ક્ષત્રિય સમાજના કદાવર નેતા શંકરસિંહ વાઘેલાએ સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે આજે ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર અને પરષોત્તમ રૂપાલા પર પ્રહાર કર્યા છે. શંકરસિંહ વાઘેલાએ વિવાદને લઇ ક્ષત્રિય સમાજ અંગે નિવેદન આપતા કહ્યુ કે પરષોત્તમ રૂપાલાને નહી બદલે તો એના માટે ભાજપ હાઈકમાંડ જવાબદાર રહેશે. જાહેર જીવનમાં બોલવા પર ધ્યાન રાખવું પડે, દ્રૌપદી પર આંધળી બાબતે નિવેદન થયુ પછી મહાભારત થયું હતું. ‘રજવાડાઓનું મ્યૂઝિયમ ન બનાવ્યું પણ હવે બેન-દીકરીઓ વિશે નિવેદન કરનારા સામે કોઈ કાર્યવાહી નહી કરી તેનો રોષ સમાજમાં છે. પોલીસ બહેનોને અરેસ્ટ કરવાની કોશિશ કરી છે. સમાજને દાઝ્યા પર ડામ ન દેવો જોઈએ. તેમણે સરકાર પર પ્રહાર કરતા કહ્યુ મણિપુર બાબતે મૌન રહેવું યોગ્ય નથી.
લોકસભા ચૂંટણી સમયે ગુજરાતમાં રાજકીય માહોલ જામ્યો છે. ભાજપે ઉમેદવારો જાહેર કર્યા તેને લઇ અનેક બેઠકો પર રોષ છે આવા જુથવાદ વચ્ચે રૂપાલા વિવાદ ભાજપ માટે મુસીબત બન્યો છે. ત્યારે પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આજે સરકારને આ મુદ્દે ઘેરી છે. રાજ્યમાં અત્યારે ભાજપ માટે રાજકીય કટોકટી જેવી સ્થિતિ પેદા થઇ છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ આમને સામને છે, લોકસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે. પરંતુ ભાજપ માટે રૂપાલા મુસીબત બન્યા છે. પરષોત્તમ રૂપાલાએ રાજા રજવાડા અને ક્ષત્રિય સમાજની મહિલાઓ વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી જેને લઇને હવે સમગ્ર ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકીટ રદ્દ કરવાની માંગ પર મક્કમ છે. આવા સમયે હવે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ફરી એકવાર મેદાનમાં આવ્યા છે. આજે ગાંધીનગરમાં શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ બોલાવી સરકાર અને રૂપાલા પર પ્રહારો કર્યા હતા.ક્ષત્રિય સમાજના કદાવર નેતા અને પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પહેલીવાર રૂપાલા વિવાદ પર બોલ્યા છે. તેમણે કહ્યુ કે દાઝ્યા પર ડામ ન દેવો જોઇએ. રજવાડાઓનું મ્યૂઝિયમ ન બનાવ્યું પણ હવે બેન-દીકરીઓ વિશે નિવેદન કરનારા સામે કોઈ કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી. શંકરસિંહ વાઘેલાએ સરકારને આડેહાથ લીધી હતી.
શંકરસિંહ વાઘેલાએ રૂપાલા અને બીજેપી પર પ્રહાર કરતા કહ્યુ કે રજવાડાઓનું મ્યૂઝિયમ ન બનાવ્યું પણ હવે બેન-દીકરીઓ વિશે નિવેદન કરનારા સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. ક્ષત્રિય સમાજ સામે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર પરષોત્તમ રૂપાલાને નહી બદલે તો એના માટે ભાજપ હાઈકમાંડ જવાબદાર. રૂપાલાને ઉમેદવાર તરીકે બદલવા એ ભાજપ હાઈકમાંડના હાથમાં છે. રૂપાલાને ભલે તમે રાજ્યસભામાં મોકલો પણ રાજકોટથી ઉમેદવાર તરીકે બદલવા જોઇએ. સરકારે દાઝ્યા પર ડામ આપીને સમાજના કાર્યકરોની ધરપકડ કરે એ સારી નિશાની નથી.