• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, September 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સેન્સેકસ 40 પોઈન્ટ ઘટીને 84233 | Sensex falls 40 points to 84233

satyasamachar by satyasamachar
February 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સેન્સેકસ 40 પોઈન્ટ ઘટીને 84233 | Sensex falls 40 points to 84233
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

Load More

મુંબઈ : ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવતા સેન્સેકસમાં સતત ત્રણ દિવસના સુધારાને બ્રેક લાગી હતી. જ્યારે નિફટી ૫૦માં  સાધારણ સુધારો જોવા મળ્યો હતો.અમેરિકા-ભારત વચ્ચે થયેલા વેપાર કરારને બજાર પોઝિટિવ માની રહ્યું છે પરંતુ તેના વિધિસરના અમલીકરણને લઈને અનિશ્ચિતતા તથા રશિયાના ક્રુડ તેલની ખરીદી અટકાવી દેવાના અને કૃષિ બજારો ખોલી દેવા જેવી બાબતો સામે ઘરઆંગણે રાજકીય પડકારો ઊભા થઈ શકે છે તેવી ગણતરીએ બજારમાં સાવચેતીનું વાતાવરણ જોવાઈ રહ્યું છે.  વિદેશી રોકાણકારોની ખરીદી પણ ધીમી ધારે જોવા મળી રહી છે. આ ઉપરાંત ભારતના હરિફ બાંગલાદેશ પરના ટેરિફને ઘટાડી ૧૯ ટકા કરવાના નિર્ણય જેવી ટ્રમ્પની અનિશ્ચિત નીતિઓને જોતા રોકાણકારો સાવધાની વર્તી રહ્યા છે. સતત ત્રણ સત્રના સુધારા બાદ બીએસઈ સેન્સેકસ બુધવારે   ઉપરમાં ૮૪૪૮૭.૩૪  અને નીચામાં ૮૪૦૮૧.૨૫ રહી છેવટે  ૪૦.૨૮ ઘટી ૮૪૨૩૩.૬૪ બંધ રહ્યો હતો. નિફટી૫૦ ઈન્ડેકસ ઉપરમાં ૨૬૦૦૦ની સપાટી પાર કરી  ઉપરમાં ૨૬૦૦૯.૪૦ તથા નીચામાં ૨૫૮૯૯.૮૦ થઈ છેવટે ૧૮.૭૦ વધી ૨૫૯૫૩.૮૫ બંધ રહ્યો હતો. બીએસઈ પર માર્કેટ બ્રેડથ નેગેટિવ રહી હતી. ૧૯૭૧ શેરોના ભાવ વધ્યા હતા જ્યારે ૨૨૪૮ના ભાવ ઘટયા હતા. ૧૭૨ શેરોના ભાવ ફેરફાર વિનાના રહ્યા હતા. 

બાંગ્લાદેશના ગારમેન્ટ પ્રોડકટસ પર શૂન્ય ડયૂટીની દરખાસ્તથી ટેકસટાઈલ શેરોમાં ધોવાણ  ચાલુ

અમેરિકામાં બજાર ધરાવતી ટેકસટાઈલ તથા રેડીમેડ ગારમેન્ટ ક્ષેત્રની કંપનીઓમાં  બુધવારે સતત બીજા દિવસે ધોવાણ ચાલુ રહ્યું  હતુું. રેડીમેડ ગારમેન્ટમાં ભારતના કટ્ટર હરિફ બાંગલાદેશના ચોક્કસ ગારમેન્ટ પર શૂન્ય ટકા  ટેરિફની અમેરિકાની ઓફરના અહેવાલે ટેકસટાઈલ શેરોમાં સતત વેચવાલી ચાલુ રહી હતી.  સોમવારે આવેલો સુધારો ધોવાઈ ગયો હતો. સનાતન ટેકસ. એનએસઈ પર રૂપિયા ૬.૭૫ ઘટી રૂપિયા ૪૧૮.૨૩, કીટેકસ ગારમેન્ટસ રૂપિયા  ૧૦.૬૩  ઘટી રૂપિયા ૧૯૦.૭૬,  અરવિંદ રૂપિયા ૯.૭૦ ઘટી  રૂપિયા ૩૫૯.૦૦, વર્ધમાન ટેકસ. રૂપિયા ૯.૩૦ ઘટી રૂપિયા ૪૭૮.૮૦, આલોક ઈન્ડ. રૂપિયા ૦.૩૨ ઘટી રૂપિયા ૧૫.૮૨ રહ્યો હતો.  

એઆઈ સંબંિાૃધત અહેવાલોની અસરાૃથી નિફટી આઈટી ઈન્ડેકસ ૬૨૭ પોઈન્ટ ઘટી ૩૫૦૯૫ બંધ

વૈશ્વિક સ્તરે એઆઈને લગતા અહેવાલો તથા ભારતમાં એઆઈ સામગ્રી સંબંધિત નિયમોને સખત બનાવવાના સરકારના નિર્ણયને કારણે ઈનફરમેશન ટેકનોલોજી (આઈટી) ક્ષેત્રમાં રોકાણકારોનું માનસ ખરડાયું હતું અને એઆઈને કારણે આઈટી ક્ષેત્ર સામે જોખમ ઊભા થવાની ચિંતાએ આઈટી શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. ટીસીએસ રૂપિયા ૭૪.૮૦ ઘટી રૂપિયા ૨૯૦૯.૮૦, ઈન્ફોસિસ રૂપિયા ૨૫.૯૦ ઘટી રૂપિયા ૧૪૭૧.૯૦, એચસીએલ ટેક રૂપિયા ૨૧.૫૦ ઘટી રૂપિયા ૧૫૫૧.૬૦, વિપ્રો રૂપિયા ૧.૬૬ ઘટી ૨૨૯.૮૧ બંધ રહ્યો હતો. નિફટી આઈટી ઈન્ડેકસમાંના દરેક શેરો ઘટાડે બંધ જોવા મળ્યા હતા. 

