• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

AMCના એસ્ટેટ વિભાગે શહેરના સાત ઝોનમાં દબાણો દૂર કરી રૂ. 8.39 લાખનો દંડ વસૂલ્યો

satyasamachar by satyasamachar
May 14, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
AMCના એસ્ટેટ વિભાગે શહેરના સાત ઝોનમાં દબાણો દૂર કરી રૂ. 8.39 લાખનો દંડ વસૂલ્યો
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

Load More

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ:અમદાવાદ શહેરની ટ્રાફિકની સમસ્યાને સરળ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર માર્ગો પરથી સતત દબાણો હટાવવાની સઘન કામગીરી કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત સાતેય ઝોનના રોડ પરના દબાણ અને જાહેર માર્ગો પર વધતા શહેરવ્યાપી ગેરકાયદેસર દબાણોને હટાવવામાં આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ચાલેલી આ વિશેષ કાર્યવાહીમાં AMCએ શહેરના સાતેય ઝોનમાં જાહેર માર્ગો, હાઈવે અને વ્યસ્ત વિસ્તારોમાંથી દબાણો દૂર કરીને ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવાનો પ્રયાસ કર્યો છે. આ દરમિયાન કોર્પોરેશન દ્વારા કુલ રૂ. 8,39,900નો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો.

AMCના એસ્ટેટ વિભાગ દ્વારા છેલ્લા અઠવાડિયા દરમિયાન હાથ ધરાયેલી કાર્યવાહીમાં કુલ 685 લારી-ગલ્લા દૂર કરવામાં આવ્યા હતા. ઉપરાંત 253 ગેરકાયદેસર શેડ, 915 તાડપત્રી, 1974 જાહેર માર્ગો પર લગાડાયેલા જાહેરાત બોર્ડ અને 4885 જેટલો અન્ય પરચૂરણ સામાન જપ્ત કરીને દૂર કરવામાં આવ્યો હતો. તે સાથે જ જાહેર માર્ગો પર ગેરકાયદેસર રીતે પાર્ક કરાયેલા વાહનો સામે પણ કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં 1133 વાહનો લોક કરવામાં આવ્યા હતા, 1145 વાહનચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો અને 10 વાહનોને ટોઇંગ કરીને દૂર કરવામાં આવ્યા હતા.

પશ્ચિમ ઝોનમાં ગોલ્ડન ટ્રાયએન્ગલ, સ્ટેડિયમ ચાર રસ્તા, સ્વસ્તિક ચાર રસ્તા, પંચવટી પાંચ રસ્તા, પરિમલ ગાર્ડન અંડરપાસ, નારણપુરા ચાર રસ્તા, અંકુર ચાર રસ્તા અને શાસ્ત્રીનગર સહિતના વિસ્તારોમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ઉત્તર પશ્ચિમ ઝોનમાં ડમરૂ સર્કલ ઘાટલોડિયાથી ચાણક્યપુરી રોડ અને ગુજરાત હાઈકોર્ટ કોમ્પ્લેક્સ સુધીના માર્ગો, જજીસ બંગલો રોડ, પકવાન ચાર રસ્તા, માનસી સર્કલ, કેશવબાગ, ઈસ્કોન ચાર રસ્તા, થલતેજ અને વૈષ્ણોદેવી સર્કલ સુધીના વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી હતી.

દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કેન્યુગ ચાર રસ્તાથી શ્યામલ ચાર રસ્તા, પ્રહલાદનગર એસ.જી. હાઈવે, ઈસ્કોન સર્કલથી ઉજાલા સર્કલ સુધીના માર્ગો પર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પૂર્વ ઝોનમાં હસ્તિનાપુર, હાટકેશ્વર સર્કલ રોડ, રબારી કોલોની, નિકોલ, સોનીની ચાલી, સારંગપુર બ્રિજ અને ઠક્કરબાપાનગરથી જશોદાનગર સુધીના વિસ્તારોમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી.

મધ્ય ઝોનમાં જમાલપુર ફૂલ બજાર, APMC માર્કેટ, ગીતા મંદિર, કાલુપુર રેલ્વે સ્ટેશન, પ્રેમ દરવાજા, દિલ્હી દરવાજા અને માણેકચોક વિસ્તાર સુધી દબાણ હટાવ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જ્યારે ઉત્તર ઝોનમાં મેમ્કોથી કુબેરનગર, હિરાવાડી BRTS, નરોડા ગામ અને નવા નરોડા સુધીના વિસ્તારો આવરી લેવાયા હતા. દક્ષિણ ઝોનમાં પીપળજ પીરાણા રોડ, સેજપુર, પી.ડી. પંડ્યા કોલેજ રોડ, ગોવિંદવાડી, ઇસનપુર, ઘોડાસર કેનાલ રોડ, હાટકેશ્વર અને CTM ક્રોસ રોડ સુધીના વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી હતી.

AMCના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના મિલકત માલિકો, દુકાનદારો તેમજ વાહનચાલકોને જાહેર માર્ગો અને હાઈવે પર કોઈપણ પ્રકારનું દબાણ ન કરવા સૂચના આપવામાં આવી છે. કોર્પોરેશન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જાહેર માર્ગો પર દબાણ કરનારાઓ સામે આગામી સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે.

Next Post
ભાણવડ તાલુકાના હાથલા ખાતે તા.૧૬મી મે ના રોજ શનિ જયંતિની ઉજવણી કરાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…
GUJARAT

Chhota Udepur News: છોટા ઉદેપુર-કવાંટ-નસવાડી સ્ટેટ હાઇવે માર્ગ પર આવેલા અનેક બસ સ્ટેશનો જર્જરિત અને ખંડેર અવસ્થામાં જોવા મળી રહ્યા...

Read more

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

MPમાં ટ્રેનમાં આગ લાગવાની અફવાથી મુસાફરો કૂદ્યા, સામેથી કાળ બનીને આવી બીજી ટ્રેન; 4ના મોત | mp moren…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In