• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, October 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

AMC પૂર્વ ઝોન: એસ્ટેટ વિભાગમાં સરકારી સીલ માત્ર ‘કાગળના વાઘ’, મોતના મોંમાં ધકેલાતી પૂર્વની જનતા! | A…

satyasamachar by satyasamachar
June 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
AMC પૂર્વ ઝોન: એસ્ટેટ વિભાગમાં સરકારી સીલ માત્ર ‘કાગળના વાઘ’, મોતના મોંમાં ધકેલાતી પૂર્વની જનતા! | A…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Load More

AMC East Zone Estate Ground Report :  અમદાવાદ શહેરના ઉત્તર ઝોનમાં મ્યુનિસિપલ ઇલેક્ટ્રિક પોલને આખેઆખો ચણી લેવાની ગેરરીતિમાં વોર્ડ ઇન્સ્પેક્ટરને નાછૂટકે શો-કોઝ નોટિસ ફટકારી તંત્રએ આબરૂ બચાવવાનો ધમધમાટ કર્યો, ત્યાં જ પૂર્વ ઝોનના એસ્ટેટ અને ટીડીઓ (TDO) વિભાગની કામગીરી સામે સવાલ ઉદ્ભવે તેવી અને તેનાથી પણ મોટી અને ગંભીર ગેરરીતિ સપાટી પર આવી છે. પૂર્વ ઝોનમાં એસ્ટેટ વિભાગ અને સ્થાનિક ભૂમાફિયાઓની આગવી કથિત ‘nexus’એ સાબિત કરી દીધું છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોટિસ બજાવ્યા બાદની ‘સીલ’ મારવાની પ્રક્રિયા માત્ર વહીવટી સંતોષ અને જનતાની આંખમાં ધૂળ નાખવાનું નાટક માત્ર છે!

ઓઢવ જી.વી.એમ.એમ.માં તંત્રની કામગીરી કેવી : જી.પી.એમ.સી. એક્ટના લીરેલીરા!

તાજેતરમાં પૂર્વ ઝોન એસ્ટેટ વિભાગના ઓઢવ ઇલેક્શન વોર્ડ-40 હેઠળ, ટી.પી. સ્કીમ નં-43 (ઓઢવ-3), ફાઇનલ પ્લોટ નં-17/પૈકી, ઇન્દોર હાઇ-વે પર આવેલા શેડ નંબર-02 ખાતે થઈ રહેલા બિનઅધિકૃત બાંધકામને અટકાવવા માટે જી.પી.એમ.સી. એક્ટની કલમ-267 હેઠળ મનાઈ નોટિસ (તા. 04/06/2026) બજાવી હતી. ત્યારબાદ દેખાડા ખાતર કલમ-260(1) અને 260(2)ની નોટિસો પણ ક્રમશઃ તા. 08/06/2026 અને 12/06/2026ના રોજ ફટકારાઈ.

AMC પૂર્વ ઝોન: એસ્ટેટ વિભાગમાં સરકારી સીલ માત્ર 'કાગળના વાઘ', મોતના મોંમાં ધકેલાતી પૂર્વની જનતા! 2 - image

આખરે, 19 જૂન 2026ના રોજ નાયબ નગર વિકાસ અધિકારીની સહી વાળી હુકમની નોટિસ સ્થળ પર ચોંટાડીને મિલકતને ‘સીલ’ મારવાનું પંચનામું કરાયું. નોટિસમાં કાયદાનો રોફ જમાવતા લખાયું કે, જો આ સીલ તૂટશે તો બી.એન.એસ. (BNS)ની કલમ-223 અનુસાર ફોજદારી ફરિયાદ થશે. પરંતુ એસ્ટેટ વિભાગનો ઇતિહાસ જોતા, આ નોટિસો માત્ર ‘કાગળના વાઘ’ સાબિત થવાની પૂરેપૂરી સંભાવના છે!

શેડ નં-336નો જીવતો પુરાવો: બે વાર સીલ મારવા છતાં તંત્ર ઘૂંટણિયે!

એસ્ટેટ વિભાગની કહેવાતી ‘કાયદેસરની ત્વરા’ કેટલી પોકળ છે, તેનો જીવતો-જાગતો પુરાવો આ જ જી.વી.એમ.એમ. ઇન્દોર હાઇ-વે પર આવેલો શેડ નં-336 (TP No-3, F.P No-15+16+17+35+40, Sp no 336, R.s No 67/B, 75, 123) છે.

સરકારી સીલની મજાક: વર્ષ 2024માં (18/05/2024) મનાઈ હુકમની બજવણી અને એસ્ટેટ વિભાગ દ્વારા 2-2 વખત સીલ મારવામાં આવ્યા છતાં, ભ્રષ્ટ વહીવટના જોરે આખેઆખો ગેરકાયદે મોટા પતરાનો શેડ ઊભો કરી દેવાયો!

