• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, May 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

Expaliner: વાયુ પ્રદૂષણને કાબૂમાં રાખવાના હેતુથી સરકારે ₹7,094 કરોડના ખર્ચે ધૂળ હટાવી, લોકસભામાં આપી…

satyasamachar by satyasamachar
February 4, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
Expaliner: વાયુ પ્રદૂષણને કાબૂમાં રાખવાના હેતુથી સરકારે ₹7,094 કરોડના ખર્ચે ધૂળ હટાવી, લોકસભામાં આપી…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

એપલને પાછળ છોડીને ગૂગલ વિશ્વની સૌથી મોટી બ્રાન્ડ બની, ટોપ-100માં ત્રણ ભારતીય કંપનીઓ | Google becomes…

એપલને પાછળ છોડીને ગૂગલ વિશ્વની સૌથી મોટી બ્રાન્ડ બની, ટોપ-100માં ત્રણ ભારતીય કંપનીઓ | Google becomes…

ઓપ્શન સ્ટ્રાઈક પ્રાઈસ મેનેજમેન્ટને સુવ્યવસ્થિત કરવા માટે સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to streamli…

ઓપ્શન સ્ટ્રાઈક પ્રાઈસ મેનેજમેન્ટને સુવ્યવસ્થિત કરવા માટે સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to streamli…

ભારતમાં સોનાની માંગમાં 50-60 ટનનો ઘટાડો થઈ શકે છે : WGC | India’s gold demand may fall by 50 60 tonn…

ભારતમાં સોનાની માંગમાં 50-60 ટનનો ઘટાડો થઈ શકે છે : WGC | India’s gold demand may fall by 50 60 tonn…

Load More

Air pollution: દેશના મોટા અને મધ્યમ શહેરોમાં વધતા વાયુ પ્રદૂષણને કાબૂમાં લેવા માટે કેન્દ્ર સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર ખર્ચ કર્યો છે. ખાસ કરીને રસ્તા પર ઉડતી ધૂળને કાબૂમાં રાખવા ₹7,000 કરોડથી વધુની રકમ ખર્ચાઈ હોવાનું લોકસભામાં જાહેર થયું છે. આ માહિતીથી સ્પષ્ટ થાય છે કે સરકાર હવે વાયુ પ્રદૂષણના મૂળ કારણો નિર્મૂળ કરવાની નીતિ અપનાવી રહી છે.

NCAP હેઠળ 130 શહેરોમાં કેન્દ્રિત કાર્યવાહી

કેન્દ્રીય પર્યાવરણ, વન અને હવામાન પરિવર્તન મંત્રાલય (MoEFCC – Ministry of Environment, Forest and Climate Change) દ્વારા સંસદમાં રજૂ કરાયેલી માહિતી મુજબ દેશના કુલ 130 શહેરોને રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ (NCAP – National Clean Air Programme) હેઠળ આવરી લેવાયા છે. તેમાંથી 48 ‘મિલિયન-પ્લસ’ શહેરોને 15મા નાણા પંચના ખાસ ફંડમાંથી સહાય અપાઈ છે, જ્યારે બાકીના 82 શહેરોને મંત્રાલયની પ્રદૂષણ નિયંત્રણ યોજના દ્વારા ભંડોળ પૂરું પડાયું છે. નોંધનીય છે કે, દસ લાખથી વધુની વસ્તી ધરાવતા શહેરને મિલિયન-પ્લસ શહેર કહેવાય છે. 

₹7,094 કરોડ માત્ર રસ્તાની ધૂળ હટાવવા ખર્ચાયા

લોકસભામાં 2 ફેબ્રુઆરીએ આપેલા લેખિત જવાબમાં કેન્દ્રીય રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે જણાવ્યું હતું કે શહેરી સ્થાનિક સંસ્થાઓ દ્વારા રસ્તાની ધૂળ નિયંત્રિત કરવા માટે કુલ ₹7,094.39 કરોડ ખર્ચ્યા છે. આ રકમમાં માર્ગ સફાઈ, પાણીનો છંટકાવ, વેક્યુમ સ્વીપર મશીનો અને બાંધકામ સ્થળો પર નિયંત્રણ જેવા પગલાંનો સમાવેશ થાય છે.

