• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, April 3, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

Explainer: 48 વર્ષમાં 66 અબજ વૃક્ષો વાવીને ચીને રણને કરી દીધું લીલુંછમ, ભારત માટે બોધપાઠ સમાન ઉદાહરણ…

satyasamachar by satyasamachar
February 15, 2026
in INDIA, INDIA
Reading Time: 1 min read
A A
0
Explainer: 48 વર્ષમાં 66 અબજ વૃક્ષો વાવીને ચીને રણને કરી દીધું લીલુંછમ, ભારત માટે બોધપાઠ સમાન ઉદાહરણ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

પ્રદૂષણ વધતા સુરત પાલિકા તંત્ર દોડતું થયું, અમરોલી બ્રિજ નીચે 35 લાખના ખર્ચે લગાવશે સ્મોગ ટાવર | Sur…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સુરત પાલિકામાં આગામી શુક્રવારે સ્થાયી સમિતિ સહિત વિવિધ 7 કમિટિની બેઠક મળશે | Surat Municipality will…

સાવધાન! છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ | dangerous risks of stopping a sneeze health tips

Load More

China’s Great Green Wall : ચીનનું ટાકલામાકન રણ વિશ્વના સૌથી મોટા રણોમાંનું એક છે. આશરે 3,37,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા આ રણને ભૂતકાળમાં ‘જૈવિક શૂન્યતા’ માનવામાં આવતો હતો, કેમ કે અહીં કુદરતી વનસ્પતિ લગભગ શૂન્ય બરાબર હતી. પણ, ટેકનોલોજી ક્ષેત્રે હરણફાળ ભરી રહેલા ચીને નપાણીયા રેગિસ્તાનમાં પણ જાદુ સર્જ્યો છે અને જ્યાં ભાગ્યે જ કશું ઉગતું એવા રણમાં 66 અબજથી વધુ વૃક્ષો ધરાવતું જંગલ લહેરાતું કરી દીધું છે. ચાલો જાણીએ કે ચીને આ ચમત્કાર કઈ રીતે કર્યો.  

ટાકલામાકન રણની ભૂગોળ કઠોર છે

ચીનના ઉત્તમ-પશ્ચિમ વિસ્તારમાં આવેલું ટાકલામાકન રણ ચારેતરફથી ઊંચા પર્વતોથી ઘેરાયેલું છે. પર્વતો ભેજવાળી હવા રોકી પાડતા હોવાથી રણ સુધી બહુ થોડો ભેજ પહોંચે છે, જેને લીધે અહીં વર્ષમાં બહુ ઓછો વરસાદ પડે છે. રણનો 95%થી વધુ વિસ્તાર રેતીથી ઢંકાયેલો રહે છે. કુદરતી વનસ્પતિ લગભગ શૂન્ય હોવાથી ભૂતકાળમાં આ પ્રદેશને ‘જૈવિક શૂન્યતા’ માનવામાં આવતો. પરંતુ આજે સ્થિતિ બદલાઈ ગઈ છે. છેલ્લા 48 વર્ષમાં અહીં 66 અબજથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે, જેના કારણે આ રણ હવે કાર્બનનું શોષણ કરતું મહત્ત્વપૂર્ણ ક્ષેત્ર બની રહ્યું છે.

1978થી શરૂ થયેલી રાષ્ટ્રીય ઝુંબેશ ‘ગ્રેટ ગ્રીન વોલ’

ચીને 1978માં Three-North Shelterbelt Program શરૂ કર્યો હતો, જે ‘ગ્રેટ ગ્રીન વોલ’ તરીકે વધુ જાણીતો થયો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ટાકલામાકન રણને વિસ્તરતું રોકવા, રેતીના તોફાનો ઘટાડવા અને જમીનની ઉર્વરતા (ઉપજાઉપણું) વધારવાનો હતો. 

