• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, June 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

NEETની પરીક્ષા ન થાય ત્યાં સુધી ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ, 30 જૂન સુધી આ ફીચર કામ નહીં કરે | Tel…

satyasamachar by satyasamachar
June 16, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
NEETની પરીક્ષા ન થાય ત્યાં સુધી ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ, 30 જૂન સુધી આ ફીચર કામ નહીં કરે | Tel…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરામાં ટીપી 13માં 24 મીટરના રોડમાં નડતરરૂપ 31 ગેરકાયદે દબાણો દૂર કરાયા | 31 illegal encroachments…

એકબાજુ વૃક્ષારોપણ બીજીબાજુ વૃક્ષ છેદન : નિઝામપુરામાં છ વૃક્ષો કાપવાની કાર્યવાહી થતાં વિવાદ | Controv…

ગોત્રી વિસ્તારમાં દવાઓનો જથ્થો ફેંકી જતા હોબાળો : રહીશોમાં રોષ

Load More

Telegram Banned in India Until June 22: પરીક્ષાઓમાં પેપર લીક અને ગેરરીતિઓ રોકવા કેન્દ્ર સરકારે કડક પગલું ભરીને દેશભરમાં ટેલિગ્રામ (Telegram) એપ પર 22 જૂન, 2026 સુધી હંગામી પ્રતિબંધ મૂક્યો છે. આગામી 21 જૂન, 2026ના રોજ યોજાનારી NEET (UG) 2026ની પુનઃપરીક્ષાને સુરક્ષિત રાખવા અને નકલખોરીનું નેટવર્ક તોડવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ ભલામણ કરી હતી. આ ભલામણના આધારે ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે આ મોટો નિર્ણય લીધો છે, જેને NTA દ્વારા પણ આવકારવામાં આવ્યો છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) દ્વારા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ, 2000ની કલમ 69A હેઠળ મળેલી કટોકટીની સત્તાઓનો ઉપયોગ કરીને આ પ્લેટફોર્મ પર કડક અને સમયબદ્ધ નિયંત્રણો લાગુ કરવામાં આવ્યા છે.

મેસેજ એડિટિંગ ફીચર પર પણ પ્રતિબંધ

કેન્દ્ર સરકારના નવા આદેશ અનુસાર, ભારતમાં ટેલિગ્રામ પર 30 જૂન, 2026 સુધી જૂના મેસેજ સુધારવાનું (એડિટ કરવાનું) ફીચર બંધ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધી નકલખોરી કરતા તત્વો અને ચીટિંગ રેકેટ્સ પરીક્ષા પૂરી થયા પછી આ ફીચરનો દુરુપયોગ કરીને નકલી ‘પેપર લીક’ થયાનો ખોટો ભ્રમ ઊભો કરતા હતા.

આ છેતરપિંડી અંતર્ગત ટેલિગ્રામ ચેનલના એડમિન અગાઉ મોકલેલા કોઈ સામાન્ય મેસેજને એડિટ કરીને તેની અંદર ઓરિજિનલ પ્રશ્નપત્રની PDF ફાઈલ અપલોડ કરી દેતા હતા. આ પ્રક્રિયામાં મેસેજનો અસલી સમય (ટાઈમ સ્ટેમ્પ) બદલાતો ન હોવાથી મેસેજ જૂનો જ દેખાતો હતો. પરીક્ષા પૂરી થયા પછી આ એડિટ કરેલી ચેટને સોશિયલ મીડિયા પર વાઇરલ કરીને એવો જૂઠો દાવો કરાતો હતો કે પેપર પરીક્ષા પહેલાં જ લીક થઈ ગયું હતું. સરકારના આ કડક પગલાના કારણે હવે સોશિયલ મીડિયા પર આ પ્રકારે અફવાઓ અને જુઠ્ઠાણાં ફેલાવવાનો રસ્તો બંધ થઈ જશે.