AMC પૂર્વ ઝોન: એસ્ટેટ વિભાગમાં સરકારી સીલ માત્ર 'કાગળના વાઘ', મોતના મોંમાં ધકેલાતી પૂર્વની જનતા! 3 - image

બેખૌફ વપરાશ: કોઈપણ પ્રકારની માર્જિન જગ્યા છોડ્યા વિના, સરકારી સીલને કચરાટોપલીમાં નાખીને આજે આ શેડનો બેરોકટોક અને બેખૌફ વપરાશ થઈ રહ્યો છે. એસ્ટેટના અધિકારીઓ ત્યાંથી પસાર થાય ત્યારે કઈ ‘કૃપા’ નીચે આંખો બંધ કરી લે છે, તે તપાસનો વિષય છે.!

મોતની હાઈ-ટેન્શન લાઈન નીચે શેડ: હોનારત થશે તો જવાબદાર કોણ?

સૌથી ભયાનક બાબત એ છે કે, આ ગેરકાયદે ઊભા કરાયેલા શેડ નં-336ની બિલકુલ બાજુમાંથી અને ઉપરથી હાઈ-ટેન્શન વીજ લાઈન પસાર થાય છે! શેડ અને હાઈ-ટેન્શન લાઈન વચ્ચે માંડ 2 થી 3 ફૂટનું જ અંતર રાખવામાં આવ્યું છે. ચોમાસાની આ સિઝનમાં વીજળીના કડાકા, વાવાઝોડું કે વરસાદી ઝાપટા દરમિયાન જો સહેજ પણ શોર્ટ-સર્કિટ થયું કે લાઈન પતરાને અડી, તો ત્યાં કામ કરતા નિર્દોષ શ્રમિકો સાથે કે, આજુબાજુમાં કોઈ ઘટના ઘટવાની પૂરી આશંકા છે. આ સંભવિત માનવસર્જિત હોનારતના ગુનેગાર કોણ ગણાશે? માત્ર નોટિસો ચોંટાડીને એસી ચેમ્બરમાં બેસતા અધિકારીઓ કે નોટિસની ઐસીતૈસી કરનારા મિલકતદારો?

AMC પૂર્વ ઝોન: એસ્ટેટ વિભાગમાં સરકારી સીલ માત્ર 'કાગળના વાઘ', મોતના મોંમાં ધકેલાતી પૂર્વની જનતા! 4 - image

નિકોલ વોર્ડમાં વ્હાલા-દવલાનો ખેલ: સિનિયરો સાઈડલાઈન, જુનિયરને ‘મલાઈદાર ચાર્જ’?

એસ્ટેટ વિભાગની કામગીરી માત્ર નોટિસો પૂરતી સીમિત નથી, વહીવટી ગોઠવણોમાં પણ નિયમો નેવે મૂકાયા છે. નિકોલ વોર્ડમાં ઇન્સ્પેક્ટરની કંટ્રોલ રૂમ અને ત્યારબાદ ઝોનમાં બદલી કરવામાં આવી હોવા છતાં, ઇન્સ્પેકટરને કોઇપણ કામગીરી આપવામાં આવી નથી, અને આ ખાલી પડેલી જગ્યા પર પૂર્વ ઝોનમાં ઘણા સિનિયર સબ-ઇન્સ્પેક્ટરો અને અન્ય વોર્ડના સક્ષમ ઇન્સ્પેક્ટરો હાજર હોવા છતાં, મનપસંદ સામ્રાજ્યને આંચ ન આવે તે માટે તમામ સિનિયરોને હાંસિયામાં ધકેલીને એક જુનિયર સબ-ઇન્સ્પેક્ટરને ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટરનો મોભાદાર ચાર્જ સોંપી દેવાયો! આ કામગીરી પાછળ વિશ્વસનીય સૂત્રો થકી મળેલ જાણકારી અનુસાર ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની જગ્યાએ ડેપ્યુટી એસ્ટેટ અધિકારીએ જાતે જ ઓર્ડર કરીને ચાર્જ પણ આપી દીધો!

કમિશનરના આકરા આદેશો સામે એસ્ટેટ શાખાનું ‘સુગર કોટેડ’ તરકટ!

AMC મ્યુનિસિપલ કમિશનર સુધી જ્યારે પૂર્વ ઝોનમાં ચાલી રહેલા 150 થી વધુ ગેરકાયદે બાંધકામોની પુરાવા સાથેની લેખિત ફરિયાદો પહોંચી, ત્યારે તેમણે પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને એસ્ટેટ ડેપ્યુટી ટીડીઓને આકરો ઠપકો આપ્યો હતો. કમિશનરે અગાઉ 06 ફેબ્રુઆરી 2026 ના રોજ સત્તાવાર સ્ટેટમેન્ટ આપ્યું હતું કે: ‘ગેરકાયદે બાંધકામો તોડવા માટે જો પોલીસ બંદોબસ્ત ના મળતો હોય તો મને કહો, હું પોતે તમારી સાથે સ્થળ પર આવીશ!’

