીડી પર જ ટ્વિશાને સીપીઆર અપાઈ રહ્યો હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાઈ, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

લગ્ન જીવનનો તણાવ અને વોટ્સએપ ચેટ 

લગ્નના થોડા જ મહિનાઓમાં ટ્વિશાનું જીવન વિવાદો અને માનસિક તણાવથી ઘેરાઈ ગયું હતું. ટ્વિશાના પરિવારના જણાવ્યાનુસાર, લગ્ન બાદથી જ તેના પર માનસિક અને શારીરિક દબાણ કરાતું હતું. એટલું જ નહીં, તેની ગર્ભાવસ્થા દરમિયાન પણ તેના ચારિત્ર્ય પર સવાલો ઉઠાવાયા હતા.

આ કેસમાં સૌથી મોટો ખુલાસો ટ્વિશા અને તેની માતા વચ્ચેની વોટ્સએપ ચેટ્સથી થયો છે. ટ્વિશાએ લખ્યું હતું કે, હું સાસરામાં ગૂંગળામણ અનુભવું છું. માનસિક રીતે અસ્વસ્થ છું. મને ઘરમાં હસવાની કે રડવાની પણ આઝાદી નથી અને હું પૂરી રીતે ફસાઈ ગઈ હોવાનું અનુભવું છું.

આમ, મૃત્યુની આગલી રાત સુધી ટ્વિશા પરિવારના સંપર્કમાં હતી અને ઘર છોડવાની વાતો કરતી હતી. તેના મિત્ર સાથેની છેલ્લી વાતચીતમાં પણ તેણે પોતે ફસાઈ ગઈ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

સાસુએ ટ્વિશાના ચારિત્ર્ય પર ગંભીર સવાલ ઉઠાવ્યા  

ટ્વિશાની સાસુએ ટ્વિશાની હત્યાના આરોપો નકારી કાઢ્યા છે અને તેના ચારિત્ર્ય પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

ડ્રગ્સનું વ્યસન: સાસુએ દાવો કર્યો છે કે ટ્વિશા ગાંજાનું સેવન કરતી હતી. તે માનસિક રીતે અસ્થિર હતી. ગર્ભવતી હોવા છતાં ગાંજો લેતી હતી. રૂમમાં ગાંજાની ગંધ છુપાવવા માટે તે સુગંધિત મીણબત્તીઓ રાખતી હતી. તે ગર્ભપાત કરાવવા માંગતી હતી. 

ધાર્મિક વિધિઓમાં અરુચિ: તેમણે કહ્યું કે ટ્વિશા શરૂઆતમાં સંસ્કારી અને આધ્યાત્મિક લાગતી હતી, પણ લગ્નના થોડા વખત પછી તેણે પૂજા-પાઠ, દીવા પ્રગટાવવા કે તુલસી પૂજા બધું બંધ કરી દીધું હતું. 

દહેજના આરોપો નકાર્યા: સાસુએ જણાવ્યું કે, ‘અમે પોતે જ તેમને સાડા સાત લાખ રૂપિયા આપ્યા હતા, તો અમે બે લાખ રૂપિયાનું દહેજ કેમ માંગીએ?’ તેમણે આરોપ લગાવ્યો કે પોલીસે વોટ્સએપ મેસેજ અને પરિવારના દબાણમાં આવીને ઉતાવળમાં આ કાર્યવાહી કરી છે.

Next Post
બંગાળમાં ED પૂર્વ DCPના બંધ ઘરનું તાળું તોડી ઘરમાં ઘૂસી, ખંડણી રેકેટ મામલે દરોડાની કાર્યવાહી | ed ra…

બંગાળમાં ED પૂર્વ DCPના બંધ ઘરનું તાળું તોડી ઘરમાં ઘૂસી, ખંડણી રેકેટ મામલે દરોડાની કાર્યવાહી | ed ra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન

રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન

ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન

Actress #SoniyaBansal joins the star-studded cast of Malamaal Weekly 2!

Actress #SoniyaBansal joins the star-studded cast of Malamaal Weekly 2!

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન
GUJARAT

રામેશ્વર મહાદેવ મંદિરમાં પાર્થેશ્વર શિવલિંગનું પૂજન

અંબાજી ગામના સરપંચ કલ્પનાબેન દવે પૂજામાં જોડાયાં ગુજરાતમાં સૌથી મોટા શક્તિપીઠ અંબાજીમા માં અંબાના મંદિર સિવાય 14 થી વધુ શિવાલયો...

Read more

Media Alert!! Neha Anushka looks glamorous wearing Indian designer Rashi Kapoor as she attends her f…

ગુજરાત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદખાતે NSS ઓરિએન્ટેશન પ્રોગ્રામ “પ્રારંભ” સંપન્ન

Actress #SoniyaBansal joins the star-studded cast of Malamaal Weekly 2!

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In