આ પણ વાંચો : ભારત સાથે કેવા રહેશે બાંગ્લાદેશના સંબંધો? જીત બાદ તારિક રહેમાનનું પહેલું નિવેદન

ચીનમાં જંગલનું પ્રમાણ 10% થી વધીને 25% થયું

‘ગ્રેટ ગ્રીન વોલ’ પ્રોજેક્ટ આખેઆખા રણમાં જંગલ ઉગાડી દેવાનો નહોતો, રણની સીમાઓ પર વૃક્ષોનો ઘાટો પટ્ટો ઉગાડવાનો હતો, જેથી રણ ફેલાતું અટકે. આ યોજનામાં ‘ટાકલામાકન’ સાથે ‘ગોબી રણ’ને પણ આવરી લેવામાં આવ્યું છે. બંને રણની સીમાઓ પર ખૂબ મોટી માત્રામાં વૃક્ષારોપણ કરીને વૃક્ષોની દીવાલ બનાવવામાં આવી છે. 1978થી 2024 સુધીમાં અંદાજે 66 અબજ વૃક્ષો વાવવામાં આવ્યા છે. વૃક્ષારોપણ 2050 સુધી ચાલતું રહેવાનું છે. કલ્પના કરો કે ત્યાં સુધીમાં કેટલાબધા વૃક્ષો રોપાઈ ગયા હશે! 1949માં ચીનમાં જંગલ આવરણ આશરે 10% હતું. આજે તે વધીને 25%થી વધુ થઈ ગયું છે. આ કંઈ જેવીતેવી સિદ્ધિ નથી. 

ટાકલામાકન બન્યું ‘કાર્બન સિંક’

તાજેતરમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, ટાકલામાકન રણ હવે ‘કાર્બન સિંક’ તરીકે કાર્ય કરી રહ્યું છે. ‘કાર્બન સિંક’ એટલે એવો પ્રદેશ જે જેટલો CO2 (કાર્બન ડાયોક્સાઇડ) છોડે છે, એના કરતાં વધુ CO2 શોષી લે છે. વિજ્ઞાનીઓએ 25 વર્ષના ઉપગ્રહ ડેટા, ભૂમિ અવલોકનો અને NOAA (National Oceanic and Atmospheric Administration)ના કાર્બન ટ્રેકર મોડેલોના આધારે વિશ્લેષણ કરીને તારણ કાઢ્યું છે કે, ટાકલામાકન રણની સીમાઓ પર વાવવામાં આવેલા shelterbelt વૃક્ષોએ માટીને સ્થિર કરી છે, ભેજ જાળવી રાખ્યો છે, રેતીના તોફાનોમાં ઘટાડો કર્યો છે અને CO2નું શોષણ વધાર્યું છે. 

અબજ વૃક્ષોએ રેગિસ્તાનની કાયાપલટ કરી 

આ પ્રોજેક્ટ ચીનની રાષ્ટ્રીય હવામાન નીતિનો એક મહત્ત્વનો ભાગ સાબિત થઈ છે. એને લીધે હવે ચીનના જંગલો વિશ્વના કુલ નેટ CO2 શોષણમાં નોંધપાત્ર ફાળો આપે છે. ચીન આટલેથી અટકવાનું નથી. 2060 સુધીમાં ચીને કાર્બન તટસ્થતા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય જાહેર કર્યું છે. કાર્બન તટસ્થતા (Carbon Neutrality) પ્રાપ્ત કરવું એટલે જેટલો કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં છોડાય એટલા જ પ્રમાણમાં CO2 શોષી પણ લેવાય. CO2 મુદ્દે આવું સંતુલન સાધવામાં વૃક્ષારોપણ હુકમનો એક્કો સાબિત થાય છે. 

આ પણ વાંચો : ‘વિશ્વભરના દુશ્મનો આપણાથી ડરે છે’ એક દેશ પર કબજો કર્યા બાદ ટ્રમ્પે ખુશી વ્યક્ત કરી

ટાકલામાકનમાં સફળતાના આધારસ્તંભ છે ‘ટેકનોલોજી’ અને ‘સંચાલન’

ચીને સફળ બનાવેલો ‘ગ્રેટ ગ્રીન વોલ’ પ્રોજેક્ટ ‘ઇકોલોજીકલ એન્જિનિયરિંગ’નું ઉત્તમ ઉદાહરણ છે. આ સફળતા માત્ર વૃક્ષારોપણથી નથી આવી. તેમાં નીચેના ઘટકો મહત્ત્વપૂર્ણ રહ્યા છે.

