• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, June 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરતના બે વર્ષથી પણ નાની ઉંમરના બાળકે જીત્યા ‘ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ’ અને ‘ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર…

satyasamachar by satyasamachar
June 16, 2026
in GUJARAT
Reading Time: 4 mins read
A A
0
સુરતના બે વર્ષથી પણ નાની ઉંમરના બાળકે જીત્યા ‘ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ’ અને ‘ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સોના-ચાંદી અંગે મોટા સમાચાર! બેઝ ઈમ્પોર્ટ પ્રાઈસ અંગે 3 જ દિવસમાં બીજો મોટો નિર્ણય | Gold and Silver…

Re-NEET પેપર વેચાણના નામે છેતરપિંડી કરનાર બે શખસ ઝડપાયા, ટેલિગ્રામમાં ચેનલ બનાવીને વાલીઓ-વિદ્યાર્થીઓ…

અમદાવાદ પ્લેન ક્રેશ સાઇટ પર અનોખી શ્રદ્ધાંજલિ: 12,000 અબોલ જીવોને એક વર્ષ સુધી જમાડ્યા! | Plane Cras…

Load More

આજના આધુનિક યુગમાં મોબાઈલ વિના જ માતાએ કર્યું બાળકનું ઘડતર

સુરત.
સુરત શહેરમાં રહેતા અને મૂળ જૂનાગઢ જિલ્લાના આંબલિયાળા ગામના પરમાર પરિવારના ૨ વર્ષથી પણ નાની ઉંમરના નાનકડા બાળકે પોતાની અસાધારણ બુદ્ધિપ્રતિભાના જોરે એક પછી એક બે મોટા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રેકોર્ડ્સ પોતાના નામે કરીને સમગ્ર દેશ, ગુજરાત અને બાબર સમાજનું નામ ગૌરવથી રોશન કર્યું છે.

માત્ર ૧ વર્ષ અને ૯ મહિનાની નાની ઉંમરે કર્ણ મિથુનભાઈ પરમારે પોતાની અદભુત યાદશક્તિના કારણે ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સ તરફથી “SUPER TALENTED KID” (One In A Million) નો સત્તાવાર એવોર્ડ, મેડલ અને સર્ટિફિકેટ મેળવ્યા છે. આ પૂર્વે કર્ણ જ્યારે માત્ર ૧ વર્ષ અને ૮ મહિનાનો હતો, ત્યારે તેણે ‘ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ’ (India Book of Records) માં પણ પોતાનું નામ નોંધાવીને પોતાની અસાધારણ પ્રતિભાનો પરિચય આપ્યો હતો. કર્ણે આટલી નાની ઉંમરે ફ્લેશકાર્ડ્સના માધ્યમથી અંગ્રેજી આલ્ફાબેટ્સ, વિવિધ ફળો, શાકભાજી, પાળતુ અને જંગલી પ્રાણીઓ, પક્ષીઓ, આકારો તેમજ વાહનોને બહુ જ સરળતાથી અને સચોટ રીતે ઓળખી બતાવીને આ અનોખી સિદ્ધિઓ હાસિલ કરી છે. કર્ણની આ બેવડી સિદ્ધિથી આખો બાબર સમાજ આજે ગર્વની લાગણી અનુભવી રહ્યો છે.

મૂળ જૂનાગઢ જિલ્લાના આંબલીયાળા ગામના વતની અને હાલ સુરતમાં સ્થાયી થયેલા પરમાર પરિવારના  કર્ણના પિતા મિથુનભાઈ પરમાર સુરતમાં બારકોડ પ્રિન્ટરનો વ્યવસાય ધરાવે છે. આ સાથે જ કર્ણનું મોસાળ અમરેલી જિલ્લાનું કેરિયાચડ ગામ છે.પરિવાર દ્વારા જણાવ્યા અનુસાર  કર્ણના નાનાજી મનસુખભાઈ કાનજીભાઈ ગોઢાણીયાએ  કર્ણના જન્મ સમયે જ તેના નાનાજીએ સુવર્ણ (સોના) વડે બાળકની જીભ પર પવિત્ર ‘ૐ’ (ઓમ) લખીને ઉચ્ચ સંસ્કારોનું સિંચન કર્યું હતું અને પરંપરાગત ગોળથૂથ્થી પીવડાવી હતી. નાનાજી દ્વારા જન્મ સમયે અપાયેલા આ દિવ્ય સંસ્કારો અને આશીર્વાદ થકી આજે કર્ણની અસાધારણ બુદ્ધિશક્તિ અને યાદશક્તિના સ્વરૂપે ચમકી રહ્યા છે. બાળકની આ આંતરરાષ્ટ્રીય સિદ્ધિથી સુરત, જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં ભારે ખુશી છવાઈ છે.

મોબાઈલ વગર ઘડાયું અસાધારણ મગજ – સમાજ માટે પ્રેરણારૂપ સંદેશ:

આજકાલ જ્યારે નાના બાળકોને મોબાઈલની લત લાગી ગઈ છે, ત્યારે કર્ણની આ સિદ્ધિ પાછળ એક અનોખી વાત એ છે કે તેના જીવનમાં તેની માતાએ તેને એક પણ વાર મોબાઈલ હાથમાં આપ્યો નથી. ડિજિટલ સ્ક્રિન અને મોબાઈલ ગેમ્સથી દૂર રહીને પણ બાળકને જીનિયસ બનાવી શકાય છે, તે આ પરિવારે સાબિત કરી બતાવ્યું છે.

