![]()
શહેરની મધ્યમાં આવેલ ઘોઘાગેટ પોલીસ ચોકી સામે
ભાવનગર – વનગર શહેર-જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દિન પ્રતિદિન કથળી રહી છે અને શહેરમાં મારામારી ચોરી સહિતના બનાવો વધી રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવતી પ્રજાની સુરક્ષા સામે સવાલ ઉઠયા છે. આવી જ એક ઘટના શહેરના મધ્યમાં આવેલા ઘોઘાગેટ ચોકમાં રીક્ષા ચાલક અને સીટી બસના ડ્રાઇવર વચ્ચે બોલા ચાલી થઈ જતા ટોળાએ બસ પર પથ્થરમારો કર્યો હતો અને બસના મુસાફરો અને ઈજા થઈ હતી અને થોડો સમય સુધી ઘોઘાગેટ પોલીસ ચોકીની બરાબર સામે દોડધામ મચી ગઈ હોવા છતાં પોલીસ હાથ પર હાથ ધરી બેઠી રહી હતી.
રીક્ષા ચાલક અને બસના ડ્રાઇવર વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ જતા મામલો બીચક્યો, બસના કાચ ફોડી તોડફોડ
ભાવનગર શહેરના હાર્દ સમા અને ભરચક ગણાતા ઘોઘાગેટ પોલીસ ચોકી પાસે સિટી બસના ડ્રાઈવર અને ગફાર નામના રિક્ષાચાલક વચ્ચે વાહન હટાવવા જેવી સામાન્ય બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ મામલો એટલો બિચક્યો હતો કે, બંને પક્ષોએ જાહેરમાં જ એકબીજા પર હિંસક હુમલો કરી દીધો હતો અને સિટી બસ પર પથ્થરમારો અને બ્લોકના ઘા જીંકી દેતા બસના મુસાફરો સહિત નાના નાના બાળકોને ઇજા થઈ હતી અને બસમાં રહેલા મુસાફરોની ચીસો નીકળી ગઈ હતી. ઉપરાંત રીક્ષા ચાલકે સિટી બસના ડ્રાઇવરને છરીના ઘા જીંકી દીધા હતા ત્યારે સિટી બસના ડ્રાઈવરે રીક્ષા ચાલકને બ્લોક પર નો ઘા જીંકી દીધો હતો આ મામલો તંગ બન્યો હતો અને ઘોઘાગેટ ચોકમાં નાસભાગ મચી જવા પામી હતી. પરંતુ ઘોઘાગેટ પોલીસ ચોકી સામે જ હોય પોલીસના દર્શન થયા ન હતા. ઘોઘાગેટ પોલીસ ચોકી પાસે જ બસ પર ઈંટ-બ્લોકનો વરસાદની વધારે મળતી માહિતી મુજબ, ઘોઘાગેટ પાસે રોડની વચ્ચે આડી પાર્ક કરેલી રિક્ષાને હટાવવા બાબતે સિટી બસના ડ્રાઈવર કુલદીપસિંહે રિક્ષાચાલકને ટોક્યો હતો. આ વાત પર બંને વચ્ચે મામલો ગરમાયો હતો અને બસચાલકે નીચે ઉતરીને રિક્ષાચાલકને ફડાકો ઝીંકી દીધો હતો. સામે રિક્ષાચાલકે ઉશ્કેરાઈને બસ પર ઈંટ અને પેવિંગ બ્લોકના ઘા કરવાનું શરૃ કરી દીધું હતું. હુમલાને કારણે બસના કાચ ધડાધડ તૂટી પડયા હતા, જેને લીધે અંદર બેઠેલા મુસાફરોમાં ચીસાચીસ અને દોડધામ મચી ગઈ હતી. આ સમગ્ર ઘટના પોલીસ ચોકીથી માત્ર ૩૦ ફૂટના અંતરે બની હોવા છતાં પોલીસ નહી પહોંચતા લોકોમાં જાહેર સુરક્ષાને લઈને રોષ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૃ કરી છે. પરંતુ હજુ સુધી કોઈ પણ ફરિયાદ નોંધવામાં આવી નથી.
આંશિક હડતાલ બાદ સીટી બસ શરૃ કરાઈ
આ ઘટનાને લઈને સીટી બસના ડ્રાઇવર અને કંડક્ટરોએ સુરક્ષાના પગલા ધ્યાને લઈ હડતાલ કરી દીધી હતી અને બપોર સુધી સીટી બસના પૈડા સમજાવી દીધા હતા. દરમિયાનમાં કોર્પોરેશન અને પોલીસ અધિકારીઓની મધ્યસ્થી બાદ સીટી બસ સેવા રાબેતા મુજબ શરૃ કરવામાં આવી હતી.
મારામારી અને પથ્થરમારાના દ્રશ્યો બસમાં લાગેલા સીસીટીવીમાં કેદ
મારામારી અને પથ્થરમારાના દ્રશ્યો બસમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થયા હતા. મહિલાઓ પોતાના બાળકોને બચાવવા ચીસો પડતી હતી. જ્યારે બાળકને ઇજા પહોંચી હતી.
અસામાજિક તત્વોને શિક્ષાના પાઠ ભણાવવા લોકોની માંગ
ઘોઘાગેટ અને બિઝનેસ સેન્ટર આસપાસ ફરતા આવવાના તત્વો છાસવારે સિટી બસના ડ્રાઇવરોને પરેશાન કરતા હોય અને આવારાગર્દી કરતા હોય છે. જેના કારણે અહીંના વેપારીઓને પણ ભારે મુશ્કેરી પડી રહી છે ત્યારે હવે પોલીસ સ્ટેન્ડે દ્વારા સામાજિક તત્વોને પકડી શિક્ષાના પાઠ ભણાવવા જરૃરી છે.