  • લાંબા ગાળાની રાજકીય પ્રતિબદ્ધતા
  • સ્થાનિક સમુદાયોની ભાગીદારી
  • વૈજ્ઞાનિક મોનિટરિંગ
  • હાનિકારક અને આક્રમક વાનસ્પતિક પ્રજાતિઓને દૂર કરવી
  • પાણી સંસાધનોનું સંચાલન

ચીન પાસેથી ભારતે શું શીખવા જેવું છે?

ટાકલામાકન રણમાં થયેલું પરિવર્તન દર્શાવે છે કે યોગ્ય આયોજન, વૈજ્ઞાનિક અભિગમ અને સતત પ્રયાસોથી અતિ શુષ્ક વિસ્તારને પણ કાર્બન શોષણક્ષમ બનાવવું શક્ય છે. ભારતના રાજસ્થાનમાં આવેલું થરનું રણ આશરે 2,64,091 ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલું છે. અહીં પણ રેતીના તોફાનો અને નુકસાન પામતી જમીન જેવી સમસ્યાઓ છે. ઇન્દિરા ગાંધી કેનાલ જેવી સિંચાઈ યોજનાઓથી રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં હરિયાળી વધારવામાં સફળતા મળી છે ખરી, પણ જો ચીનની જેમ વૃક્ષારોપણ અને જતનની લાંબા ગાળાની, વૈજ્ઞાનિક અને સ્થાયી યોજના અપનાવવામાં આવે તો થરના કેટલાક વિસ્તારોને પણ આંશિક રીતે કાર્બન સિંક બનાવી શકાય એમ છે. 

અલબત્ત, નકલમાં પણ અકલ હોવી જોઈએ, એ ઉક્તિ યાદ રાખીને આ ક્ષેત્રે આગળ વધવું પડે એમ છે. આપણે ચીનનું આંધળું અનુકરણ કરવાનું નથી. દરેક રણની ભૂગોળ, માટી અને હવામાન અલગ હોય છે. આપણે થરની વિશેષતાઓ અને પરિસ્થિતિને અનુરૂપ વૃક્ષ-પ્રજાતિનું રોપણ અને પાણી વ્યવસ્થાપન નીતિ અમલમાં મૂકવાની જરૂર છે. 

વિશ્વનો સૌથી મોટો કાર્બન સિંક જમીન પર નથી!

વિશ્વનો સૌથી મોટો કાર્બન સિંક જમીન પર નથી, પાણીમાં છે! કયો? 

  • પૃથ્વી પર ફેલાયેલા મહાસાગરો દર વર્ષે માનવસર્જિત CO₂ ઉત્સર્જનના આશરે 25 થી 30% શોષી લે છે અને વધારાની ગરમીના લગભગ 90% ભાગને શોષીને આબોહવા પરિવર્તન ધીમું પાડે છે. મહાસાગરો CO₂ ને પાણીમાં દ્રાવિત કરીને, સુક્ષ્મ જૈવિક ક્રિયાઓ દ્વારા અને રાસાયણિક પરિવર્તનથી શોષે છે અને તેને ઊંડા સમુદ્રમાં લાંબા સમય માટે સંગ્રહિત રાખે છે. એ રીતે વિશ્વના મહાસાગરો સંયુક્ત રીતે સૌથી મોટો કાર્બન સિંક સાબિત થાય છે. 
  • જમીન પરના કાર્બન સિંકની વાત કરીએ તો રશિયાના બોરિયલ (boreal) જંગલો પહેલા નંબરે આવે છે. તે વાર્ષિક અંદાજે 1,150 MtCO₂ (મિલિયન ટન કાર્બન ડાયોક્સાઇડ) શોષી લે છે. બીજા અને ત્રીજા નંબરે અનુક્રમે ચીન અને અમેરિકાના જંગલો આવે છે. 
  • કોંગો બેસિન વિશ્વનો સૌથી મોટો રેઈનફોરેસ્ટ કાર્બન સિંક માનવામાં આવે છે. એ પછી દક્ષિણ અમેરિકાના એમેઝોન જંગલોનો ક્રમ આવે છે. 
  • ઉત્તરીય પર્માફ્રોસ્ટ પ્રદેશો (બારેમાસ બરફથી છવાયેલા રહેતા ઉત્તર ધ્રુવીય વિસ્તારો)ની બરફાળ ભૂમિ નીચે કાર્બનનો વિશાળ ભંડાર જકડાયેલો પડ્યો છે. તેને ‘સંવેદનશીલ કાર્બન સિંક’ માનવામાં આવે છે, કેમ કે તે લાંબા ગાળે કાર્બન સંગ્રહ કરે તો છે, પરંતુ ગરમી વધે તો કાર્બન ઉત્સર્જન પણ કરવા લાગે છે.