NCAP ભંડોળમાંથી રસ્તાની ધૂળ માટે સૌથી મોટો હિસ્સો 

રાજ્યમંત્રીના જણાવ્યા મુજબ NCAP હેઠળ અત્યાર સુધીમાં કુલ ₹13,852.22 કરોડનું ભંડોળ ફાળવાયું છે. તેમાંનો સૌથી મોટો હિસ્સો રસ્તાની ધૂળ વ્યવસ્થાપન માટે વપરાયો છે. કારણ કે વિવિધ વૈજ્ઞાનિક અભ્યાસો દર્શાવે છે કે શહેરોમાં PM10 પ્રદૂષણમાં રસ્તાની ધૂળનો ફાળો સૌથી વધુ છે.

સાંસદોએ કયા પ્રશ્નો ઉઠાવ્યા?

આ મુદ્દે શિવસેનાના સાંસદ એકનાથ શિંદે અને રવિન્દ્ર વાયકરે ત્રણ મહત્ત્વના પ્રશ્નો પૂછ્યા હતા:

– રસ્તાની ધૂળ નિયંત્રણ માટે મંજૂર અને વાસ્તવમાં ખર્ચાયેલા ભંડોળની વિગતો શું છે?

– સફાઈ અને પાણીના છંટકાવ બાદ ધૂળના સ્તરમાં કેટલો ઘટાડો થયો?

– મુંબઈ, થાણે, રાયગઢ અને પુણે જેવા ભારે બાંધકામવાળા વિસ્તારોમાં નવી કઈ ટેકનોલોજી અથવા સામગ્રી અપનાવાઈ રહી છે?

રસ્તાની ધૂળ કેમ સૌથી મોટું કારણ છે?

NCAP હેઠળ કરાયેલા સ્ત્રોત ફાળવણી અભ્યાસો મુજબ શહેરોમાં PM10 સાંદ્રતામાં રસ્તાની ધૂળનો ફાળો 20 ટકા થી 60 ટકા સુધીનો છે. વાહનોની અવરજવર, અધૂરા પેવમેન્ટિંગ, ખુલ્લી માટી અને બાંધકામ પ્રવૃત્તિઓના કારણે ધૂળ હવામાં સતત મિશ્રિત થાય છે.

શહેર કાર્ય યોજનાનું મુખ્ય ફોકસ આ મુદ્દા પર છે

આ સ્થિતિને ધ્યાનમાં રાખીને શહેર કાર્ય યોજનાઓમાં મુખ્યત્વે નીચેના મુદ્દાઓ પર ભાર મૂકાયો છે.

– રોડ સ્વીપિંગ

– નિયમિત પાણીનો છંટકાવ

– બાંધકામ અને તોડી પાડવાની કામગીરી પર નિયંત્રણ

– ખુલ્લી માટીનું ઢાંકણ

100થી વધુ શહેરોમાં હવાની ગુણવત્તામાં સુધારો

સરકારી આંકડા અનુસાર 2017-18ની સરખામણીમાં 2024-25માં 103 શહેરોમાં PM10 સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એટલું જ નહીં, 22 શહેરોએ તો રાષ્ટ્રીય વાયુ ગુણવત્તા ધોરણ (NAAQS – National Ambient Air Quality Standards) પણ પૂર્ણ કરી લીધા છે, જ્યાં PM10નું સ્તર 60 µg/m³ કરતાં ઓછું છે.

મુંબઈ-પુણે જેવા વિસ્તારોમાં નવી ટેકનોલોજી

મુંબઈ, થાણે, રાયગઢ અને પુણે જેવા સતત બાંધકામવાળા વિસ્તારોમાં ધૂળ ફરીથી ઊડતી અટકાવવા માટે ખાસ કેમિકલ સ્પ્રે, પ્રી-મિક્સ પેવમેન્ટિંગ અને આધુનિક વેક્યુમ મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ પગલાંથી પ્રદૂષણના સ્તરમાં ઘટાડો નોંધાયો છે.

NCAP શું છે?

10 જાન્યુઆરી, 2019ના રોજ કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ (NCAP) શરૂ કર્યો હતો. તેનો હેતુ વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરીને લાંબા ગાળે શહેરોની હવા સ્વચ્છ કરવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત રસ્તા પરની ધૂળ, વાહન પ્રદૂષણ, ઔદ્યોગિક ઉત્સર્જન, કચરો બાળવા જેવી પ્રવૃત્તિઓ પર નિયંત્રણના પગલાં લેવામાં આવે છે.