“એક ભણેલી અને જાગૃત માતા, સો શિક્ષકની ગરજ સારે છે”

કર્ણની આ અદ્ભુત સફળતા પાછળ તેની માતા નેહલબેન પરમારની રાત-દિવસની સખત મહેનત અને યોગ્ય માર્ગદર્શન રહેલું છે. કહેવત છે કે ‘એક ભણેલી અને જાગૃત માતા, સો શિક્ષકની ગરજ સારે છે’, જેને નેહલબેને સાચી સાબિત કરી છે. એક શિક્ષકની જેમ તેમણે બાળકના અનોખા ટેલેન્ટને નાનપણથી ઓળખ્યું, સ્માર્ટફોનને બદલે ફ્લેશકાર્ડ્સ દ્વારા જ્ઞાન આપ્યું અને ખૂબ જ પ્રેમથી તેને આ રેકોર્ડ્સ માટે તૈયાર કર્યો. નેહલબેન તમામ માતા-પિતાને સંદેશ આપે છે કે બાળકોને મોબાઈલથી દૂર રાખીને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો.

નાનકડા કર્ણની આ અદ્ભુત બેવડી સિદ્ધિ અને સમાજને પ્રેરણા આપતા આ કિસ્સાને આપના લોકપ્રિય ન્યૂઝ માધ્યમ’ દ્વારા વિના મૂલ્યે લોકો સુધી પહોંચાડવા નમ્ર વિનંતી છે.

આ સાથે કર્ણના બંને રેકોર્ડ્સના મેડલ, સર્ટિફિકેટ અને બાળકના ફોટોગ્રાફ્સ સામેલ (Attach) રાખેલા છે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરતના બે વર્ષથી પણ નાની ઉંમરના બાળકે જીત્યા ‘ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ’ અને ‘ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર…

સુરતના બે વર્ષથી પણ નાની ઉંમરના બાળકે જીત્યા ‘ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ’ અને ‘ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર…

સોના-ચાંદી અંગે મોટા સમાચાર! બેઝ ઈમ્પોર્ટ પ્રાઈસ અંગે 3 જ દિવસમાં બીજો મોટો નિર્ણય | Gold and Silver…

સોના-ચાંદી અંગે મોટા સમાચાર! બેઝ ઈમ્પોર્ટ પ્રાઈસ અંગે 3 જ દિવસમાં બીજો મોટો નિર્ણય | Gold and Silver…

Re-NEET પેપર વેચાણના નામે છેતરપિંડી કરનાર બે શખસ ઝડપાયા, ટેલિગ્રામમાં ચેનલ બનાવીને વાલીઓ-વિદ્યાર્થીઓ…

Re-NEET પેપર વેચાણના નામે છેતરપિંડી કરનાર બે શખસ ઝડપાયા, ટેલિગ્રામમાં ચેનલ બનાવીને વાલીઓ-વિદ્યાર્થીઓ…

અમદાવાદ પ્લેન ક્રેશ સાઇટ પર અનોખી શ્રદ્ધાંજલિ: 12,000 અબોલ જીવોને એક વર્ષ સુધી જમાડ્યા! | Plane Cras…

અમદાવાદ પ્લેન ક્રેશ સાઇટ પર અનોખી શ્રદ્ધાંજલિ: 12,000 અબોલ જીવોને એક વર્ષ સુધી જમાડ્યા! | Plane Cras…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
સુરતના બે વર્ષથી પણ નાની ઉંમરના બાળકે જીત્યા ‘ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ’ અને ‘ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર…
GUJARAT

આજના આધુનિક યુગમાં મોબાઈલ વિના જ માતાએ કર્યું બાળકનું ઘડતર સુરત.સુરત શહેરમાં રહેતા અને મૂળ જૂનાગઢ જિલ્લાના આંબલિયાળા ગામના પરમાર...

Read more

સોના-ચાંદી અંગે મોટા સમાચાર! બેઝ ઈમ્પોર્ટ પ્રાઈસ અંગે 3 જ દિવસમાં બીજો મોટો નિર્ણય | Gold and Silver…

Re-NEET પેપર વેચાણના નામે છેતરપિંડી કરનાર બે શખસ ઝડપાયા, ટેલિગ્રામમાં ચેનલ બનાવીને વાલીઓ-વિદ્યાર્થીઓ…

અમદાવાદ પ્લેન ક્રેશ સાઇટ પર અનોખી શ્રદ્ધાંજલિ: 12,000 અબોલ જીવોને એક વર્ષ સુધી જમાડ્યા! | Plane Cras…

રાજુલામાં કુદરતનો કરિશ્મા: 50 ફૂટ ઊંડા કૂવામાં સિંહણ સાથે 5 કલાક સુધી રહ્યો શ્વાન, છતાં શિકાર થતા બચ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In