AMC પૂર્વ ઝોન: એસ્ટેટ વિભાગમાં સરકારી સીલ માત્ર 'કાગળના વાઘ', મોતના મોંમાં ધકેલાતી પૂર્વની જનતા! 5 - image

કમિશનરની આ કડક સૂચના અને મીડિયાના અહેવાલોથી બચવા માટે પૂર્વ ઝોનના તંત્રએ માત્ર ‘દેખાવ પૂરતી’ કવાયત હાથ ધરી. ગણતરીના નાના પતરાના 20 થી 25 શેડ અને 2-4 પાકા બાંધકામો પર જેસીબી ફેરવીને કમિશનર સમક્ષ ‘કામગીરી થઈ ગઈ’ નો રીપોર્ટ ધરી દીધો! આ ગણતરીના હથોડા પડ્યા બાદ, કરોડોના ગેરકાયદે આસામીઓ ધરાવતા મોટા ભૂમાફિયાઓ સામેની ડિમોલિશનની કામગીરી રહસ્યમય રીતે સદંતર બંધ થઈ ગઈ છે!

મુખ્ય સવાલો: જેનો જવાબ જનતા ઈચ્છે છે

1. ઉત્તર ઝોનમાં ઇલેક્ટ્રિક પોલ ચણાયા પછી જ કેમ નોટિસ અપાય છે? શું અધિકારીઓ ઓફિસમાંથી બહાર જ નીકળતા નથી?

2. ઓઢવ શેડ નં-336માં સરકારી સીલ બે વખત તૂટવા છતાં, BNS કલમ-223 હેઠળ આજ દિન સુધી મિલકતદાર સામે કાર્યવાહી કેમ નહીં?

3. નિકોલમાં સિનિયરોને કયા કારણોસર સાઇડલાઇન કરીને જુનિયર સબ-ઇન્સ્પેક્ટરને ઇન્ચાર્જ બનાવાયા?

4. કમિશનરના ગેરકાયદે બાંધકામ તોડી પાડવાના સ્પષ્ટ આદેશોનું સરેઆમ ઉલ્લંઘન કરનારા અધિકારીઓ સામે ક્યારે પગલાં કે શૉ કોઝ નોટિસ ઇસ્યૂ કરવામાં આવશે?

5. શું GIDC, કારખાનાઓ, કે પછી અન્ય કોમર્સિયલ બાંધકામોમાં જનતા અને ત્યાં કાર્ય કરતા શ્રમિકોના જીવની કોઈને પરવાહ જ નથી?

જો શહેરના સાતેય ઝોનમાં ઉચ્ચ અધિકારી દ્વારા તટસ્થ અને પ્રામાણિક તપાસ કરવામાં આવે, તો ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરથી માંડીને વોર્ડ ઇન્સ્પેક્ટર સુધીના આખેઆખા સ્ટાફને સસ્પેન્ડ કે શો-કોઝ નોટિસ આપવી પડે તેવી સ્થિતિ છે. એસ્ટેટ વિભાગની આ નોટિસ-નોટિસની રમત માત્ર કાગળ પર પોતાનો બચાવ કરવાની અને આંખ આડા કાન કરવાની કે ચાલુ રાખવાની ‘દેખાવબાજી’ માત્ર છે!

Next Post
ગુજરાતના દરિયામાં ડોલ્ફિનની સંખ્યા 680ને પાર: શિવરાજપુર અને પોશિત્રા બન્યા ‘બેસ્ટ સ્પોટ’ | gujarat d…

ગુજરાતના દરિયામાં ડોલ્ફિનની સંખ્યા 680ને પાર: શિવરાજપુર અને પોશિત્રા બન્યા 'બેસ્ટ સ્પોટ' | gujarat d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી
GUJARAT

શ્રીમતી ગાંધી મહિલા કૉલેજના પાવન પરિસરમાં “રાસરાત્રી મહોત્સવ 2026” ની શાનદાર ઉજવણી

શ્રીમતી આર.ડી.ગાર્ડી ભાવનગર સ્ત્રી. કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એન.સી.ગાંધી અને શ્રીમતી બી.વી.ગાંધી મહિલા આર્ટ્‍સ અને કોમર્સ કૉલેજ ભાવનગર ખાતે તા.14-10-2026...

Read more

આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાનો મોટો નિર્ણય: સરકારી હોસ્પિટલો માટે ₹૮.૮૫ કરોડથ…

Meethe Mein Kya Hai Poster Out: Radhika Bansal’s Feel-Good Diwali Drama Starring Ritwik Bhowmik, Roh…

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In