આ પણ વાંચો: મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર 25 કલાકથી ભયાનક ટ્રાફિક જામ, સુરંગ નજીક ગેસ ટેન્કર પલટતા હજારો વાહનો ફસાયા

ભંડોળ છતાં પડકારો યથાવત્

સરકાર દ્વારા મોટા પ્રમાણમાં ભંડોળ ફાળવાયું છે, પણ સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયર્નમેન્ટ (CSE) જેવી સંસ્થાઓએ ચિંતા વ્યક્ત કરી છે કે દહન આધારિત પ્રદૂષણ સ્ત્રોતો પર પૂરતું ધ્યાન અપાયું નથી. આમ છતાં, રસ્તાની ધૂળ ઘટાડવાના પ્રયાસોએ ઘણાં પ્રદૂષિત શહેરોને ‘સ્વચ્છ હવા’ના લક્ષ્ય તરફ એક પગથિયું આગળ વધાર્યા છે, એ બાબત આવકારદાયક છે.

Next Post
PM મોદી આજે લોકસભામાં સંબોધન નહીં કરે, હોબાળા બાદ સંસદની કાર્યવાહી સ્થગિત | PM Modi’s Speech Postpon…

PM મોદી આજે લોકસભામાં સંબોધન નહીં કરે, હોબાળા બાદ સંસદની કાર્યવાહી સ્થગિત | PM Modi's Speech Postpon...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

એપલને પાછળ છોડીને ગૂગલ વિશ્વની સૌથી મોટી બ્રાન્ડ બની, ટોપ-100માં ત્રણ ભારતીય કંપનીઓ | Google becomes…

એપલને પાછળ છોડીને ગૂગલ વિશ્વની સૌથી મોટી બ્રાન્ડ બની, ટોપ-100માં ત્રણ ભારતીય કંપનીઓ | Google becomes…

ઓપ્શન સ્ટ્રાઈક પ્રાઈસ મેનેજમેન્ટને સુવ્યવસ્થિત કરવા માટે સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to streamli…

ઓપ્શન સ્ટ્રાઈક પ્રાઈસ મેનેજમેન્ટને સુવ્યવસ્થિત કરવા માટે સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to streamli…

ભારતમાં સોનાની માંગમાં 50-60 ટનનો ઘટાડો થઈ શકે છે : WGC | India’s gold demand may fall by 50 60 tonn…

ભારતમાં સોનાની માંગમાં 50-60 ટનનો ઘટાડો થઈ શકે છે : WGC | India’s gold demand may fall by 50 60 tonn…

જીકાસના પ્રથમ તબક્કામાં ફોર્મ ભરવા 7 દિવસનો સમય ટુંકો પડે છે | The first phase of GCAS has a short p…

જીકાસના પ્રથમ તબક્કામાં ફોર્મ ભરવા 7 દિવસનો સમય ટુંકો પડે છે | The first phase of GCAS has a short p…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
એપલને પાછળ છોડીને ગૂગલ વિશ્વની સૌથી મોટી બ્રાન્ડ બની, ટોપ-100માં ત્રણ ભારતીય કંપનીઓ | Google becomes…
GUJARAT

એપલને પાછળ છોડીને ગૂગલ વિશ્વની સૌથી મોટી બ્રાન્ડ બની, ટોપ-100માં ત્રણ ભારતીય કંપનીઓ | Google becomes…

– વિશ્વની ટોચની 100 બ્રાન્ડોની નવી વૈશ્વિક રેન્કિંગમાં નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા છે  – વિશ્વની ટોચની 100 બ્રાન્ડનું કુલ મૂલ્ય...

Read more

ઓપ્શન સ્ટ્રાઈક પ્રાઈસ મેનેજમેન્ટને સુવ્યવસ્થિત કરવા માટે સેબીનો પ્રસ્તાવ | SEBI proposes to streamli…

ભારતમાં સોનાની માંગમાં 50-60 ટનનો ઘટાડો થઈ શકે છે : WGC | India’s gold demand may fall by 50 60 tonn…

જીકાસના પ્રથમ તબક્કામાં ફોર્મ ભરવા 7 દિવસનો સમય ટુંકો પડે છે | The first phase of GCAS has a short p…

અમદાવાદ મ્યુનિ.ની નવી પહેલ મોલ,હોટલ,હોસ્પિટલ જેવા એકમ ફ્રી પાર્કિંગ આપે તો પ્રોપર્ટીટેકસમાં રાહત | A…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In