તંદૂરસ્ત બિઝનેસ આઉટલુક તાૃથા રિટેલ વેચાણ આંક મજબૂત આવતા ઓટો શેરોમાં આકર્ષણ

જાન્યુઆરીના ઓટો રિેટલ વેચાણ આંક મજબૂત આવતા તથા ઓટો ક્ષેત્રનું ભાવિ તંદૂરસ્ત હોવાના સંકેતોએ ઓટો કંપનીના શેરોમાં લેવાલીથી ભાવ ઊંચકાયા હતા. ટીવીએસ મોટર એનએસઈ પર રૂપિયા ૧૦૨.૭૦ વધી રૂપિયા ૩૮૬૫.૧૦, ટીએમપીવી રૂપિયા ૫.૩૫ વધી રૂપિયા ૩૮૪.૭૦, મધરસન રૂપિયા ૦.૭૪ વધી રૂપિયા ૧૩૦.૧૭, ભારત ફોર્જ રૂપિયા ૬૨.૪૦ વધી રૂપિયા ૧૬૭૬.૪૦ બંધ રહ્યો હતો. ડિસેમ્બર ત્રિમાસિક પરિણામ વચ્ચે  અશોક લેલેન્ડરૂપિયા ૩.૩૮ ઘટી રૂપિયા ૨૦૬.૩૫ બંધ રહ્યો હતો. 

ફાર્મા શેરોમાં આકર્ષણ: ઓરોબિન્દો ફાર્મા, ઝાયડસ લેબ્સ, ડો. રેડ્ડીસ, બાયોકોન સનફાર્મામાં સુાૃધારો 

ભારતના ફાર્મા ક્ષેત્ર માટે અમેરિકામાં સારી બજાર ઊભી થવાના આશાવાદે ફાર્મા શેરોમાં આકર્ષણ જોવા મળી રહ્યું છે. લૌરસ લેબ્સ રૂપિયા ૪૭.૩૦ વધી રૂપિયા ૧૦૧૩.૬૫, ઓરોબિન્દો ફાર્મા રૂપિયા ૨૨.૫૦ વધી રૂપિયા ૧૧૪૬.૬૦, ગ્લેનમાર્ક રૂપિયા ૫૭.૨૦ વધી રૂપિયા ૨૦૧૫.૨૦, ઝાયડસ લાઈફ રૂપિયા ૧૧.૦૦ વધી રૂપિયા ૮૯૮.૩૦, ડો. રેડ્ડીસ લેબ્સ રૂપિયા ૧૪.૩૦ વધી રૂપિયા ૧૨૭૦.૩૦ , સન ફાર્મા રૂપિયા ૩.૩૦ વધી રૂપિયા ૧૭૧૧.૧૦ તથા બાયોકોન રૂપિયા ૪.૧૫ વધી રૂપિયા ૩૭૫.૨૦ બંધ રહ્યો હતો.જેબી કેમિકલ્સ રૂપિયા ૨૮.૩૦ ઘટી રૂપિયા ૧૮૯૪.૮૦ તથા ગ્રેન્યુલ્સ રૂપિયા ૨.૧૫ ઘટી રૂપિયા ૫૭૮.૮૫ બંધ રહ્યો હતો. 

એફઆઈઆઈની કેશમાં રૂ.૯૪૩.૮૧કરોડની ખરીદી જ્યારે ડીઆઈઆઈની રૂ. ૧૨૫ કરોડની વેચવાલી

બુધવારે  એફઆઈઆઈની ભારતીય બજારમાં રૂપિયા ૧૬૮૫૮.૬૩ કરોડની લેવાલી સામે રૂપિયા ૧૫૯૧૪.૮૨ કરોડની વેચવાલી સાથે  રૂપિયા ૯૪૩.૮૧ કરોડની નેટ લેવાલી રહી હતી. બીજી બાજુ ડીઆઈઆઈની રૂપિયા ૧૪૨૮૧.૨૬ કરોડની લેવાલી  સામે  રૂપિયા ૧૪૪૦૬.૬૨ કરોડની વેચવાલી સાથે નેટ રૂપિયા ૧૨૫.૩૬ કરોડની વેચવાલી  રહી હતી. વર્તમાન મહિનામાં એફઆઈઆઈ દ્વારા ભારતીય બજારમાં સતત માલ ઘરભેગો કરાઈ રહ્યો છે. 

Next Post
સિહોર તાલુકાના સોનગઢ ગામે દંપતિનો આપઘાત | Couple commits suicide in Songadh village of Sihor taluka

સિહોર તાલુકાના સોનગઢ ગામે દંપતિનો આપઘાત | Couple commits suicide in Songadh village of Sihor taluka

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

પરંતુ શક્તિસેવા કેન્દ્ર ની શાળા થી ધાબાવાળી વાવ વચ્ચે નો માર્ગ અંધારપટ…..! રાત્રિ ના સમયે જંગલ વાળા આ વિસ્તારમાં પગપાળા...

Read more

એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

શાળાના દાતાશ્રી તરીકે શાળાની પ્રથમ મુલાકાત આવી પ્રેરણાદાયી પણ હોઈ શકે!!!!!

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In