![]()
વડોદરાઃ સસ્તુ સોનું અને ૧૦ કરોડની લોનના નામે કર્ણાટકના વેપારી સાથે ૪.૯૨ કરોડની ઠગાઇના ચકચારી કિસ્સામાં રાધે ફાઇનાન્સના મૂળ સંચાલકને ક્રાઇમ બ્રાન્ચે સ્ટેશન નજીકથી ઝડપી પાડયો છે.
કર્ણાટકના મંજૂ રવિ નામના વેપારીને સસ્તુ સોનું અને ૧૦ કરોડની લોનના નામે વડોદરાની ઠગ ટોળકીએ વારંવાર વડોદરા બોલાવી તેમજ કર્ણાટકમાં જઇ વેપારી પાસે રૃ.૪.૯૨કરોડ પડાવી લીધા હતા.ટોળકીએ ૩ કિલો સોનાની ડિલિવરીના નામે નકલી પોલીસ બોલાવી વેપારીને ડરાવી દીધો હતો.
આ બનાવમાં પાંચ દિવસ પહેલાં જ ક્રાઇમ બ્રાન્ચે ગેંડા સર્કલ પાસે એટલાન્ટિસ બિલ્ડિંગમાં રાધે ફાઇનાન્સના સંચાલક તરીકે ઓળખ આપનાર મુખ્ય સૂત્રધાર ઇલિયાસ અજમેરી ઉર્ફે રાજવીરને ઝડપી પાડયો હતો.પીઆઇ સંજય ગામેતીએ કહ્યું હતું કે,પોલીસની તપાસ દરમિયાન રાધે ફાઇનાન્સનો મૂળ સંચાલક અલ્પેશ દિલીપરાવ ચીખલે(નારાયણ કોમ્પ્લેક્સ, કારેલીબાગ) હોવાની માહિતી મળતાં તેની મદદગારી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.















