• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, October 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

5 રાજ્યોની ચૂંટણી: બે મુખ્યમંત્રીએ પોતાની બેઠક ગુમાવી, રિક્ષાચાલકે દિગ્ગજોને હરાવ્યા… જુઓ જાયન્ટ ક…

satyasamachar by satyasamachar
May 5, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
5 રાજ્યોની ચૂંટણી: બે મુખ્યમંત્રીએ પોતાની બેઠક ગુમાવી, રિક્ષાચાલકે દિગ્ગજોને હરાવ્યા… જુઓ જાયન્ટ ક…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Load More

Assembly Election Results 2026: ચૂંટણીના તાજેતરના પરિણામોમાં લોકશાહીનો અસલી પાવર જોવા મળ્યો છે, જ્યાં જનતાએ અનેક દિગ્ગજ નેતાઓને પરાજયનો સ્વાદ ચખાડ્યો છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીની 832 વિધાનસભા બેઠકો પર થયેલી મતગણતરીમાં અનેક ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. આ ચૂંટણીની સૌથી મોટી હકીકત એ છે કે બે રાજ્યોના વર્તમાન મુખ્યમંત્રીઓ પોતાની પરંપરાગત બેઠકો બચાવી શક્યા નથી.

પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનરજી અને તમિલનાડુમાં મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન જેવા કદાવર નેતાઓને હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ, તમિલનાડુમાં એક સામાન્ય રિક્ષાચાલકે દાયકાઓથી રાજકારણમાં વર્ચસ્વ ધરાવતા પૂર્વ નાણામંત્રીને હરાવીને ઇતિહાસ રચી દીધો છે. ‘જાયન્ટ કિલર’ બનેલા આ નવા ચહેરાઓએ સાબિત કરી દીધું છે કે લોકશાહીમાં કોઈ પણ ગઢ અજેય નથી. જુઓ પરાજિત થયેલા દિગ્ગજો અને તેમને ધૂળ ચટાડનારા નવા વિજેતાઓનું સંપૂર્ણ લિસ્ટ.

પશ્ચિમ બંગાળ: મમતા બેનરજીની હાર

પશ્ચિમ બંગાળમાં ભાજપના શુભેન્દુ અધિકારીએ મોટો ઉલટફેર કરતા મુખ્યમંત્રી અને TMC પ્રમુખ મમતા બેનરજીને તેમના ગઢ ગણાતા ભવાનીપુરથી હરાવ્યા છે. આ રસાકસીભરી જંગમાં શુભેન્દુ અધિકારીએ મમતા બેનરજીને 15,000થી વધુ મતોના અંતરથી પરાજય આપ્યો છે. આટલું જ નહીં, શુભેન્દુ અધિકારીએ નંદીગ્રામ બેઠક પર પણ જીત મેળવીને પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. બીજી તરફ, કાલિમ્પોંગમાં પણ ભાજપનો વિજય રથ આગળ વધ્યો છે, જ્યાં ભરત છેત્રીએ રુદન સદા લેપચાને 21,000થી વધુ મતોથી હરાવીને મોટી જીત નોંધાવી છે.

તમિલનાડુ: વિજયનો ‘ટીવીકે’ પક્ષ છવાયો

તમિલનાડુમાં અભિનેતામાંથી નેતા બનેલા વિજયની પાર્ટી ‘તમિલગા વેત્રી કઝગમ’ (TVK)એ ડીએમકે (DMK) અને એઆઈએડીએમકે (AIADMK)ના વર્ષો જૂના દબદબાને મોટો ફટકો આપ્યો છે. આ ચૂંટણીમાં સૌથી મોટો ઉલટફેર કોલાથુર બેઠક પર જોવા મળ્યો છે, જ્યાં TVKના ઉમેદવાર વી.એસ. બાબુએ મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનને આશરે 9,000 મતોથી હરાવીને સહુને ચોંકાવી દીધા છે. 

આ ઉપરાંત, રોયાપુરમ બેઠક પર TVKના ઉમેદવાર અને વ્યવસાયે રિક્ષાચાલક એવા વિજય ધામુએ પૂર્વ નાણામંત્રી અને એઆઈએડીએમકે (AIADMK)ના દિગ્ગજ નેતા ડી. જયકુમારને 55,000થી વધુ મતોના જંગી અંતરથી પરાજય આપ્યો છે.

આસામ: કોંગ્રેસના દિગ્ગજોનો પરાજય

આસામમાં ભાજપે કોંગ્રેસના મજબૂત નેતાઓને પરાજય આપીને મોટો વિજય મેળવ્યો છે. જોરહાટ બેઠક પર ભાજપના દિગ્ગજ નેતા હિતેન્દ્ર નાથ ગોસ્વામીએ કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈને 23,000થી વધુ મતોથી હરાવ્યા છે. તેવી જ રીતે, બિશ્વનાથમાં પણ ભાજપના પલ્લબ લોચન દાસે કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયંત બોરા સામે 25,000થી વધુ મતોના મોટા માર્જિનથી શાનદાર જીત મેળવી છે.

આ પણ વાંચો: પરિવર્તનનો પવન, કેશ ટ્રાન્સફર, Gen Zનો ઉદય…: 5 રાજ્યોના પરિણામો પાછળના 10 ટ્રેન્ડ્સ જાણવા જરૂરી

કેરળ અને પુડુચેરી: નવા સમીકરણો

કેરળમાં કુટિયાડીમાં મુસ્લિમ લીગના પરાક્કલ અબ્દુલ્લાએ સીપીઆઈ (એમ)ના ઉમેદવારને 10,000 મતોથી હરાવ્યા છે. પૈયાનુરમાં પણ ડાબેરીઓના ગઢમાં ગાબડું પડ્યું છે.

પુડુચેરીમાં મુખ્યમંત્રી એન. રંગાસ્વામી પોતાની બેઠક બચાવવામાં સફળ રહ્યા છે, પરંતુ અનેક વિસ્તારોમાં પરંપરાગત પક્ષોનો પ્રભાવ ઘટતો જોવા મળ્યો છે.

આ ચૂંટણી પરિણામો દર્શાવે છે કે લોકશાહીમાં કોઈ પણ નેતાનો ગઢ કાયમી સુરક્ષિત નથી હોતો.

5 રાજ્યોની ચૂંટણી: બે મુખ્યમંત્રીએ પોતાની બેઠક ગુમાવી, રિક્ષાચાલકે દિગ્ગજોને હરાવ્યા... જુઓ જાયન્ટ કિલર્સનું લિસ્ટ 2 - image

Next Post
પરિવર્તનનો પવન, કેશ ટ્રાન્સફર, Gen Zનો ઉદય…: 5 રાજ્યોના પરિણામો પાછળના 10 ટ્રેન્ડ્સ જાણવા જરૂરી | …

પરિવર્તનનો પવન, કેશ ટ્રાન્સફર, Gen Zનો ઉદય...: 5 રાજ્યોના પરિણામો પાછળના 10 ટ્રેન્ડ્સ જાણવા જરૂરી | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી
GUJARAT

શ્રીમતી આર.ડી.ગાર્ડી ભાવનગર સ્ત્રી. કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એન.સી.ગાંધી અને શ્રીમતી બી.વી.ગાંધી મહિલા આર્ટ્‍સ અને કોમર્સ કૉલેજ ભાવનગર ખાતે તા.14-10-2026...

Read more

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In