ટેલિગ્રામ પર હંગામી પ્રતિબંધ

NTAના જણાવ્યા અનુસાર, પેપર લીક કરનારા શંકાસ્પદ ચેનલો પર એક પછી એક સખત કાર્યવાહી કરવા છતાં પણ જ્યારે ખતરો પૂરેપૂરો ટળ્યો નહીં, ત્યારે છેવટે આખા પ્લેટફોર્મ પર જ અસ્થાયી પ્રતિબંધ મૂકવો પડ્યો છે. ટેલિગ્રામ પર ‘પેપર લીક’ અને ‘રી-એક્ઝામ 2026’ જેવા ભ્રામક નામો ધરાવતી ચેનલો બનાવીને ઉમેદવારો પાસેથી નકલી પેપરના નામે હજારો અને લાખો રૂપિયા પડાવવામાં આવી રહ્યા હતા. 

પરીક્ષાની નિષ્પક્ષતા માટે નિર્ણય

NTAના જણાવ્યા અનુસાર, આ પ્રતિબંધથી એપ્લિકેશનનો સાચો ઉપયોગ કરનારા સામાન્ય લોકોને થોડી મુશ્કેલી પડશે, પરંતુ પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે આ નિર્ણય માત્ર પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી જ લેવાયો છે. એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે 21 જૂન. 2026ના રોજ લેવાનારી NEETની પુનઃપરીક્ષા તેના નક્કી કરેલા સમયે જ યોજાશે, તેથી વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયાની અફવાઓથી દૂર રહીને માત્ર NTAની સત્તાવાર વેબસાઇટ પર આપેલી માહિતી પર જ ભરોસો રાખવો.

Next Post
માતોશ્રીની બેઠક છોડીને દિલ્હીમાં ‘ચા-પાણી’! મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ભૂકંપના સંકેત | Fresh Defect…

માતોશ્રીની બેઠક છોડીને દિલ્હીમાં 'ચા-પાણી'! મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ભૂકંપના સંકેત | Fresh Defect...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરામાં ટીપી 13માં 24 મીટરના રોડમાં નડતરરૂપ 31 ગેરકાયદે દબાણો દૂર કરાયા | 31 illegal encroachments…

વડોદરામાં ટીપી 13માં 24 મીટરના રોડમાં નડતરરૂપ 31 ગેરકાયદે દબાણો દૂર કરાયા | 31 illegal encroachments…

એકબાજુ વૃક્ષારોપણ બીજીબાજુ વૃક્ષ છેદન : નિઝામપુરામાં છ વૃક્ષો કાપવાની કાર્યવાહી થતાં વિવાદ | Controv…

એકબાજુ વૃક્ષારોપણ બીજીબાજુ વૃક્ષ છેદન : નિઝામપુરામાં છ વૃક્ષો કાપવાની કાર્યવાહી થતાં વિવાદ | Controv…

ગોત્રી વિસ્તારમાં દવાઓનો જથ્થો ફેંકી જતા હોબાળો : રહીશોમાં રોષ

ગોત્રી વિસ્તારમાં દવાઓનો જથ્થો ફેંકી જતા હોબાળો : રહીશોમાં રોષ

વડોદરા શહેરમાં ચોમાસા પૂર્વે માર્ગ સુરક્ષાને લઈને ખાડા, તૂટેલા ગટરના ઢાંકણાં રિપેર કરવા રજૂઆત | Prop…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વડોદરામાં ટીપી 13માં 24 મીટરના રોડમાં નડતરરૂપ 31 ગેરકાયદે દબાણો દૂર કરાયા | 31 illegal encroachments…
GUJARAT

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ટીપી 13 વિસ્તારમાં માર્ગ વિકાસને અવરોધરૂપ બનતા ગેરકાયદે દબાણો સામે કાર્યવાહી હાથ...

Read more

એકબાજુ વૃક્ષારોપણ બીજીબાજુ વૃક્ષ છેદન : નિઝામપુરામાં છ વૃક્ષો કાપવાની કાર્યવાહી થતાં વિવાદ | Controv…

ગોત્રી વિસ્તારમાં દવાઓનો જથ્થો ફેંકી જતા હોબાળો : રહીશોમાં રોષ

વડોદરા શહેરમાં ચોમાસા પૂર્વે માર્ગ સુરક્ષાને લઈને ખાડા, તૂટેલા ગટરના ઢાંકણાં રિપેર કરવા રજૂઆત | Prop…

પંચમહાલ: ઘોઘંબાના ગુણેસિયા ગામમાંથી ગાંજાની ખેતી ઝડપાઈ, 4 લાખથી વધુના જથ્થા સાથે એકની ધરપકડ | Panchm…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In