કુલ મળીને જોઈએ તો, પૃથ્વી પરના જંગલો દર વર્ષે આશરે 16 અબજ ટન CO₂ શોષે છે, પરંતુ તેની લગભગ અડધી માત્રા પાછી વાતાવરણમાં છોડે છે. એની સામે મહાસાગરો લાંબા ગાળાના CO₂ શોષક સાબિત થાય છે. 

આ પણ વાંચો : ભારત વિરુદ્ધ આતંકવાદી કાવતરું ઘડનારો સાંસદ બન્યો! બાંગ્લાદેશની ચૂંટણીમાં 3 કલંકિત નેતાઓની જીત

Next Post
સાધ્વી પ્રેમ બાઈસાના મોતનું સાચું કારણ આવ્યું સામે, પોલીસ કમિશનરે આપી સંપૂર્ણ માહિતી | jodhpur sadhv…

સાધ્વી પ્રેમ બાઈસાના મોતનું સાચું કારણ આવ્યું સામે, પોલીસ કમિશનરે આપી સંપૂર્ણ માહિતી | jodhpur sadhv...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સેન્સેક્સ ઘટયા મથાળેથી 1774 પોઈન્ટ ઉછળી 73320 | Sensex up 1774 points to 73320 from low level

સેન્સેક્સ ઘટયા મથાળેથી 1774 પોઈન્ટ ઉછળી 73320 | Sensex up 1774 points to 73320 from low level

સોનામાં રૂ.4000, ચાંદીમાં રૂ.12 હજારનો કડાકો: ક્રૂડમાં ફરી ઝડપી ઉછાળો

સોનામાં રૂ.4000, ચાંદીમાં રૂ.12 હજારનો કડાકો: ક્રૂડમાં ફરી ઝડપી ઉછાળો

મહત્વના પેટ્રોકેમિકલ પ્રોડકટસને 30 જૂન સુધી કસ્ટમ્સ ડયૂટીમાં સંપૂર્ણ મુક્તિ | Complete exemption fro…

મહત્વના પેટ્રોકેમિકલ પ્રોડકટસને 30 જૂન સુધી કસ્ટમ્સ ડયૂટીમાં સંપૂર્ણ મુક્તિ | Complete exemption fro…

ચોટીલામાં ચૈત્રી પૂનમના મેળામાં 5 લાખ શ્રદ્ધાળુઓ ઉમટયા, અફરાં-તફરી સર્જાઈ | 5 lakh devotees thronged…

ચોટીલામાં ચૈત્રી પૂનમના મેળામાં 5 લાખ શ્રદ્ધાળુઓ ઉમટયા, અફરાં-તફરી સર્જાઈ | 5 lakh devotees thronged…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
સેન્સેક્સ ઘટયા મથાળેથી 1774 પોઈન્ટ ઉછળી 73320 | Sensex up 1774 points to 73320 from low level
GUJARAT

સેન્સેક્સ ઘટયા મથાળેથી 1774 પોઈન્ટ ઉછળી 73320 | Sensex up 1774 points to 73320 from low level

મુંબઈ : ઈરાનને યુદ્વમાં પરાસ્ત કર્યાના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા અને બેથી ત્રણ અઠવાડિયામાં મોટા હુમલા કરી યુદ્વનો અંત...

Read more

સોનામાં રૂ.4000, ચાંદીમાં રૂ.12 હજારનો કડાકો: ક્રૂડમાં ફરી ઝડપી ઉછાળો

મહત્વના પેટ્રોકેમિકલ પ્રોડકટસને 30 જૂન સુધી કસ્ટમ્સ ડયૂટીમાં સંપૂર્ણ મુક્તિ | Complete exemption fro…

ચોટીલામાં ચૈત્રી પૂનમના મેળામાં 5 લાખ શ્રદ્ધાળુઓ ઉમટયા, અફરાં-તફરી સર્જાઈ | 5 lakh devotees thronged…

AI અપનાવવામાં ભારત 92% દર સાથે વિશ્વમાં નંબર વન | India ranks first in the world in AI adoption with…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In